વાપી: બુધવારે સાંજે સાડા 5 વાગ્યા આસપાસ વાપી GIDCની એક કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી (Fire In Vapi GIDC) ઊઠી હતી. આગ વાપી GIDCના 40 શેડ એરિયામાં આવેલી સુપર ડિલક્ષ પેપરમિલ (super deluxe papermill vapi)માં લાગી હતી. ફાયરના જવાનોએ દોઢેક કલાકની મહેનત બાદ આગ કાબૂમાં લીધી હતી. પેપરમિલમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. જ્યારે સાવચેતી માટે પોલીસે પણ તે વિસ્તારને કોર્ડન કરવો પડ્યો હતો.
આગથી કામદારોમાં અફરાતફરી
વાપી GIDCના 40 શેડ એરિયામાં આમોલી ઓર્ગેનિક્સ કંપની (amoli organics company vapi)ની બાજુમાં પ્લોટ નંબર 322/5, 6A, 6Bમાં ક્રાફટ પેપર પ્રોડક્ટ બનાવતી સુપર ડિલક્ષ પેપરમિલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બુધવારે સાંજે સાડા 5 વાગ્યે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. જેને લઈને આસપાસના વિસ્તારમાં અન્ય કંપનીઓમાં કામ કરતા અને પાળી પુરી થતા ઘરે જવા નીકળેલા તેમજ બીજી શિફ્ટમાં આવેલા કામદારોમાં અફરાતફરી મચી હતી.
આ પણ વાંચો: Fire in wooden godown: વાપીમાં લાકડાના ગોડાઉનમાં મોટી આગ, ઇન્શ્યોરન્સ કંપનીએ તપાસ શરુ કરી
પેપમિલમાં ફાયર બ્રિગેડના વાહનો જઇ શકે તેવી જગ્યા નહોતી
પેપરમિલમાં અચાનક જ વેસ્ટ પેપરના ગોડાઉન (Waste paper godown vapi)માં ભભૂકેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને ઓલવવા વાપી નોટિફાઇડ ફાયરને જાણ કરાતા ફાયરના જવાનો તાત્કાલિક આગ બુઝવવા પહોંચ્યા હતાં. જો કે પેપરમિલમાં ફાયરના વાહનો જઇ શકે તેવી જગ્યા ન હોવાથી ફાયરના જવાનોએ કંપનીના ગેટ પરથી પાણી અને ફોમનો મારો ચલાવી દોઢેક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો: વાપી-દમણ સરહદ પર કારમાં મહિલાનો સળગેલો મૃતદેહ મળી આવતાં ચકચાર
વીમો પકાવવા આગ લગાડવામાં આવી હોવાનો ગણગણાટ
પેપરમીલમાં ભભૂકેલી આગની વિકરાળ જ્વાળા અને ઊઠતા ધુમાડાને જોઈને નજીકની આમોલી ઓર્ગેનિક્સ કંપની સહિત અન્ય કંપનીઓમાં કામ કરતા કામદારોમાં ગભરાટ ઉત્પન્ન થઈ હતી. જેને લઈને મુખ્ય માર્ગ પર અફરાતફરી મચી હતી. પોલીસે પણ સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કરવાની ફરજ પડી હતી. આગ લાગવાનું કારણ તેમજ કેટલું નુકસાન થયું છે તેની વિગતો જાણવા મળી નહોતી. પરંતુ માર્ચ મહિનો ચાલી રહ્યો હોઇ વીમો પકાવવા આ આગ લગાડવામાં આવી હોવાનો ગણગણાટ નજીકની કંપનીઓના સંચાલકો અને કામદારોમાં જોવા મળ્યો હતો.