ETV Bharat / state

વાપી નજીક બસમાં લાગી ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ - શોર્ટ સર્કિટને કારણે આગ

વાપી: નેશનલ હાઇવે નં. 48 પર બગવાડા ટોલનાકા પર મુંબઈથી રાજકોટ જતી લકઝરી બસમાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં સદનસીબે મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ, મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે બસમાં આગ લાગી ત્યારે બસ બગવાડા ટોલનાકા પર જ હોવા છતાં ટોલનાકા પર ફાયર સેફટીના સાધનોના અભાવે બસની આગ પર કાબુ મેળવી શકાયો નહોતો.

fire-in-bus-near-vapi-no-one-pessenger-is-injured
author img

By

Published : Sep 17, 2019, 1:57 AM IST

સોમવારે રાત્રે 8 વાગ્યા આસપાસ મુંબઈથી રાજકોટ જતી બસ વાપી નજીકના બગવાડા ટોલ નાકા પાસે પહોંચી હતી. તે દરમિયાન બસની આગળની લાઈટો અચાનક બંધ થઈ ગઈ હતી. લકઝરી બસના ડ્રાઇવર જોરુભાઈએ બસ નીચે તપાસ કરતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જેથી તાત્કાલિક તમામ મુસાફરોને બસની બહાર નીકળવા જણાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

વાપી નજીક બસમાં લાગી ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ
પરંતુ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસમાં સવાર કેટલાક મુસાફરોનો સરસામાન બહાર કાઢે તે પહેલાં બળીને ખાખ થયો હતો. જેમાં મુંબઈથી રાજકોટ જતાં જામનગરના લક્ષ્મણભાઇ ભટ્ટના થેલામાં રહેલા 50 હજાર અને નિરુબેન નામના મહિલાના થેલામાં રહેલા 30 હજાર રોકડ રૂપિયા અને હેલ્મેટના 3 કાર્ટૂન બળી ને ખાખ થયો હતો.બસમાં આગ લાગી ત્યારે અહીંના સ્થાનિક યુવક પ્રકાશ ચાવડાએ તેનું વીડિયો રેકોર્ડિંગ કરી વાયરલ કર્યો હતો. આ ઘટના વાયુવેગે સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. આગની ઘટનામાં વાપી અને પારડીથી ફાયરની ટીમની બોલાવવામાં આવી હતી. જે એક કલાક પછી આવતા બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી અને મુસાફરોના રોકડા રૂપિયા અને સરસામાન બળી જતા રોષે ભરાયાં હતા.જો કે આગની ઘટના IRBના ટોલ પ્લાઝા પર જ બની હોવા છતાં ટોલ પ્લાઝા પાસે કોઈ જ ફાયરની સેફટીના સાધનો ના હોવાની પોલ ખુલી પડી હતી. નિયમ મુજબ દરેક ટોલ પ્લાઝા પર ફાયર સેફટીના સાધનો, એમ્બ્યુલન્સ સહિતની સુવિધા હોવી જોઈએ. પરંતુ અહીં તેનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. ત્યારે, આવી આગની ઘટનામાં જો મોટી જાનહાની થાય તો તે અંગે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠાવી લોકોએ ટોલ પ્લાઝા વાળા ક્યાં આધારે અને કેવી સુવિધાના નામે રૂપિયા ઉઘરાવે છે તેવો બળાપો કાઢ્યો હતો.

Intro:સ્ટોરી વાપી માં લેવી

Story approved by desk

વાપી :- વાપી નજીક નેશનલ હાઇવે નમ્બર 48 પર બગવાડા ટોલનાકા પર મુંબઈથી રાજકોટ જતી લકઝરી બસમાં અચાનક આગ લાગી જતા મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ, બસમાં મુસાફરોએ થેલામાં રાખેલ રોકડ રકમ અને સરસામાન બળીને ખાખ થઈ જતા હોબાળો મચાવ્યો હતો. નવાઈની વાત એ છે કે બસમાં આગ લાગી ત્યારે, બસ બગવાડા ટોલનાકા પર જ હોવા છતાં ટોલનાકા પર ફાયર સેફટીના સાધનોના અભાવે બસની આગને બુઝાવી શકાય નહોતી.

Body:સોમવારે રાત્રે 8 વાગ્યા આસપાસ મુંબઈથી રાજકોટ જતી બસ વાપી નજીકના બગવાડા ટોલ નાકા પાસે પહોંચી હતી. તે, દરમ્યાન બસની આગળની લાઈટો અચાનક બંધ થઈ ગઈ હતી. લકઝરી બસના ડ્રાઇવર જોરુભાઈએ બસ નીચે તપાસ કરતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. એટલે તાત્કાલિક તમામ પેસેન્જરોને બસની બહાર નીકળવા જણાવી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. 

પરંતુ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસમાં સવાર કેટલાક મુસાફરોનો સરસામાન બહાર કાઢે તે પહેલાં બળીને ખાખ થયો હતો. જેમાં મુંબઈથી રાજકોટ જતા જામનગરના લક્ષ્મણભાઇ ભટ્ટના થેલામાં રહેલા 50 હજાર અને નિરુબેન નામની મહિલાના થેલામાં રહેલા 30 હજાર રોકડ રૂપિયા અને હેલ્મેટના 3 કાર્ટૂન બળી ને ખાખ થતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

બસમાં આગ લાગી ત્યારે અહીંના સ્થાનિક યુવક પ્રકાશ ચાવડાએ તેનું વીડિયો રેકોર્ડિંગ કરી વાયરલ કરતા આ ઘટના આગની ઝડપે સોશ્યલ મીડિયામાં ફેલાઈ હતી. આગની ઘટનામાં વાપી અને પારડીથી ફાયરની ટીમની બોલાવવામાં આવી હતી. જે એક કલાક પછી આવતા વિકરાળ આગમાં બસ સ્વાહા થઈ ગઈ હતી. અને મુસાફરોના રોકડા રૂપિયા અને સરસામાન બળી જતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

Conclusion:જો કે આગની ઘટના IRB ના ટોલ પ્લાઝા પર જ બની હોવા છતાં ટોલ પ્લાઝા પાસે કોઈ જ ફાયરની સેફટીના સાધનો ના હોવાની પોલ ખુલી પડી હતી. નિયમ મુજબ દરેક ટોલ પ્લાઝા પર ફાયર સેફટીના સાધનો, એમ્બ્યુલન્સ સહિતની સુવિધા હોવી જોઈએ પરંતુ અહીં તેનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. ત્યારે, આવી આગની ઘટનામાં જો મોટી જાનહાની થાય તો તે અંગે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠાવી લોકોએ ટોલ પ્લાઝા વાળા ક્યાં આધારે અને કેવી સુવિધાના નામે રૂપિયા ઉઘરાવે છે તેવો બળાપો કાઢ્યો હતો. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.