વલસાડ: વલસાડથી સુરત જતી તરફ જતી હમસફર ટ્રેનમાં વલસાડ સ્ટેશન નજીક આગની ઘટના બની હતી. અચાનક બે ડબ્બામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આરપીએફ, જીઆરપીએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
-
#WATCH | Fire breaks out in Humsafar Express, which runs between Tiruchirappalli and Shri Ganganagar, in Gujarat's Valsad; no casualty reported till now pic.twitter.com/p5Eyb7VQKw
— ANI (@ANI) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Fire breaks out in Humsafar Express, which runs between Tiruchirappalli and Shri Ganganagar, in Gujarat's Valsad; no casualty reported till now pic.twitter.com/p5Eyb7VQKw
— ANI (@ANI) September 23, 2023#WATCH | Fire breaks out in Humsafar Express, which runs between Tiruchirappalli and Shri Ganganagar, in Gujarat's Valsad; no casualty reported till now pic.twitter.com/p5Eyb7VQKw
— ANI (@ANI) September 23, 2023
મુસાફરો સલામત: વલસાડના છીપાવાડ વિસ્તાર નજીકની આગની ઘટના બની હતી. ટ્રેન શ્રીગંગાનાગરથી તિરુચિરાપલ્લી રૂટની હતી અને જ્યારે તે વલસાડથી સુરત જઇ રહી હતી. તે દરમિયાન અચાનક ટ્રેનમાં આગ લાગી હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. આગની ઘટનાને પગલે ભારે નાસભાગ મચી ગઇ હતી. ટ્રેનમાં સવાર યાત્રીઓને સલામત નીચે ઉતારાયા હતા.
જાનહાનિની કોઈ ઘટના નહિ: જ્યારે સમગ્ર ઘટના અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવતાં રેલ વિભાગ દોડતું હતું અને ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ટ્રેનમાં આગ કયા કારણોસર લાગી? તે અંગે હાલ કોઇ જાણકારી સામે આવી નથી. આગની ઘટનાને પરિણામે રેલવે વિભાગ દોડતું થયું હતું. જે કોચ અને ટ્રેનના ભાગમાં આગ લાગી હતી તેને અન્ય કોચોને છુટા કરાયા છે. જો કે જાનહાનિની કોઈ ઘટના સામે આવી નથી.
70 મુસાફરોને હેમખેમ ઉતારી લેવાયા: જે ડબ્બામાં આગની ઘટના બની હતી. તેમાં કુલ 70 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોને હેમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરોને સ્ટેશન ઉપર પહોંચતા કરી લાગેલી આગના ડબ્બાઓ છુટા કરીને અન્ય ડબ્બાઓ જોડીને ટ્રેન ફરીથી શ્રી ગંગા નગર માટે રવાના કરવામાં આવી હતી.