મુંબઈથી નીકળીને ફિરોઝપુર જતી ફિરોઝપુર જનતા ટ્રેન બુધવારે અમદાવાદ તરફ જતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસના ઉદવાડા સ્ટેશને એન્જીનનો પાવર ફેઈલ થઈ જતા ઉદવાડા સ્ટેશને અટકી પડી હતી. જો કે, વલસાડથી વિશેષ સમારકામ માટેની ટ્રેન સાથે કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા.
મુંબઈથી ફિરોઝપુર તરફ જતી ટ્રેન 19023 બુધવારના રોજ બપોરે ઉદવાડા સ્ટેશન ઉપર પહોંચતા જ પાવર ફેઈલ થઈ જતા ટ્રેન ઉદવાડા સ્ટેશને અટકી પડી હતી, અનેક મુસાફરો સાથેની ટ્રેન ઉદવાડા ખાતે અટકી પડતા રેલવે તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ ખોટકાઈ પડેલા એન્જીનને બનાવવા માટે વલસાડથી વિશેષ સમારકામ માટેની ટ્રેન સાથે કર્મચારીઓ ત્યાં બપોરે મોકલવામાં આવ્યા હતા. જેની કામગીરી કર્યા બાદ 2 કલાક બાદ ટ્રેન ફરીથી રવાના કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ ઉદવાડા સ્ટેશને અટકેલી ટ્રેન 2 કલાક બાદ 2 વાગ્યે રવાના થઈ હતી
જો કે, આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ ટ્રેન વ્યવહારને તેની અસર પહોંચી ન હતી. અન્ય તમામ ટ્રેનો રાબેતા મુજબના સમયે દોડી હતી.