વલસાડ : વલસાડમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને (Bullet Train Project) લઈને ખેડૂતોને વળતર ઓછું મળતા ખેડૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નવસારીમાં ખેડૂતોને ચૂકવાયેલા વળતર ત્યાના ધારાસભ્યની રજૂઆતને આભારી છે. જ્યારે અહીંયા ધારાસભ્ય અને સાંસદ દ્વારા ખેડૂતોના હિતમાં બોલવા સક્ષમના હોય ખેડૂતોને વિકાસના નામે ઓછું વળતર અપાઈ રહ્યું હોવાનું જણાય આવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી માંથી પસાર થવા જઈ રહ્યું છે.
નવસારીમાં વળતર ચૂકવવામાં આવ્યું વલસાડમાં ઠીક ઠીક - મોરારજી દેસાઈ ઓડીટોરીયમ હોલમાં કલેક્ટર ખરસાણના અધ્યક્ષ સ્થાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લઇને ખેડૂતો સાથે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં દિલ્હીના એન્જીનીયર પણ હાજર રહ્યા હતા અને જાહેર કર્યું હતું કે, બધા ખેડૂતોને એક સમાનનું વળતર ચૂકવવામાં આવશે. વલસાડ જિલ્લાના ખેડૂતોને વળતર ઓછું મળતા ખેડૂતો નારાજ જોવા મળ્યા છે. નવસારી જિલ્લાના ખેડૂતોને જે વળતર ચૂકવવામાં આવ્યું છે. તે પ્રમાણે વલસાડ જિલ્લાના ખેડૂતોને પણ (Compensation to Farmers Taking Bullet Train Project) ચુકવવામાં જેને લઈને આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વલસાડમાં ઉમરગામના લોકોએ રેલવે ટ્રેક પર નાખ્યા ધામા, અંડરપાસ બનાવવાની કરી માગ
બુલેટ ટ્રેન અટકાવવાની ચીમકી - વલસાડ ખેડૂત સમાજના (Valsad Farmer Society) પ્રમુખે જણાવ્યું હતું કે, એક્સપ્રેસ હાઈવેમાં 27 ગુંઠા જમીનના એક કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 27 ગુંઠાના 25 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જેને લઇને ખેડૂતો નારાજ છે. આવનારા દિવસોમાં ખેડૂતોને સરખું વળતર ચૂકવવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અને જરૂર પડશે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકાવી (Opposition of Valsad Farmers) દેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
સમાન વળતર ચુકવવાની વાત - 2009માં એક્સપ્રેસ વેનું જાહેરનામું બહાર પાડવામાં (Expressway in Valsad) આવ્યું હતું. ત્યારે એક્સપ્રેસ વે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે બંનેનું વળતર ખેડૂતોને એક સમાન મળશે તે અંગેની વાતો કરવામાં આવી હતી. પરંતુ બુલેટ ટ્રેનમાં જે વળતર ચૂકવવામાં આવ્યું છે તો જંત્રીના ભાવ અનુસાર ચૂકવાયું છે. જેથી 27 ગુંઠાની કિંમત એક કરોડ રૂપિયા નહીં પહોંચી છે જ્યારે એક્સપ્રેસ વે માં 27 ગુંઠાની કિંમત બજારભાવ અનુસાર ચૂકવવામાં આવી છે. એટલે કે માત્ર 27 કે 28 લાખ રૂપિયા જેટલી કિંમત ખેડૂતોને ચૂકવાય છે.
આ પણ વાંચો : Dam protest in Dharampur: ધરમપુરમાં ડેમ વિરોધની રેલીમાં લોકોનું ઘોડાપુર ઉમટ્યું
ધારાસભ્ય અને સાંસદનો માત્ર મૌન - એક તરફ જ્યા નવસારીના સાંસદ એક્સપ્રેસ વે હોય કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet train project in Valsad) લઈને ખેડૂતોને ખૂબ ઊંચું વળતર ચૂકવવામાં આવ્યું છે. ત્યાં બીજી તરફ વલસાડ જિલ્લામાંના તો કોઈ ધારાસભ્ય કે ના તો કોઈ સાંસદ દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ રજૂઆત કરાઈ છે. જેની સીધી ખોટ સામાન્ય (farmers Against Bullet Train Project) ખેડુતોને પડી રહી છે.