- લોકોનું મોટિવેશન વધે અને કોરોનાથી બચી શકાય એ માટે રસી લેવી જરૂરી છે
- રસી લેવા માટે એક તરફ ઉત્સાહ પણ છે અને આછો ડર પણ છે
- કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય એ માટે સરકારે તમામ તૈયારી કરી છે
વલસાડ : વલસાડ જિલ્લામાં છ કેન્દ્ર ઉપરથી 600 જેટલા આરોગ્ય કર્મીઓને કોરોનાની રસી આપવામાં આવશે. જે પૈકી ધરમપુર ખાતે આવેલા સ્ટેટ હોસ્પિટલના કેન્દ્ર ઉપરથી પણ 100 જેટલા લોકોને રસીકરણ કરવામાં આવનાર છે.
600થી વધુ ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામાં આવશે
જેમાં ડો. જીગ્નેશનું નામ પણ સામેલ છે ત્યારે ડો. જીગ્નેશે રસીકરણ બાબતે ઈટીવી ભારત સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, અનેક લોકો અને સમગ્ર વિશ્વ રસી બનાવવા માટે મથામણ કરી રહ્યું હતું. ત્યારે ભારતે આ રસી વિકસાવી છે અને તેની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે એક ભારતીયએ ગર્વ લઈને કોરોનાની મહામારીમાંથી બચવા માટે આ રસીકરણ કરાવવું જ જોઈએ. તો સાથે સાથે સરકાર દ્વારા પણ આ રસીથી કોઈને હાનિ ન થાય તે માટે સમગ્ર તૈયારી કરવામાં આવી છે. જેથી લોકોએ ડરવું ન જોઈએ અને રસી લેવા માટે આગળ આવવું જોઈએ. આમ વલસાડ જિલ્લામાં પણ 600થી વધુ ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામાં આવશે. જે માટેની આખરી તૈયારી કરી દેવામાં આવી છે.