ETV Bharat / state

કપરાડા બેઠક : ભૂતકાળની ચૂંટણીના સમીકરણો પર એક નજર... - જીતુભાઈ ચૌધરી

ગુજરાતની 8 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. જે પૈકી વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠક માટે પણ આજે મતદાન છે. કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે જોઈએ કપરાડામાં ભૂતકાળની ચૂંટણીના સમીકરણો પર એક નજર.

kaprada
kaprada
author img

By

Published : Nov 3, 2020, 6:00 AM IST

ન્યૂઝ ડેસ્કઃ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુ ચૌધરીને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અને વારલી સામાજના ઉપ્રમુખ બાબુ વરઠાને ટિકિટ આપી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહેલા પ્રકાશ પટેલ અને જયેન્દ્ર ગાવિત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 2020ની આ પેટા ચૂંટણીમાં કુલ 2 લાખ 45 હજાર 743 મતદારો છે. જેમાં 1 લાખ 24 હજાર 523 પુરૂષ મતદારો જ્યારે 1 લાખ 21 હજાર 216 મહિલા મતદારો સામેલ છે. 80 વર્ષથી વધુ ઉંમરના 4 હજાર 320 મતદારો અને 593 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.

કપરાડા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ

કપરાડા વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત 4 ટર્મથી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર જીતુભાઈ ચૌધરી કપરાડા બેઠક પરથી જીતતા આવ્યા છે. ભૂતકાળની ચૂંટણી ઉપર નજર કરીએ તો, વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 1 લાખ 85 હજાર 22 મતદારો પૈકી 1 લાખ 21 હજાર 547 મતાદાતાઓએ મતદાન કર્યું હતું. તે સમયે 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં તે સમયના કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીને 57 હજાર 998 મત મળ્યા હતા. ભાજપના માધુભાઈ રાઉતને 32 હજાર 648 મત મળ્યા હતા.

2007 વિધાનસભા ચૂંટણીની સ્થિતિ

આ વખતે કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં જીતુભાઇ ચૌધરીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેને 63 હજાર 865 મત મળ્યા હતા અને વિજય થયા હતા. જ્યારે તેમના મુખ્ય પ્રતિદ્વંદ્વી ભાજપના બાબુભાઈ રાઉતને 46 હજાર 126 મત મળ્યા હતા.

2012 કપરાડા વિધાનસભા ચૂંટણીની સ્થિતિ

વર્ષ 2012માં 1 લાખ 73 હજાર 183 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં પણ તે સમયના કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીને 85 હજાર 780 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર શંકરભાઈ પટેલને 67 હજાર 95 મત મળ્યા હતા. જ્યારે બસપાના દિનેશ નાયકને 4 હજાર 833 મત મળ્યા હતા. આમ, આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

2017માં કપરાડા વિધાનસભાની ચૂંટણી

વર્ષ 2017માંની ચૂંટણીમાં કુલ 1 લાખ 62 હજાર 862 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને 93 હજાર મત મળ્યા હતા અને તેમનો માત્ર 170 મતથી વિજય થયો હતો. આ વખતે 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં ભાજપના માધુભાઈ રાઉતને 92 હજાર 830 મત મળ્યા હતા.

આમ કપરકાડા બેઠક પરથી સતત 4 ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે મતદારો પક્ષને મત આપે છે કે, વ્યક્તિનેએ તો પરિણામ આવ્યા પછી જ ખબર પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.