ETV Bharat / state

વાપીમાં ઉદ્યોગોના કર્મચારીઓએ રક્તનું દાન કરી રક્તદાન શિબિરની સિલ્વર જ્યુબિલી ઉજવી

વાપી ઔધોગિક વસાહતમાં આવેલ જાણીતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 25 વર્ષથી અવિરત પણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં દર વર્ષે ઉદ્યોગોના કર્મચારીઓ રક્તનું દાન કરે છે. જે અંતર્ગત મંગળવારે કર્મચારીઓએ 25માં રક્તદાન કેમ્પમાં 610 યુનિટ રક્તનું દાન કરી, રક્તદાન શિબિરની સિલ્વર જ્યુબિલી ઉજવી હતી.

વાપીમાં ઉદ્યોગોના કર્મચારીઓએ 610 યુનિટ રક્તનું દાન કરી રક્તદાન શિબિરની સિલ્વર જ્યુબિલી ઉજવી

author img

By

Published : Jan 20, 2021, 7:46 AM IST

  • વાપીમાં રક્તદાન શિબિરની સિલ્વર જ્યુબિલી
  • આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાય છે રક્તદાન કેમ્પ
  • અત્યાર સુધીમાં 7000થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું

વાપી : દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 25માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે યોજાયેલ 25માં રક્તદાન કેમ્પમાં 610 યુનિટ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 25 વર્ષથી યોજાતા આ રક્તદાન શિબિરમાં કંપનીના કર્મચારીઓ વલસાડ જિલ્લાના બિમાર દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પૂરી કરવા સ્વેચ્છાએ રક્તનું દાન કરે છે. મંગળવારે વાપી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે સ્વ. રસિકલાલ દેવજી ગાલાના સ્મરણાર્થે 25માં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ ઉમળકાભેર રક્તદાન કરી 610 યુનિટ રકત એકત્ર કર્યું હતું. જે તમામ યુનિટ સરખે ભાગે વાપીની બ્લડ બેન્કને અને વલસાડ રક્તદાન કેન્દ્રને સુપ્રત કરી લોહીની પડતી ઘટને નિવારવાનો મહત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વાપીમાં ઉદ્યોગોના કર્મચારીઓએ 610 યુનિટ રક્તનું દાન કરી રક્તદાન શિબિરની સિલ્વર જ્યુબિલી ઉજવી
વાપીમાં ઉદ્યોગોના કર્મચારીઓએ 610 યુનિટ રક્તનું દાન કરી રક્તદાન શિબિરની સિલ્વર જ્યુબિલી ઉજવી

જિલ્લામાં રક્તની ઘટ નિવારવા રક્તદાન

રક્તદાન શિબિર અંગે આરતી ઈન્ડસ્ટ્રીઝના હેમાંગ નાયકે જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી આ પ્રકારનો કેમ્પ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં 24 કેમ્પ કરી 6500 યુનિટથી વધુ રકત એકત્ર કરી લોહીની ઘટ પુરવા મહત્તમ પ્રયાસ કર્યો છે. વાપીમાં ઔદ્યોગિક વસાહતમાં કે, માર્ગ પર થતા અકસ્માતમાં ઘાયલોને તેમજ હોસ્પિટલમાં બીમારી વખતે આવતા દર્દીઓને સમયસર રક્ત મળી શકે તે આ રક્તદાન કેમ્પનો ઉદેશ્ય છે.

અન્ય સંસ્થાઓ આપે છે સહકાર

આ કેમ્પ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, નિયામક ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર, વાપી ગ્રીન એનવીરો લીમીટેડના સહયોગથી યોજવામાં આવે છે. જેમાં દર વર્ષે કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ ઉત્સાહભેર રક્તનું દાન કરે છે.

કામદારોએ રક્તનું દાન કરી સિલ્વર જ્યુબિલી ઉજવી

આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખી કંપની પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે અલગ અલગ 2 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. રક્તદાતાઓએ રક્તદાન શિબિરની સિલ્વર જ્યુબિલી નિમિત્તે ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ગત વર્ષે 614 આ વર્ષે 610 યુનિટ રક્ત એકત્ર કર્યું

ઉલ્લેખનીય છે કે, આરતી ગ્રુપ હંમેશા સેફટી, એન્વાયરમેન્ટ, સી.એસ.આર. માં અગ્રેસર રહી છે. અને જ્યારે જ્યારે બ્લડ બેન્કમાં બ્લડની તાતી જરૂરિયાત હોય છે. ત્યારે આ રીતે કેમ્પ યોજી રક્તની ઘટ નિવારવાનો મહત્તમ પ્રયાસ કરે છે. ગત વર્ષે 614 યુનિટ રક્ત એકત્ર કર્યા બાદ આ વર્ષે પણ કંપનીના કામદારોએ અનેરો ઉત્સાહ બતાવતા 610 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.