ETV Bharat / state

મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદી ધરા ફરી ધણધણી: 4 કલાકમાં 3.3ની તીવ્રતા સુધીના 8 આંચકા

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ વિસ્તારમાં મંગળવાર સવારના 9:42 કલાકથી 13:11 કલાક સુધીના સમયગાળા દરમિયાન 8 ભૂકંપના આંચકાથી ધરા ધણધણી હતી. આંચકા 3.3ની તીવ્રતા સુધીના હતા. જેની અસર પાલઘર જિલ્લા સહિત વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ અનુભવાઈ હતી.

earthquake in maharashtra gujarat border

author img

By

Published : Sep 8, 2020, 7:09 PM IST

વલસાડ : ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર આવેલો પાલઘર જિલ્લો ધરતીકંપનું એપિસેન્ટર બન્યો છે. આ જિલ્લામાં મંગળવારે સવારે 09:42 કલાકે 2.2ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયા બાદ 09:50 કલાકે ફરી 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જમીનમાં 10 કિલોમીટર ઊંડે 20.038 latitude અને 72.939 longitude પર ઉદ્દભવેલા આ આંચકાનું કેન્દ્રબિંદુ પાલઘર જિલ્લાના પાંઢરતારાગાંવ ખાતે નોંધાયું હતું.

earthquake in maharashtra gujarat border
મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદી ધરા ફરી ધણધણી

4 કલાકમાં નોંધાયેલા ભૂકંપની વિગત

સમય - તીવ્રતા

09:42 - 2.2

09:50 - 3.3

09:52 - 2.8

09.59 - 3.1

10:07 - 2.5

10:16 - 3.2

12:54 - 1.9

01:11 - 1.6

જે બાદ 09ને 52 મિનિટે 2.8 અને ફરી 09ને 59 મિનિટે 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જે પણ જમીનમાં 10 કિલોમીટર ઊંડે 20.009 latitude અને 72.804 longitude પર સોંગવે નજીક નોંધાયો હતો. 10:07 પર 2.5 રિકટર સ્કેલનો તો, 10:16 કલાકે 3.2 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ નાગઝરી નજીક 20.007 latitude અને 72.866 longitude પર નોંધાયું હતું. 12:54 ફરી 1.9, 1:11 કલાકે ફરી 1.6ની તીવ્રતાથી ધરતી ધણધણી હતી.

ભૂકંપના ચાર કલાકમાં કુલ 1.6થી 3.3 સુધીના 8 આંચકા નોંધાયા હતાં. જેમાં 9થી 10 વચ્ચેના એક કલાકના સમયગાળા દરમિયાન 4 આંચકા નોંધાયા હતાં. 3ની તિવ્રતાના ત્રણેય આંચકાની અસર પાલઘર જિલ્લા ઉપરાંત વલસાડ જિલ્લાના વિસ્તાર તેમનજ ઉમરગામ, દાદરા નગર હવેલીના ખાનવેલ પંથકમાં પણ વર્તાઈ હતી.

વલસાડમાં ભૂકંપની અન્ય ઘટનાઓ

40 વર્ષ બાદ ફરી કપરાડાના ગિરનાર ગામે જમીન ધસી

7 સપ્ટેમ્બર - વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા કપરાડા તાલુકા મથકથી 35 કિ.મી દૂર આવેલા સુથાર પાડા નજીકના ગિરનારા ગામે 2 દિવસ પહેલા ડુંગર પરની જમીનમાં 3થી 4 ફૂટ જેટલી તિરાડો પડી અને જમીન અંદર ધસી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અંગે વહીવટી આધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ સમગ્ર બાબતનો રિપોર્ટ જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગને સુપરત કર્યો છે. જો કે, હાલ સ્થળ પર એક સાઈન બોર્ડ મારી લોકોને તે વિસ્તારમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

7 કલાકમાં 8 ભૂકંપના આંચકાથી વલસાડ-સંઘપ્રદેશની ધ્રુજી ધરા, પાલઘર જિલ્લો એપી સેન્ટર

5 સપ્ટેમ્બર - વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં શુક્રવારે રાત્રે 11:41 કલાકે 4.0 રેકટર સ્કેલમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેને લઈને લોકોમાં ભય જોવા મળ્યો હતો. જોકે, તે બાદ સવારના 7 કલાક સુધી વલસાડની ધરા ધ્રૂજતી રહી હતી અને કુલ 8 આંચકા અનુભવાયા હતાં. જે તમામનું એપિસેન્ટર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં નોંધાયું હતું.

વાપીથી 95 કિમી દૂર પાલઘરમાં ભૂકંપ, 2.1ની તીવ્રતા સાથે ધ્રુજી ધરતી

10 જુલાઈ - ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં દરરોજ ભૂકંપના હળવા આંચકા અથવા તો અફટરશોક અનુભવાઇ રહ્યા છે. ત્યારે શાંત પડેલી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની ધરામાં પણ ફરી સળવળાટ શરૂ થયો છે. શુક્રવારે સવારે 11:05 વાગ્યે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ વાપીથી 95 કિલોમીટર દૂર ગુજરાત-સેલવાસ-નાસિક વચ્ચે ફણસવાડા ખાતે નોંધાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.