- વાપીમાં ભાજપના કાર્યકરો માટે પેજ કમિટીના કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો
- વોર્ડ નંબર 6 ના 300 જેટલા કોંગ્રેસી મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા
- વિધાનસભાના 2000 જેટલા કાર્યકરોને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું
વાપી: વાપીમાં દેસાઈ સમાજ હોલમાં ભાજપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, કેબિનેટ પ્રધાન કનું દેસાઈની ઉપસ્થિતિમાં 180-પારડી વિધાનસભાના કાર્યકરોને પેજ કમિટીના કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સી.આર. પાટીલે પેજ કમિટી કઈ રીતે ચૂંટણી જીતવામાં મહત્વનું માધ્યમ છે તે અંગે સમજાવ્યું હતું. પેજ કમિટીમાં ઉપસ્થિત 2 હજાર જેટલા કાર્યકરોને પેજ કમિટીના કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતો. કાર્યક્રમમાં વોર્ડ નંબર 6 ના 300 જેટલા કોંગ્રેસી મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં.
વાપી નગરપાલિકાની ચૂંટણીની પૂર્વ તૈયારી
સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં યોજાનાર વાપી નગરપાલિકાની ચૂંટણીની સંપૂર્ણ તૈયારી ભાજપના કાર્યકર્તાઓએ કરી લીધી છે અને આ ચૂંટણીમાં તમામ વોર્ડમાં જીત મેળવશે તેવો વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા
પેજ કમિટી સંમેલન અને કાર્ડ વિતરણ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી 300 જેટલા કોંગ્રેસી મુસ્લિમ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેમને સી.આર. પાટીલ, કનુદેસાઈ, જીતુ ચૌધરી અને સાંસદ કે.સી. પટેલ સહિતના આગેવાનોએ ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતાં.
આ પણ વાંચો : Impact Of Coal Shortage: ખેતીમાં વિજ કાપ મૂકાતાં ખેડૂતો રોષે ભરાયા
આ પણ વાંચો : સાબરમતી આશ્રમના રી-ડેવલપમેન્ટ સામે ગાંધીવાદીઓએ કર્યો વિરોધ, જાણો શું બાબત...