કપરાડા તાલુકાના સુખાલા ગામની લાલ બહાદુર શાસ્ત્રી માધ્યમિક હાઈસ્કુલની માન્યતા ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા રદ્દ કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં ઉદાસીનતા વ્યાપી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી શાળામાં ગયા ત્યારે સ્કુલના પ્રિન્સીપાલ અને સંચાલકો દ્વારા યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા. તેમજ પ્રિન્સીપાલને નિમંત્રિત કરવા છતાં તે બોર્ડ મિટિંગમાં હાજર રહ્યા નહોતા.
આમ, શાળા સંચાલકોના ગેરવર્તનના કારણે બોર્ડે આખારે શાળાની માન્યાતા રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે રાઉત હાઇસ્કુલ નાનાપોન્ડા અને શાહ જી એમ ડી હાઈ સ્કૂલ મોટાપોઢા ખાતે તેમજ કોઠાર ખાતે આવેલી હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને ખસેડવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. તેમજ વિદ્યાર્થી કે વાલીને કોઇ મુશ્કેલી હોય તો શિક્ષણાધિકારીએ તેમનો સંપર્ક કરવા જણાવ્યું છે.