ઉદવાડા:નિસર્ગ નામના વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લાના ઉદવાડા અને ઉમરસાડી અને ઉમરગામ ગામનાં કાંઠા વિસ્તારના 1000 જેટલા લોકોને મંગળવારે 12 વાગ્યા બાદ તંત્રએ બનાવેલા શેલ્ટર હોમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે વલસાડ જિલ્લા DYSP વિષ્ણુ પટેલ, TDO સી. વી. લટાએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે જાનમાલની નુકસાની ન થાય તે માટે ગામલોકોને સાવચેત કરાયા છે.
નિસર્ગ વાવાઝોડાનાં સંભવિત સંકટ વચ્ચે કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા ઉદવાડા, કોલક, ઉમરસાડી, નારગોલ, તડગામ, મરોલી સહિતના ગામોમાં જે લોકો કાચા મકાનમાં રહે છે. તેઓને નજીકના શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે લોકોને પાકા મકાનોમાં રહેવા અપીલ કરી હતી. વહીવટીતંત્રએ શેલ્ટર હોમમાં લોકોને રહેવાની સુવિધા સાથે ભોજનની સુવિધા પુરી પાડી આરોગ્યની ટીમ પણ તૈનાત કરી છે.
નિસર્ગ વાવાઝોડાનાં સંભવિત સંકટ વચ્ચે કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા નિસર્ગ વાવાઝોડાની પૂર્વ તૈયારીરૂપે ઉદવાડા ગામમાં પીપી સ્કૂલ, પ્રાથમિક સ્કૂલમાં કાચા મકાનોમાં રહેતા 800 જેટલા લોકોને ખસેડવામાં આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવશે.