ETV Bharat / state

વલસાડ: બગવાડા ટોલ નાકા પર ફાસ્ટેગ અંગેની અપુરતી માહિતીને કારણે લોકોને હાલાકી

વલસાડ: આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજથી નેશનલ હાઇવે ઉપર આવેલ ટોલ નાકા ઉપર સરકાર ફાસ્ટેગનો અમલ શરૂ કરવા જઈ રહી છે. આ ફાસ્ટેગ શુ છે અને એ ક્યાંથી મેળવી શકાય એ બાબતે પારડી નજીક હાઇવે ઉપર આવેલ બગવાડા ટોલ પ્લાઝા ઉપર હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પણ વ્યક્તિ બેસાડવામાં આવ્યો નથી. જેના કારણે અહીં આવનાર લોકોને અપુરતી માહિતીને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતાં.

author img

By

Published : Nov 26, 2019, 8:11 PM IST

fast tag
valsad

1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહેલા ફાસ્ટેગ સિસ્ટમની જાહેરાત બાદ બગવાડા ટોલ નાકા ઉપર કોઈ પણ સામાન્ય વ્યક્તિને ફાસ્ટેગ અંગે જાણકારી આપવા હાઇવે ઓથોઈટી દ્વારા ટોલ પ્લાઝા કચેરીમાં કોઈ વિશેષ વ્યવસ્થા ન કરવામાં આવતા હવે સ્થિતિ એવી બની છે કે, લોકોને પૂરતી વિગત જ નથી કે, ફાસ્ટેગ ક્યાં બનશે. જેથી તેઓ સીધા ટોલ પ્લાઝા કચેરી ઉપર જ ફાસ્ટેગ મેળવવા માટે પહોંચી જાય છે. અહીં તેમને સાંભળવા કે, પૂછવાવાળું કોઈ નથી જેથી અપૂરતી માહિતીને કારણે લોકો અટવાઈ રહ્યાં છે.

બગવાડા ટોલ નાકા પર ફાસ્ટેગ અંગે માહિતી આપવા કોઈ સુવિધા ન રહેતા લોકોને હાલાકી

ટોલ પ્લાઝા ઉપર ખાનગી બેન્કના કર્મચારી ટેબલ લગાવી બેસ્યા હોય અહીં ફાસ્ટેગ મેળવવા માટે લાંબી લાઈનો લાગી છે અને મહત્વની વાત એ છે કે, હાલ ટેગ ખૂટી પડતા ટેગ લેવા આવનારની માત્ર અરજી લેવામાં આવી રહી હોય લોકોની પરેશાની વધી ગઈ છે. લોકો કલાકોથી લાંબી લાઈનોમાં ઉભા રહેવા છતાં તેમનું કામ થતું નથી.

નોંધનીય છે, સરકાર દ્વારા લોકો ટોલ નાકા ઉપર ઉભા રહીં રસીદ ફડાવતા સમય અને ઇંધણ બંનેનો વ્યય થતો હોય ફાસ્ટેગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે એક પ્રિપેડ કાર્ડ હશે, જેનો ટેગ કાર કે વાહનો ઉપર લગાવવાનો રહેશે. આ ટેગમાં ઓછામાં ઓછા 150 રૂપિયાથી શરૂ કરી દોઢ લાખ જેટલી રકમ રાખી શકાશે. ટેગ લગાવ્યા બાદ કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર જેવી ગાડી પહોંચશે કે, ત્યાં મૂકેલું સેન્સર ટેગ સ્કેન કરી તમારા ટેગ એકાઉન્ટમાંથી પૈસા કાપી લેશે અને લોકોએ લાઇનમાં ઉભું નહીં રહેવું પડે.

Intro:આગામી તરીખ 1 ડિસેમ્બર ના રોજ થી નેશનલ હાઇવે ઉપર આવેલ ટોલ નાકા ઉપર સરકાર ફાસ્ટ ટેગ નો અમલ શરૂ કરવા જઈ રહી છે હવે આ ફાસ્ટ ટેગ શુ છે અને એ ક્યાં થી મેળવી શકાય એ બાબતે પારડી નજીક હાઇવે ઉપર આવેલ બગવાડા ટોલ પ્લાઝા ઉપર હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પણ વ્યક્તિ બેસાડવામાં આવ્યો નથી જેના કારણે અહીં આવનાર લોકોને અપુરતી માહિતી ને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે લોકો કલાકો સુધી લાઇન માં ઉભા રહેલા જોવા મળી રહ્યા હતા

Body:1 તારીખ થી શરૂ થવા જઈ રહેલા ફાસ્ટટેગ સિસ્ટમ ની જાહેરાત બાદ બગવાડા ટોલ નાકા ઉપર કોઈ પણ સામાન્ય વ્યક્તિ ને ફાસ્ટ ટેગ અંગે જાણકારી આપવા હાઇવે ઓથોઈટી દ્વારા ટોલ પ્લાઝા કચેરી માં કોઈ વિશેષ વ્યવસ્થા ન કરવામાં આવતા હવે સ્થિતિ એવી બની છે કે લોકોને પૂરતી વિગત જ નથી કે ફાસ્ટ ટેગ ક્યાં બનશે જેથી તેઓ સીધા ટોલ પ્લાઝા કચેરી ઉપર જ ફાસ્ટટેગ મેળવવા માટે પોહચી જાય છે અહીં તેમને સાંભળવા કે પૂછવા વાળું કોઈ નથી જેથી અપૂરતી માહિતી ને કારણે લોકો અટવાઈ રહ્યા છે ટોલ પ્લાઝા ઉપર ખાનગી બેન્ક ના કર્મચારી ટેબલ લગાવી બેસ્યા હોય અહીં ફાસ્ટટેગ મેળવવા માટે લાંબી લાઈનો લાગી છે અને મહત્વ ની વાત એ છે કે હાલ ટેગ ખૂટી પડતા ટેગ લેવા આવનાર ની માત્ર અરજી લેવામાં આવી રહી હોય લોકોની પરેશાની વધી ગઈ છે લોકો કલાકો થી લાંબી લાઈનો માં ઉભા રહેવા છતાં તેમનું કામ થતું નથી

Conclusion:નોંધનીય છે સરકાર દ્વારા લોકો ટોલ નાકા ઉપર ઉભા રહી રસીદ ફડાવતા સમય અને ઇંધણ બંને નો વ્યય થતો હોય ફાસ્ટેગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જે એક પ્રિપેડ કાર્ડ હશે જેનો ટેગ કાર કે વાહનો ઉપર લગાવવા નો રહેશે આ ટેગ માં ઓછા માં ઓછા 150 રૂપિયા થી શરૂ કરી દોઢ લાખ જેટલી રકમ રાખી શકાશે ટેગ લગાવ્યા બાદ કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર જેવી ગાડી પોહચશે કે ત્યાં મૂકેલું સેન્સર ટેગ સ્કેન કરી તમારા ટેગ એકાઉન્ટ માં
થી પૈસા કાપી લેશે અને લોકો એ લાઇન માં ઉભું નહિ રહેવું પડે

મહત્વ નું છે કે ફાસ્ટેગ ખાનગી બેંકો અને ઓનલાઈન માધ્યમ થી આસાની થી કાઢી શકાશે

બાઈટ 1 સુરેશભાઈ (કાર માલિક)

બાઈટ 2 આશિષ ભાઈ (ટેમ્પો ચાલક)

બાઈટ 2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.