ETV Bharat / state

વલસાડમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓ બંને કાંઠે વહી, ઘર તૂટતા એક મહિલાનું મોત, એક શિક્ષક તણાયો - ધરમપુર વિભાગ

વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજા મહેરબાન થયા છે. આથી ફરી પડી રહેલા વરસાદને લઈ વલસાડ જિલ્લાની તમામ લોકમાતાઓ બંને કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં મોડી રાત્રે વધુ વરસાદ હોવાને લઈને પણ આપવામાં આવ્યું હતું. તો ધરમપુર અને કપરાડા જેવા વિસ્તારના અંતરિયાળ ક્ષેત્રમાં આવેલા નીચાણવાળા કોઝ-વે પરથી પાણી ફરી વળતા 27થી વધુ કોઝ-વે બંધ થયા હતા. તેમ જ સતત અવિરત વરસાદ હજી પણ વધી રહ્યો છે

વલસાડમાં ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓ બંને કાંઠે વહી, ઘર તૂટતા એક મહિલાનું મોત, એક શિક્ષક તણાયો

author img

By

Published : Sep 14, 2021, 3:38 PM IST

  • વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો
  • ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં 27થી વધુ નાના કોઝ-વે ઉપરથી નદીના પાણી ફરી વળ્યા
  • નદીના નીચાણવાળા કોઝ-વે પરથી પાણી ફરી વળતા સંપર્ક કપાયા
  • ધરમપુરના ભેંસદરા ખાતે લાવરી નદીમાં એક શિક્ષક તણાયો
  • ધરમપુર નજીક આવેલા દુલસાડ ગામે કાચું ઘર તૂટી પડતા 75 વર્ષના વૃદ્ધનું મોત

વલસાડઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી અનુસાર અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી છે. જોકે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની બંને કાંઠે વહી રહી છે. તેમ જ મધુબન ડેમમાં પણ નવા નીર આવતા સપાટી વધી છે ત્યારે મધુબન ડેમના 6 જેટલા દરવાજા આજે વહેલી સવારથી બે મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં 27થી વધુ નાના કોઝ-વે ઉપરથી નદીના પાણી ફરી વળ્યા

આ પણ વાંચો- ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, 33 ગામડાઓનો સંપર્ક તૂટ્યો

જિલ્લામાં આજે વહેલી સવારથી પડેલા વરસાદમાં સવારે 8થી 10 વાગ્યા દરમિયાન વિવિધ તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો હતો

ઉમરગામ 8 MM

કપરાડા 12 MM

ધરમપુર 3 MM

પારડી 13 MM

વલસાડ 19 MM

વાપી 9 MM

વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો

આ પણ વાંચો- ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ તો પાણી ભરાયા અને મૃત્યુ પણ થયા: ડેમોમાં નવા નીરની આવક

ધરમપુર નજીક ભેસધરા ગામમાં લાવરી નદીમાં શિક્ષક તણાયો

ધરમપુર નજીક આવેલા ભેંસધરા દ્વારા ગામમાં આશ્રમ શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહેલા એક શિક્ષકનો પગ લપસી જતા તેઓ તણાઈ ગયા હતા. મૂળ નવસારી જિલ્લાના વેજલપુર ગામના હિતેશ ટંડેલ નામના શિક્ષક આશ્રમશાળા નજીકથી વહેતી લાવરી નદીમાં નીચાણવાળા બ્રિજમાં કચરો ફસાઈ ગયો હતો. આ કચરાને કાઢવા નીચે ઉતરી લાકડું વેચવા જતા તેમનો પગ લપસી ગયો હતો. આથી તેઓ નદીમાં ધસમસતા નિરમા તણાઈ ગયા હતા. જોકે, તેમને હજી સુધી પત્તો લાગ્યો નથી, જેને લઇને ધરમપુર વિભાગ તેમ જ પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ધરમપુરના ભેંસદરા ખાતે લાવરી નદીમાં એક શિક્ષક તણાયો

દુલસાડ ગામમાં નાઇકી વાડમાં એક કાચું મકાન તૂટી પડતાં 75 વર્ષીય મહિલાનું મોત

જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ખાના-ખરાબી જોવા મળી રહી છે. ત્યારે ધરમપુર નજીકમાં આવેલા દુલસાડ ગામમાં નાઇકી વાડમાં રહેતા 75 વર્ષીય ગજરી નાયકા મોડી રાત્રે ભોજન કરી રહ્યા હતા. તે ભારે વરસાદને કારણે તેમનું કાચું મકાન ધરાશાયી થતા તેઓ દબાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને પગલે તેમનું મોત નિપજ્યું હતું

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક થતા 6 દરવાજા 2 મીટર સુધી ખોલાયા

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં આવેલા મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. મધુબન ડેમમાં પાણીની સપાટી સવારે 10 વાગ્યે 78.02 મીટર ઈન ફ્લો 85919 ક્યુસેક, આઉટ ફ્લો 64419 ક્યુસેક છે. હાલ 6 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે .

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.