વાપીઃ બુધવારે વલસાડ જિલ્લામાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દમણમાં આ જ દિવસે નવા 12 અને દાદરા નગર હવેલીમાં નવા 4 કેસ નોંધાયા છે. સંઘપ્રદેશમાં નવા નોંધાયેલા કુલ 16 કેસની સામે 28 કેસ રિકવર થયા છે. વલસાડમાં 14 રિકવર થયા છે. જો કે, સેલવાસમાં 1 અને વલસાડના 3 દર્દીઓનું સારવાર દરમ્યાન દુઃખદ નિધન પણ થયું છે.
સૌથી પહેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની વાત કરીએ તો, દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં ઘટાડો અને રિકવર દર્દીઓમાં વધારો થયો છે. બુધવારે પણ 4 કોરોના દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 11 દર્દીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે જ હાલમાં 70 દર્દીઓ એક્ટિવ છે. જ્યારે 171ને રજા આપવામાં આવી છે. તો, બુધવારે પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.
સંઘપ્રદેશ દમણની વાત કરીએ તો દમણમાં બુધવારે નવા 12 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 17 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દમણમાં હાલ સારવાર હેઠળ કુલ 101 દર્દીઓ છે. જ્યારે 185 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.
વલસાડમાં બુધવારે 11 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. તો, 14 દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી. બુધવારે નોંધાયેલા નવા દર્દીઓમાં વલસાડના 2, પારડીના 2, વાપીના 7 દર્દીઓનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં કુલ 389 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 180 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 186 દર્દીઓને સરવારમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુ 6 છે.
બુધવારે વધુ 3 કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેમના મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. જ્યારે કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોથી અત્યાર સુધીમાં મૃત્યુ પામનાર દર્દીઓનો સંખ્યા 18 થઈ છે. કોરોનાથી મૃત્યુ પામનારાની કુલ સંખ્યા 7 થઈ છે.
તાલુકા પ્રમાણે કોરોના દર્દીઓની વાત કરીએ તો વલસાડ તાલુકામાં કુલ 99 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયેલા જેમાંથી 55 સારવાર હેઠળ છે 42ને રજા આપવામાં આવી છે. વાપી તાલુકામાં 197 દર્દીઓમાંથી 78 સારવાર હેઠળ છે. 107ને રજા આપવામાં આવી છે. પારડી તાલુકામાં 47માંથી 20 સારવાર હેઠળ અને 21 ડિસ્ચાર્જ, ધરમપુર તાલુકામાં 10માંથી 6 સારવાર હેઠળ 3ને રજા અપાઈ, કપરાડા તાલુકામાં કુલ 12માંથી 09 સારવાર હેઠળ 3ને રજા અપાઈ, ઉમરગામ તાલુકામાં કુલ 24માંથી 12 સારવાર હેઠળ 10ને રજા અપાઈ છે.
જિલ્લામાં કુલ 389 કોરોના પોઝિટિવ અને જિલ્લા બહારના 41 કોરોના પોઝિટિવ દર્દીમાંથી જિલ્લાના કુલ 180 જિલ્લા બહારના 24 દર્દીઓ હાલ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 186 જિલ્લાના દર્દીઓ અને 15 જિલ્લા બહારના દર્દીઓ સાજા થયા છે. કુલ મૃત્યુમાં જિલ્લાના 23 અને 2 બહારના મળી 25 નોંધાયા છે.
જિલ્લામાં હોમ કોરોન્ટાઇનમાં રહેલા દર્દીઓની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં કુલ 390 દર્દીઓમાંથી 249 હોમ કોરોન્ટાઇન, 52 સરકારી ફેસિલિટીમાં કોરોન્ટાઇન, 89 પ્રાઇવેટ ફેસિલિટી કોરોન્ટાઇનમાં છે. પારડીમાં કુલ 190માંથી 190 હોમ કોરોન્ટાઇન ફેસિલિટીમાં છે. વાપીમાં 71માંથી 68 હોમ કોરોન્ટાઇન, 3 પ્રાઇવેટ કોરોન્ટાઇન ફેસિલિટીમાં, ઉમરગામમાં 49, ધરમપુરમાં 54 અને કપરાડામાં 1 દર્દી હોમ કોરોન્ટાઇન મળી કુલ 755 દર્દીઓમાંથી 611 હોમકોરોન્ટાઈન, 52 સરકારી ફેસિલિટીમાં અને 92 પ્રાઇવેટ ફેસિલિટીમાં કોરોન્ટાઇન છે.