ETV Bharat / state

વાપીમાં 75 હેલ્થ વર્કરો માટે ડ્રાય રન ફોર કોવિડ 19 વેક્સિનેશનની મોકડ્રીલ યોજાઈ - વેક્સિનેશનની મોકડ્રીલ

વાપીમાં કન્યાશાળા, ડુંગરા અને કોપરલી ખાતે સરકારી આરોગ્ય કર્મીઓ માટે "ડ્રાય રન ફોર કોવીડ 19" વેક્સિનેશનની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાપીમાં 75 હેલ્થ વર્કરો માટે ડ્રાય રન ફોર કોવીડ 19 વેક્સિનેશનની મોકડ્રીલ યોજાઈ

author img

By

Published : Jan 8, 2021, 9:20 PM IST

  • વાપીમાં 3 સ્થળોએ યોજાઇ ડ્રાય રન ફોર કોવિડ-19 વેક્સિનેશન
  • આરોગ્ય કર્મીઓ માટે વેક્સિનેશન મોકડ્રિલ યોજાઈ
  • 75 આરોગ્ય કર્મીઓનું રજિસ્ટ્રેશન થયું

વાપી : શુક્રવારે વાપી ટાઉનમાં કન્યાશાળા ખાતે, UPHC ડુંગરા ખાતે અને CHC કોપરલી ખાતે 25-25ના તબક્કામાં કુલ 75 આરોગ્યકર્મીઓ માટે "ડ્રાય રન ફોર કોવિડ 19" વેક્સિનેશનની મોકડ્રીલનું આયોજન અને રજિસ્ટ્રેશન કામગીરી કરવામાં આવી હતી.

વાપીમાં 75 હેલ્થ વર્કરો માટે ડ્રાય રન ફોર કોવીડ 19 વેક્સિનેશનની મોકડ્રીલ યોજાઈ

વાપી તાલુકામાં 818 આરોગ્ય કર્મીઓ

આ અંગે વાપી તાલુકા આરોગ્ય અધિકારીએ વિગતો આપી હતી કે, વાપી તાલુકામાં કુલ 818 સરકારી આરોગ્ય કર્મીઓ, 1985 પ્રાઇવેટ આરોગ્ય કર્મીઓ અને 38712 કોમોરબીડ લોકો માટે આગામી દિવસમાં ફેઝ વાઇઝ કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

3 સ્થળો પર વેક્સિનેશન

ત્યારે તે અનુસંધાને શુક્રવારે સવારે 9 વાગ્યાથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હસમુખ પટેલના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર વાલ્મીકિ આવાસ, અર્બન હેલ્થ સેન્ટર ડુંગરા અને કોપરલી પ્રાથમિક આરોગ્ય સેન્ટર ખાતે "ડ્રાય રન ફોર કોવિડ 19" વેક્સિનેશનની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

25-25 ના તબક્કામાં 75 બેનીફિશરી

જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.મૌનિક પટેલ, શહેરી આરોગ્ય અધિકારી ડૉ. સી. પાંડે, આરોગ્ય સુપરવાઈઝર, અને તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય સ્ટાફ 75 બેનીફિશરીનું રજિસ્ટ્રેશન કરી તેમને તબક્કાવાર વેક્સિન મૂકવાનું અને તેના પ્રોગ્રામ વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી.આગામી દિવસોમાં વેક્સિન અપાશે. ઉલ્લેખનીય છે કે, હાલ 25-25 આરોગ્ય કર્મી મળી કુલ 75 આરોગ્ય કર્મીઓને 3 સ્થળો પર કોવિડ-19નું સંપૂર્ણ પાલન કરાવી વેક્સિનેશન મોકડ્રિલ યોજી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.