ETV Bharat / state

ધરમપુરના ગામોમાં મહિલાઓને દોઢ કિ.મી. ચાલીને જવું પડે છે પાણી લેવા

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ તાલુકાઓના ગામોમાં એપ્રિલ માસ પૂર્ણ થતાની સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. આ વર્ષે પણ આ સમસ્યા યથાવત્ રહી છે. ધરમપુર તાલુકાના બોર્ડરના ગામોમાં મે માસ શરૂ થતાં જ ગળી બીલધા, મુરદડ તેમજ વણખાસ જેવા ગામોમાં પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે અને મહિલાઓની હાલત દયનીય બની રહી છે. પીવાનું પાણી લેવા ગામની બહાર કે ફળિયાની બહાર દોઢ કિલોમીટર દૂર આવેલા એક માત્ર કૂવા ઉપર મહિલાઓને જવું પડે છે, તો કૂવાના તળિયા દેખાતા હોય પાણીનું ઝરણું જ્યાં સુધી પાણી ભરાય નહીં ત્યાં સુધી મહિલાઓને કલાકો સુધી કૂવા ઉપર બેસવાની ફરજ પડે છે.

author img

By

Published : May 6, 2021, 12:05 PM IST

ધરમપુરના બોર્ડરના ગામોમાં પીવાના પાણીની સમસ્યાઓનો પ્રારંભ

  • ધરમપુરના બોર્ડરના ગામોમાં પીવાના પાણીની સમસ્યાઓનો પ્રારંભ
  • ગામોની મહિલાઓને દોઢ કિ.મી. ચાલીને કૂવા સુધી જવું પડે છે
  • કૂવો સુકાઈ જતા ઝરણાંમાં એકત્ર થયેલા પાણી લેવા કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડે છે
  • ગયા વર્ષે ટેન્કરો ચાલુ થયા હતા, પરંતુ આ વર્ષે ટેન્કરો શરૂ નથી થયા
  • એપ્રિલ માસ પૂર્ણ થતા જ ધરમપુરના બોર્ડરના ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે

વલસાડ: એપ્રિલની 15 તારીખ પૂર્ણ થયા બાદ ધરમપુરના મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા વિવિધ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. કારણ કે અહીં કૂવાના સ્તર નીચે ઉતરી જતા હોય છે. જેના કારણે ગામમાં આવેલા કૂવાઓના પાણી ખૂબ નીચે ઉતરી જાય છે અને તળીયે બેસી જતા હોય છે. જેથી કરી એકમાત્ર નાનકડું ઝરણું માત્ર એક વાટકી ભરાય એટલા ખાડા સુધીનું પાણીમાંથી મહિલાઓને પાણી ભરવાની ફરજ પડે છે અને એ ખાડો ભરાય ત્યાં સુધી મહિલાઓએ કૂવા ઉપર બેસી રહેવાની ફરજ પડે છે એટલે કે એક બેડું પાણી ભરાય ત્યાં સુધી મહિલાઓએ એક કલાક સુધીનો સમય ઉપર કાઢવો પડે છે. આમ એપ્રિલ 15 તારીખ પૂર્ણ થતાની સાથે જ વિવિધ કૂવાઓના પાણીના સ્તર સુકાઈ જાય છે.

ગામોની મહિલાઓને દોઢ કિ.મી. ચાલીને કૂવા સુધી જવું પડે છે

આ પણ વાંચો: પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ

ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવે છે

ધરમપુર તાલુકાના બોર્ડરના ગામોમાં આવેલા ગળી બિલધા, મુરદડ, વણખાસ જેવા અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવે છે. અનેક જગ્યા ઉપર હેન્ડ પંપ કરવામાં આવ્યા છે, પરંતુ આ તમામ હેન્ડ પંપ ગયા છે. કારણ કે કેટલીક જગ્યાઓ પર જળ સ્તર ખૂબ ઊંડા ઊતરી જતાં અહીં આગળ 300 ફૂટ જેટલા હેન્ડ પંપ ખોદવા છતાં પાણીનું સ્તર લાગતું નથી. જેના કારણે બોર બધા ફેલ જાય છે.

કૂવો સુકાઈ જતા ઝરણાંમાં એકત્ર થયેલા પાણી લેવા કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડે છે

પાણીનો એક સ્ત્રોત માત્ર કૂવો

અહીં પીવાના પાણીનો એક સ્ત્રોત માત્ર કૂવો હોય છે અને એ કૂવા પણ એપ્રિલના 15 તારીખ બાદ પાણીના જળસ્તર નીચે સુધી ઉતરી જતા સુકાઈ જતા હોય છે. જેથી એક જ કૂવા ઉપર તમામ ફળિયાની મહિલાઓ એકત્ર થઈ જતી હોય છે અને વારાફરથી પીવાનું પાણી ભરતી હોય છે. પાણીનું જળ સ્તર ખૂબ ઓછું હોવાથી એક બેડું ભરવા માટે મહિલાઓને અડધો કલાક જેટલો સમય વીતી જતો હોય છે.

ગયા વર્ષે ટેન્કરો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે હજુ પણ થયા નથી

દર વર્ષે પીવાના પાણીની સર્જાતી ગંભીર સમસ્યાઓને પગલે તાલુકા પંચાયતના સહયોગથી વૈકલ્પિક પાણીની વ્યવસ્થા કરવા માટે ટેન્કરો દ્વારા આ ગામોમાં પીવાનું પાણી પહોંચતું કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે એપ્રિલ માસ પૂર્ણ થઈ ગયો અને મે માસ પણ ચાલુ થઇ ગયો છે. તેમ છતાં હજુ સુધી પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ટેન્કરોની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરાઇ નથી. જેના કારણે મહિલાઓને દોઢથી બે કિલોમીટર દૂર માથે ત્રણ-ત્રણ બેડા ઉંચકીને પીવાનું પાણી લેવા જવાની ફરજ પડી રહી છે.

આ પણ વાંચો: પાણી વગર વલખા મારતો બનાસકાંઠાનો સરહદી વિસ્તાર

મહિલાઓને ગંભીર સમસ્યા ઘર કામ કરવું કે પીવાનું પાણી ભરવું

કૂવાના જળ સ્તર નીચે ઉતરી જતાં મહિલાઓને પીવાનું પાણી લેવા માટે કલાકો સુધી કૂવા નજીક બેસી રહેવાની ફરજ પડે છે. અનેક ફળિયાની મહિલાઓ એક જ કૂવા ઉપર ભેગી થતી હોય એટલે વારાફરતી વારો આવતો હોય છે. જેના કારણે મહિલાઓને ક્યારેક-ક્યારેક તો બે કલાક સુધી બેસવું પડે છે. જેના કારણે તેમના ઘરના અન્ય કામો પડતા મૂકવા પડે છે. જો પીવાનું પાણી લેવા જાય તો તેમનું ઘરનું અન્ય કામ રખડી જતું હોય છે, એટલે કે મહિલાઓને મૂંઝવણમાં વધારો થયો છે. પીવાનું પાણી ભરવું કે ઘરકામ કરવું.

સ્થાનિક મહિલાઓમાં ઉઠી માગ

આમ, ધરમપુર તાલુકાના બોર્ડરના અનેક ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા શરૂ થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કોરોનાની મહામારીને કારણે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થવાથી મહિલાઓની સ્થિતિ દયનીય બની છે ત્યારે તેઓના માટે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ સ્થાનિક મહિલાઓમાં ઉઠી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.