વલસાડઃ જિલ્લામાં 7 વર્ષીય બાળકીને કોમન ક્રેટ (ઝેરી સાપ) કરડવાથી તેનો જીવ જોખમમાં (girl who was bitten by snake ) મુકાયો હતો. પરિવારજનો આ બાળકીને આ સ્થિતિમાં જોતા ચિંતામાં મૂકાયા હતા. તેવામાં ડો. ધીરુભાઈએ આ બાળકીની સારવાર શરૂ કરી હતી સતત 36 દિવસની અથાગ સારવાર બાદ દીકરીને નવ જીવન (Doctor saves Girl in Valsad) મળ્યું છે. એટલું જ નહીં, પરિવારજનો આ સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હોવાથી હોસ્પિટલે તમામ ખર્ચ માફ કરી (The doctor waived the treatment bill) દીધો હતો. જોકે, બાળકીને સારવાર દરમિયાન 50 કલાક સુધી વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો- જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં વર્ષ દરમિયાન નોંધાય છે 200થી વધુ સર્પદંશની ઘટના
તામછડી ગામના ગરીબ પરિવારની દીકરીને રાત્રે સાપ કરડ્યો
11 નવેમ્બરે ધરમપુરના અંતરિયાળ ગામ તામછડીમાં રહેતી રિયા જયેશભાઈ વળવી પોતાના પરિવાર સાથે રાત્રે ઉંઘી રહી હતી. સવારે જ્યારે તે ઉઠી ત્યારે તેની હાલત લથડી હતી. વોમિટ અને આંખો બંધ થતી હોવાથી તાત્કાલિક પરિવાર આ બાળકીને પ્રથમ ધરમપુર સિવિલમાં લઈ (Treatment of the girl child at Dharampur Civil Hospital) ગયો હતો, જ્યાં તબીબે તેને સર્પદંશ (The girl from Valsad became the victim of snake bite) થયો હોવાનું જણાવતા વધુ સારવાર અર્થે તેને ડો. ડી. સી પટેલની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
સારવારના ત્રીજા દિવસે સાપના ઝેરની અસર જોવા મળી
અહીં લાવ્યા બાદ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, એન્ટી વેનમ ઈન્જકશનની એલર્જીમાંથી બાળકીને બહાર કાઢવામાં આવી હતી. તો બીજી તરફ ત્રીજા દિવસે બાળકીની હાલત વધુ લથડી પડતા તેને વેન્ટિલેટર ઉપર મૂકવાની ફરજ પડી હતી. ભોજન માટે પણ તેને નળી દ્વારા ભોજન આપવું પડતું હતું. બીજી તરફ બાળકીનો પરિવાર ગરીબ હોવાથી સમયસર તેમને ભોજન મળે તે માટે ડોક્ટરે જ તેમની ભોજન વ્યવસ્થા કરી હતી.
બાળકી 50.30 કલાક વેન્ટિલેટર ઉપર હતી
બાળકી ખૂબ સંવેદનશીલ કહી શકાય એવી સ્થિતિમાંથી હોવાથી તેને 50 કલાક વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જોકે, ડોક્ટરે બાળકીનો જીવ બચાવી ((Doctor saves Girl in Valsad)) લીધો છે. આજે ૩૬ દિવસ બાદ તેને પોતાના ઘરે જવા માટે રજા આપવામાં આવી હતી.
36 દિવસની સારવારના ખર્ચનું બિલ પણ ડોક્ટરે આર્થિક સ્થિતિ જોઈ માફ કર્યું
36 દિવસની સર્પદંશની સારવાર (The girl from Valsad became the victim of snake bite) માટેનો ખર્ચ રિયાના પરિજનો ઉઠાવી શકે એમ નથી. એટલે ડોક્ટરે તેમની આર્થિક સ્થિતિ જોઈને સારવારનું બિલ માફ (The doctor waived the treatment bill) કર્યું હતું. આમ, પરિવાર માટે ઈશ્વર બાદ જો કોઈ જીવ બચાવી (Doctor saves Girl in Valsad) શકે એમ હોય તો તે ડોકટર હોવાની યુક્તિ ડો. ડીસી પટેલે પોતાનો તબીબ ધર્મ બજાવી બીજા સમક્ષ પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો- સર્પદંશ અને ભારતમાં મરણ
દર્દીઓની સારવાર રાહત દરે કરવા ડોક્ટરની જાહેરાત
ડો. ડી. સી. પટેલે જાહેરાત પણ કરી છે કે, મોટા ભાગે ખેડૂત અને આદિવાસી લોકો જેઓ ખેતરમાં કામ કરતા હોય એવા લોકો જ સર્પદંશનો ભોગ (The girl from Valsad became the victim of snake bite) બનતા હોય છે. તેઓ મોંઘી દવાઓ અને ઈન્જેક્શન્સનો ખર્ચ ઉપાડી શકતા નથી. આથી તેમની હોસ્પિટલમાં આવતા દર્દીઓની રાહત દરે સારવાર કરવામાં આવશે.