- વાપી ખાતે આવેલા હયાત રેલવે ઓવરબ્રિજના સ્થાને 14,420 લાખના ખર્ચે ચારમાર્ગીય ઓવરબ્રિજ બનશે
- ઉમરગામ તાલુકામાં રેલવે ક્રોસિંગ નંબર 74 7,570 લાખના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનશે
- ઉદવાડા રેલવે ક્રોસિંગ નંબર 87 તેમ જ વલસાડ ખાતે હયાત રેલવે ઓવરબ્રિજના સ્થાને નવો બ્રિજ બનશે
- વાપી પાલિકાના ઓડિટોરિયમનું મુખ્યપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત
વાપીઃ CM Bhupendra Patel આજે દિવાળીની ભેટ સ્વરૂપે વલસાડ અને વાપીવાસીઓને મળેલા વિકાસના કામોની વિગત ઉપર નજર કરીને તો વાપી નગરપાલિકા દ્વારા નિર્મિત થનારા 945.81 લાખના ખર્ચના ઓડિટોરિયમના ખાતમુહૂર્ત સહિત મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના 210 લાખ અને પ્રધાનમંત્રી આવાસ યોજના સતરસો પચાસ લાખના કામોનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. ભાભીનગર સહિત આસપાસના 25 ગામોને લાભાન્વિત કરતી રૂપિયા 11,642.35 લાખની પાણી પુરવઠા વિભાગની વાપી જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં બનનારા હાઇવે ઉપરના રેલવે ઓવરબ્રિજનું (Overbridges) પણ એ ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મસમોટા ખર્ચે બનશે ઓવરબ્રિજો
વાપી ખાતે આવેલા હયાત રેલવે ઓવરબ્રિજના સ્થાને 14,420 લાખના ખર્ચે નવા નિર્માણ થનારા ચારમાર્ગીય ઓવરબ્રિજ, ઉમરગામ તાલુકામાં આવેલા રેલવે ક્રોસિંગ નંબર 74 7,570 લાખના ખર્ચે નિર્માણ પામનારા ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું, ઉદવાડા પાસે આવેલા રેલવે ક્રોસિંગ નંબર 87 પાસે રૂપિયા 2 લાખ 880 લાખના ખર્ચે નિર્માણ પામનારા રેલવે ઓવરબ્રિજનું, વલસાડ જિલ્લાના મુખ્યમથક વલસાડ ખાતે હયાત રેલવે ઓવરબ્રિજના સ્થાને રૂ 19,417 લાખના ખર્ચે નિર્માણ પામનારા નવા ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું ખાતમુરત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના 2022 સુધી હર ઘર મેં નલ સે જળનો નિર્ધાર ગુજરાત પૂર્ણ કરી દેશેઃ ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે ( CM Bhupendra Patel ) આજે વાપીમાં જણાવ્યું કે વાપીના લાભાર્થી નાગરિકોને ઘરનું ઘર મળી રહ્યું છે ત્યારે તેમનું ઘર છે. ત્યાં સુધી જવાના રસ્તા પણ મળી રહ્યા છે, એટલું જ નહીં ઘરમાં બેઠાબેઠા વીજળી પાણી અને ટોયલેટ જેવી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ રહી છે. ગામેગામ અને છેવાડાના માનવી સુધી જીવન જરૂરિયાત સુધીની સુવિધાઓ પહોંચાડવાનુંં સપનું છે અને એ પૂરું કરવા આ સરકાર ક્યારેય પાછી પાની કરશે નહીં. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું ગુજરાત સરકાર વડાપ્રધાનના નિર્ધારને 2022 સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવા માટે અગ્રેસર છે. તેમણે પ્રદેશના લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પણ હાકલ કરી હતી તેમ જ ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને મદદરૂપ થવા સદા તત્પર રહેશે તેમ પણ જણાવ્યું હતું.
ગુજરાત સરકારનો સંવેદનાપૂર્ણ અભિગમ છેઃ નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ
નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇએ ( FM Kanu Desai ) જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ ગરીબી ખૂબ નજીકથી જોઇ છે. સામાન્ય માનવીની જરૂરિયાતને તેઓ સમજે છે. ઉજ્જ્વલા યોજના સ્વચ્છતા અભિયાન વગેરે તેમની સામાન્ય પ્રત્યેની સંવેદનાની આપણને પ્રતીતિ કરાવે છે. રાજ્ય સરકાર પણ એ જ સંવેદનાપૂર્ણ અભિગમથી જન સેવા કરવા માટે પ્રતિબદ્ધ બની જાય અને થઈ રહેલા વિકાસના કાર્યો તેની પ્રતીતિ કરાવે છે.
આજના આ કાર્યક્રમ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદી ( Roads and Buildings Minister Purnesh Modi ) આરોગ્ય અને પરિવારપ્રધાન ઋષિકેશ પટેલ ( Health Minister Rishikesh Patel ) નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ મંત્રાલયના પ્રધાન કનુભાઇ દેસાઇ સહિત વલસાડ જિલ્લાના ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો તેમજ વાપી નગરપાલિકાના પ્રમુખ સભ્યોએ હાજરી આપી હતી
આ પણ વાંચોઃ Vibrant Summit 2022 માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા સીએમ ભૂપેન્દ્ર પટેલે જર્મન એમ્બેસેડરને નિમંત્રણ પાઠવ્યું
આ પણ વાંચોઃ વાપીમાં PM સ્વનિધિ લોન યોજના અંતર્ગત 650 સ્ટ્રીટ વેન્ડરને 65 લાખ રૂપિયાની લોન સહાય અપાઈ