ETV Bharat / state

ધરમપુર નજીક ગુજરાતની બોર્ડર પર 4 ગામોમાં 70 જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાયું

author img

By

Published : May 20, 2020, 9:01 PM IST

ધરમપુર તાલુકાના ગુજરાતની બોર્ડર ઉપર આવેલ 4 જેટલા ગામોમાં 70 જેટલા અતિ જરૂરિયાત મંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં છેલ્લા ત્રણ માસથી લોકોના ઘરમાં મસાલા તેલ ન હોવાથી સ્થાનિકોને ભોજન બનાવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. ત્યારે જરૂરિયાત મંદ લોકોને 4 ગામોમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

border of Gujarat near Dharampur
ધરમપુર નજીક ગુજરાતની બોર્ડર પરના 4 ગામોમાં 70 જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ

વલસાડઃ જિલ્લાના ધરમપુર તાલુકાના સાત વાંકડ, ગુંડિયા, ખપાટિયા અને ચૌરા સહિતના ગામોમાં આજે બુધવારે 70 અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મંદ લોકોને લોકડાઉનના સમયમાં અનાજ આપીને પગભર કરવા માટે મુંબઈના એક મહિલા દ્વારા મદદ આપવામાં આવી છે.

મુંબઇમાં રહેતા બ્રહ્મશત્રિય જ્ઞાતિ ગૌરવ બીજલ બેન જગડ, ઘાટકોપર, વિશાલભાઈ ગડા, રૂપલ કામદાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને સંયોજક નીલમભાઇ પટેલ ગ્રામશિલ્પીના માધ્યમથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પરીવાર દીઠ ચાર કિલો ઘઉં, 2 લીટર તેલ, દોઢ કિલો મસૂર દાળ, પાંચ કિલો ચોખા, સાકાર 3 કિલો, ચણાની દાળ 2 કિલો, 3 કિલો મગ, 1 કિલો ડુંગળી, બટેટા એમ અનાજ આપવામાં આવ્યું હતું. અંતરિયાળ ગામોમાં જઈ વિતરણ કરી હતી. જેમાં લોકમંગલ ચેરીટેબલ ટ્રસ્ટના નીલમ પટેલે કીટ અંતરિયાળ ગામોમાં જઈ વિતરણ કરી હતી

મહત્વનું છે કે, લોકડાઉનના સમયમાં જ્યાં લોકો બેરોજગાર બન્યા છે. શહેરોમાં આવી શકતા નથી, બેન્કમાંથી પૈસા ઉપાડી શકતા નથી એવા સમયમાં ઘરમાં તેલ મસાલા ખૂટી પડતા છેવડાના ગામોની સ્થિતિ ખૂબ જ દયનિય બની હતી. તેઓને માટે વિતરણ કરવામાં આવેલી કીટએ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.