ETV Bharat / state

વલસાડમાં પોલીસકર્મીઓ તથા આરોગ્‍ય કર્મચારીઓ તંદુરસ્તી માટે ઉકાળાનું વિતરણ - Abdate of Valsad Corona

વલસાડ જિલ્લામાં લોકોની રોગપ્રતિકારક શક્‍તિ વધારી જિલ્લાને કોરોના વાઇરસથી મુક્ત કરી શકાય. તે માટે ધરમપુર ખાતે આયુર્વેદ વિભાગ દ્વારા સરકારી દવાખાનામાં કોરોના વોરિયર્સ અને પોલિસકર્મીઓ તથા આરોગ્‍ય વિભાગના કર્મચારીઓને ઉકાળા વિતરણનો લાભ આપવામાં આવ્‍યો હતો.

વલસાડમાં કોરોના વોરિયર્સ પોલિસકર્મીઓ તથા આરોગ્‍ય કર્મચારીઓને ઉકાળા વિતરણ કરવામાં આવ્‍યું

author img

By

Published : May 23, 2020, 6:31 PM IST

વલસાડઃ જિલ્લામાં પણ વિવિધ આયુર્વેદિક સરકારી દવાખાના દ્વારા જાહેર જનતા માટે વિનામૂલ્ય ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યા છે. જેના દ્વારા વલસાડના લોકોની રોગપ્રતિકારક શક્‍તિ વધારી જિલ્લાને કોરોના વાઇરસથી મુક્ત કરી શકાય.

કોરોના વોરિયર્સ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે રાત દિન કામ કરી રહ્યા છે, ત્‍યારે તેઓ પોતે પણ નિરોગી અને ખડતલ રહે તે જરૂરી છે. આ વિચાર સાથે વલસાડના ધરમપુર ખાતે આયુર્વેદ વિભાગ દ્વારા સરકારી દવાખાનામાં કોરોના વોરિયર્સ અને આપણા હિરોઝ એવા પોલિસકર્મીઓ તથા આરોગ્‍ય વિભાગના કર્મચારીઓને ઉકાળા વિતરણનો લાભ આપવામાં આવ્‍યો હતો.

દુનિયાભરના વૈજ્ઞાનિકો અને તજજ્ઞો કોરોના વાઇરસથી બચવા માટે દવા તથા રસીઓની ખોજમાં લાગ્‍યા છે, ત્‍યારે જ્‍યાં સુધી કોઇ દવા ન શોધવામાં આવે ત્‍યાં સુધી આપણી રોગ પ્રતિકારક શકિ્ત વધારી રોગોથી બચી શકાય તે જ એક વિકલ્‍પ રહ્યો છે.

વલસાડમાં કોરોના વોરિયર્સ પોલિસકર્મીઓ તથા આરોગ્‍ય કર્મચારીઓને ઉકાળા વિતરણ કરવામાં આવ્‍યું
વલસાડમાં કોરોના વોરિયર્સ પોલિસકર્મીઓ તથા આરોગ્‍ય કર્મચારીઓને ઉકાળા વિતરણ કરવામાં આવ્‍યું

આવા સમયે હોમિયોપેથીક દવા તથા આરોગ્‍યવર્ધક ઉકાળાના મહત્ત્વ અંગે જાગૃતતા મેળવી આયુર્વેદ તરફ દુનિયાએ પ્રયાણ કર્યું છે. ભારતીય આરોગ્‍ય વિભાગ દ્વારા પણ આરોગ્‍યવર્ધક ઉકાળાને દૈનિક રીતે ગ્રહણ કરવા અંગે સૂચનો આપવામાં આવ્‍યા છે.

કોરોના વાઇરસથી બચવા માટે સૌ પ્રથમ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ અથવા ઈમ્‍યુનિટી મહત્ત્વનો ભાગ ભજવે છે. જો રોગ પ્રતિકારક શકિત સારી હોય તો ગમે એવા રોગો સામે પણ આપણું શરીર આપણને બચાવી લે છે.

લોકડાઉનના સમયમાં જાહેર જનતાને કોરોના વાઇરસના સંક્રમણનો ભોગ બનતા અટકાવવા તથા સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિયમોનું કડક પાલન કરવા સમગ્ર રાજયના પોલીસકર્મીઓ ખડેપગ તૈનાત છે. ફ્રન્‍ટલાઇનર હિરો તરીકે પોલીસકર્મીઓ તથા આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ સતત કાર્યરત છે.

લોકડાઉનમાં ઘણા લોકોને પોતાના વ્‍યસ્‍ત જીવનમાંથી બ્રેક લઇ પરિવાર સાથે સમય પસાર કરવાનો સારો મોકો મળ્‍યો છે. પરંતુ આ કોરોના વોરિયર્સ જાહેર જનતાની ચિંતા કરી પોતાના પરિવાર-નાના ભુલકાંઓથી દુર રહી દેશની સેવામાં સતત કાર્યશીલ રહ્યા છે.

આ કોરોના વોરિયર્સ પોતાના સ્‍વાસ્‍થ્‍ય માટે સજાગ રહે તે પણ ખુબ જરૂરી છે. ત્યારે વલસાડ જિલ્લામાં ધરમપુર આરોગ્ય વિભાગના કર્મચારી અને પોલીસ કર્મચારીને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.