વલસાડઃ આગામી દિવસમાં આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. એમાં પણ ભાજપ દ્વારા નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ વલસાડ જિલ્લા કોંગ્રેસના પીઢ નેતા ગૌરાંગ પંડ્યા દ્વારા ટ્વીટ કરાયું હતું જેથી રાજકારણ વધુ ગરમાયું હતું. જેથી કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ હોવાનું સપાટી પર આવ્યું હતું.
નોંધનીય છે કે, એક તરફ જીતુભાઇ ચૌધરીનો સંપર્ક થઈ શક્યો નથી. બીજી તરફ કપરાડા ભાજપ છાવણીમાં પણ ગણગણાટ શરૂ થયો છે. મહત્વનું છે કે, કપરાડા ભાજપમાં હજી સુધી પ્રમુખ પદ અને અન્ય હોદ્દાઓ માટે પણ ભાજપ દ્વારા નામ નક્કી કરવાના બાકી છે. ત્યારે પદ મેળવવા કોંગ્રેસમાંથી વધુ એક નેતા ભાજપમાં આવે તો નવાઈ નહીં.