ETV Bharat / state

Diksha Ceremony in Vapi: વાપી જીઆઈડીસીમાં સર્જાયું અનોખું દ્રશ્ય, જૈનસમાજ હિલોળે ચડ્યો - Diksha Ceremony in Vapi

વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ આદિનાથ જૈન સંઘ(Adinath Jain Sangh), અશોકવાટિકમાં 11 વર્ષ અને 13 વર્ષની બાળાઓ સહિત ત્રણ સાધ્વીજી ભગવંતોની વડી દીક્ષાનો સંકલ્પ પ્રસંગ ઉજવાયો હતો. વાપીમાં નાની ઉંમરે દીક્ષા લેવાનો આ પ્રથમ પ્રસંગ હોય જૈન સમાજના(Vapi Jain Samaj) લોકોએ ત્રણેય સાધ્વીઓને મંગળ શુભેચ્છા પાઠવી હતી.

Diksha Ceremony in Vapi: વાપી જીઆઈડીસીમાં સર્જાયું અનોખું દ્રશ્ય, જૈનસમાજ હિલોળે ચડ્યો

author img

By

Published : Apr 21, 2022, 10:20 PM IST

વલસાડ: વાપી GIDC ગુંજન સ્થિત આદિનાથ જૈન સંઘમાં(Adinath Jain Sangh) રાજરક્ષિતવિજયજી, નયરક્ષિતવિજયજી, દેવ રત્ન વિજયજી સાધુ સાધ્વીજીની નિશ્રામાં 21મી એપ્રિલ ગુરુવારે સવારે દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજીના સાધ્વીજી ગ્રુપમાં નૂતન દીક્ષિત સાધ્વી દેવાંશી રેખા, સાધ્વી વિરાંશી રેખા, સાધ્વી આજ્ઞાંશી રેખા એમ ત્રણ સાધ્વીજીનો વડી દીક્ષા પ્રસંગ અશોકવાટિકા GIDC વાપીમાં(Ashokavatika GIDC Vapi) યોજવામાં આવ્યો હતો.

આજથી તમામ ભૌતિક સુખ સુવિધાનો ત્યાગ કરી સંયમના માર્ગ પર ચાલશે.

આ પણ વાંચો: ડાંગમાં વૈદિક દીક્ષા શુદ્ધિકરણ કાર્યક્રમ યોજાયો, જિલ્લાના 12 પરિવારોની હિંદૂ ધર્મમાં ઘરવાપસી

આજના સમયમાં દીક્ષા એ માત્ર ત્યાગ નહીં પણ મહાત્યાગ છે - આ અનેરા પ્રસંગમાં વાપી અને આસપાસના વિસ્તારોમાં વસતા જૈન સમાજના(Vapi Jain Samaj) અગ્રણીઓ, મહિલાઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું હતું કે આજના સમયમાં કોઈ યુવક કે યુવતી જૈન દીક્ષા લે છે તે માત્ર ત્યાગ નહીં પણ મહાત્યાગ છે. પરાક્રમ નહીં પણ મહાપરાક્રમ છે. આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ અસામાન્ય ઘટના છે. કેમ કે, જેના વગર આજના યુવાનોને એક સેકન્ડ પણ ચાલતું નથી એવી સેંકડો ચીજવસ્તુઓ જેવી કે મોબાઈલ, બ્રાન્ડેડ ચીજવસ્તુઓ, હોટલ, મોટેલ, બાઇક, કાર, સેલિબ્રેશન, સેલિબ્રિટી, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ જેવી ભૌતિક, મનોરંજક વસ્તુઓનો જીવનભર ત્યાગ કરવો એ એક બહુ મોટી વાત છે. નાની ઉંમરના સાધ્વીજીઓ પાંચ મહાવ્રતને ગ્રહણ કરશે ત્યારે સકળસંઘ અક્ષત ના વધામણા કરીને મંગલ શુભેચ્છા પાઠવે છે.

અશોકવાટિકમાં 11 વર્ષ અને 13 વર્ષની બાળાઓ સહિત ત્રણ સાધ્વીજી ભગવંતોની વડી દીક્ષાનો સંકલ્પ પ્રસંગ ઉજવાયો હતો.

આ પણ વાંચો: જામનગરની સ્નેહા અને સલોનીએ લીધી દીક્ષા

11 વર્ષની અને 13 વર્ષની વયે બાળકીઓએ ગ્રહણ કરી દીક્ષા - આ પ્રસંગે આદિનાથ જૈન સંઘના પ્રમુખ કિરીટ દોષીએ જણાવ્યું હતું કે, જૈન ધર્મમાં દીક્ષા અને વડી દિક્ષાનું મહત્વ(Importance of Vadi Diksha) છે. જેમાં સૌપ્રથમ દીક્ષા એટલે તે દિવસે સાધુ સાધ્વીનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે. જે બાદ વડી દીક્ષા એટલે તે દિવસથી તેમના રજિસ્ટ્રેશન કરી સહી સિક્કા કરી ભગવાન મહાવીરના સિદ્ધાંત(Principles of Lord Mahavira) મુજબ ચાલવાનું હોય છે. ગુરુવારે 21મી એપ્રિલે વડી દિક્ષાનો પ્રસંગ હતો. જેમાં વાપીમાં સૌ પ્રથમ વખત નાની ઉંમરે એટલે કે માત્ર 11 વર્ષની વયે બાળકીએ દીક્ષા ગ્રહણ કરી હતી. એ ઉપરાંત અન્ય એક બાળકીએ 13 વર્ષની વયે અને એક મહિલાએ 41 વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી છે. જેઓ આજથી તમામ ભૌતિક સુખ સુવિધાનો ત્યાગ કરી સંયમના માર્ગ પર ચાલશે. અને જૈન શાસનનો પ્રચાર(Propaganda of Jain Samaj) કરશે.

આજના સમયમાં કોઈ યુવક કે યુવતી જૈન દીક્ષા લે છે તે માત્ર ત્યાગ નહીં પણ મહાત્યાગ છે. પરાક્રમ નહીં પણ મહાપરાક્રમ છે.

નાની વયે પ્રથમ દીક્ષા ગ્રહણ - ઉલ્લેખનીય છે કે, જૈન સમાજમાં આગાઉ પણ 5 વર્ષ, 6 વર્ષ, અને 7 વર્ષની બાળાઓએ દીક્ષા ગ્રહણ કરી છે. પરંતુ વાપીમાં નાની વયે પ્રથમ દીક્ષા ગ્રહણનો પ્રસંગ હોય, વડીદીક્ષાનો સંકલ્પ લેનાર 11 વર્ષના સાધ્વી વિરાંશી રેખા, 13 વર્ષના સાધ્વી આજ્ઞાંશી રેખા અને 41 વર્ષના સાધ્વી દેવાંશી રેખા એમ ત્રણેય સાધ્વીજીના વડી દીક્ષા પ્રસંગે ઉપસ્થિત તમામ જૈન સમાજના લોકોએ ત્રણેય સાધ્વીજીઓને મંગળ શુભકામના પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.