ETV Bharat / state

Dholak Market in Valsad : ડીજેના ઘોઘાટ વચ્ચે ઢોલકનું અસ્તિત્વ આજે પણ ટકાવી રાખતા કારીગરો, જરુર છે યુવાનોના રસની - ઢોલકવાદન

હાલમાં ગણેશોત્સવ દરમિયાન ઢોલકની બોલબાલા દેખાઈ રહી છે તેવામાં નવરાત્રિની તૈયારીઓમાં પણ ઢોલકવાદન જાણનારા લોકોની પૂછપરછ વધી રહી છે. ડીજેના જમાનામાં પણ ઢોલક અને તબલાંનો ટ્રેન્ડ ધીમો પડી રહ્યો હોવા છતાં ગ્રામ્યકક્ષાએ ભારતીય સંગીત વાદ્યોમાં આજે પણ માગ ધરાવે છે.

Dholak Market in Valsad : ડીજેના ઘોઘાટ વચ્ચે ઢોલકનું અસ્તિત્વ આજે પણ ટકાવી રાખતા કારીગરો, જરુર છે યુવાનોના રસની

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 3:33 PM IST

ઢોલક અને તબલાંનો ટ્રેન્ડ ધીમો પડી રહ્યો છે

વલસાડ : સંગીત અને વાદ્યનું એક અનેરું મહત્વ છે. સામવેદ એ સંગીતનો મૂળ પાયો છે. ત્યારે આરાધના, પ્રાર્થના કે ભજન ગરબા ઇત્યાદિ ધાર્મિક પ્રક્રિયામાં ઢોલક પરંપરાગત રીતે આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. અગાઉ મૃદંગ કે ઢોલ તરીકે ઓળખવામાં આવતું વાદ્ય આજે માત્ર ધાર્મિક ગતિવિધિ પૂરતું જ સીમિત બની ગયું છે. ઢોલકનું મહત્વ આજે પણ બરકરાર રહ્યું છે પણ ઢોલક શીખવા માટે કોઈ યુવા વર્ગ આગળ નથી આવતો છતાં ગ્રામીણ કક્ષાએ આજે પણ ઢોલક અને તબલાંનો ટ્રેન્ડ સચવાયેલો છે.

ડીજેના ઘોઘાટમાં ઢોલકનો તાલ : વર્તમાન સમયમાં ભલે ડીજેની બોલબાલા હોય પરંતુ જ્યાં ધાર્મિક ગતિવિધિની કામગીરી આવતી હોય એવામાં માત્ર ઢોલક જેવા વાદ્યનો ઉપયોગ થાય છે. એમાં પણ ભોજન હોય કે કીર્તન હોય તેવા સમયે ઢોલકના તાલે ભોજનમંડળીઓ પોતાના ભજનો કરતી હોય છે. ગ્રામીણ કક્ષાએ આજે પણ ભજનો શરૂ થતા પહેલાં ઢોલકને તિલક કરીને પૂજન કરવામાં આવે છે એટલે કે તેનું મહત્વ હજી પણ જળવાયેલું છે.

શ્રાવણ માસ અને ગણપતિ મહોત્સવ વખતે સમારકામ : ધરમપુર તાલુકાના ઊંડાણના ગામોમાં અનેક જગ્યાઓ પર સ્થાપિત કરવામાં આવેલા ગણેશજીની આરાધના કરવા માટે ભજન મંડળો દ્વારા ટેપ રેકોર્ડ હોય કે ડીજે હોય. પરંતુ આરતી અને ભજનો કરવા માટે ઢોલક જેવા વાદ્યનો ઉપયોગ પરંપરાગત રીતે કરવામાં આવે છે. આજે પણ ગણપતિ મહોત્સવ હોય એવા સમયે અનેક લોકો ધરમપુર બજારમાં ઢોલકના તૂટી ગયેલા પડદા હોય કે તેની દોરી હોય કે નવા ઢોલક હોય તેની ખરીદી કરવા માટે આવતા હોય છે. 3000 રૂપિયાથી ઢોલકની કિંમત શરુ થતી હોય છે. ધરમપુર બજારમાં ઢોલક અને તબલાના સમારકામ કરતા નિમેષભાઈએ રસપ્રદ માહિતી આપી હતી.

ભજન મંડળોમાં તબલા અને ઢોલકની બોલબાલા હોય છે એના વિના ભજન લલકારવા અશક્ય છે. મારી પાસે શ્રાવણ માસ શરૂ થતાંની સાથે જ અનેક ગામથી ભજન મંડળો દ્વારા પોતાના ઢોલકોના સમારકામ માટે લોકો અહીં આવે છે. એટલું જ નહીં, શ્રાવણમાં ગણપતિ મહોત્સવ અને નવરાત્રીના સમયમાં મારી દુકાનમાં અનેક લોકો પોતાના ઢોલકના સમારકામ માટે આવતા હોય છે. હાલમાં ભલે ડીજેનો ટ્રેન્ડ હોય પરંતુ પરંપરાગત ઢોલ આજે પણ લોકો ઉપયોગમાં લે છે. નિમેષભાઈ (ઢોલક દુકાનદાર)

ઢોલકની ઉપેક્ષા : હાલમાં વર્ચ્યુઅલ દુનિયા હોવાને લઈને યુવાનોમાં સોશિયલ મીડિયા તેમજ ડીજેનો ટ્રેન્ડ આવ્યો છે જેને લઈને ડીજે શીખવા માટે તો અનેક યુવાનો આંખ બંધ કરીને દોડી જતા હોય છે. પરંતુ પરંપરાગત વાદ્યો જેવા કે ઢોલક શીખવા માટે યુવા વર્ગ આગળ આવતો નથી. જોકે એવા જૂજ લોકો હવે રહ્યાં છે જે ઢોલક ખૂબ સારી રીતે વગાડી શકે છે. તેમની પાસેથી જો આ કળા યુવાનો નહીં શીખે તો આ કળા જાણતી પેઢી ચાલ્યાં ગયાં બાદ આ કળા પણ ધીરે ધીરે લુપ્ત થઈ શકે એમ છે.

સમારકામની ચીજવસ્તુઓમાં ભાવ વધારો : હાલમાં દરેક ચીજવસ્તુઓમાં ભાવ વધારો છે. ત્યારે ઢોલકના સમારકામ માટે ઉપયોગમાં આવતા બંને તરફના પડદામાં પણ ભાવ વધારો નોંધાયો છે. એટલે કે 50 થી 60 રૂપિયા જેટલો ગત વર્ષો કરતા ભાવમાં વધારો થયો છે. છતાં ભાવ વધારાને પણ બાદ કરતાં અનેક લોકો ધાર્મિક કાર્યક્રમમાં ઉપયોગમાં આવતા ઢોલકનું સમારકામ કરાવવા માટે આવી રહ્યાં છે.

ઢોલકમાં પણ મુખ્ય ત્રણ પ્રકાર હોય છે : એક ઢોલક મૃદંગ અને નાલ જોકે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું હોય છે. નાલનો ઉપયોગ મહારાષ્ટ્રની બોર્ડરના ગામોમાં લાવણી નૃત્ય માટે કે મહારાષ્ટ્રીયન ભજનો માટે કરવામાં આવતો હોય છે. જ્યારે ગુજરાતના મોટાભાગના ગામોમાં ઢોલકનો ઉપયોગ થાય છે. આમ હાલ ભલે વર્તમાન સમયમાં ડીજેની બોલબાલા છે પરંતુ ઢોલકે પોતાનું હજુ અસ્તિત્વ જાળવી રાખ્યું છે.

  1. નવરાત્રીમાં પરંપરાગત ઢોલક, હાર્મોનિયમ સાથે હવે સંગીતની સુગંધ વિસરાઈ
  2. જૂનાગઢની લીલી પરિક્રમા રાજસ્થાનથી ઢોલક વેચવા આવેલા વેપારીઓ માટે મોંઘી સાબિત થઈ, આવકમાં થયો ધરખમ ઘટાડો
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઢોલ વગાડવાની મજા, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.