ETV Bharat / state

ધરમપુર પ્રાંત અધિકારીની કાર્યવાહી, વગર બિલે લઈ જવાતા અનાજના જથ્થા ભરેલો ટેમ્પો અને માટી ભરેલો ટ્રક કબ્જે કર્યો - વગર બિલ

ધરમપુર પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા અને મામલતદારે મળેલી પૂર્વ બાતમીને આધારે ધરમપુર વલસાડ રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ધરમપુરથી વલસાડ તરફ આવી રહેલી એક માટી ભરેલો ટ્રક અને ઘઉં અને ડાંગરના જથ્થા ભરેલો ટેમ્પો અટકાવી તેમની પાસે જરૂરી કાગળો માગતા બંને વાહનોના ચાલકો કાગળ રજૂ કરી શક્યા નહતા. જેને પગલે આ બંને વાહનો પ્રાંત અધિકારીએ કબ્જે લઇ બંને વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.

Dharampur news
Dharampur news
author img

By

Published : Nov 26, 2020, 7:40 PM IST

  • પ્રાંત અધિકારીએ બિલ વગર ઘઉં અને ડાંગર ભરેલો ટ્રક ઝડપી પાડ્યો
  • 51,300ની કિંમતના ઘઉં અને 10,200ની કિંમતનો ડાંગરનો જથ્થો જપ્ત
  • અન્ય એક માટી ભરેલો ટ્રક પણ ચેકિંગ દરમિયાન ઝડપાયો

વલસાડઃ ધરમપુર પ્રાંત અધિકારીએ ખારવેલ પેટ્રોલ પંપ નજીકમાં અચાનક ચેકિંગ દરમિયાન ધરમપુરથી વલસાડ તરફ આવી રહેલા એક આઈસર ટેમ્પોમાં ઘઉંનો જથ્થો અને ડાંગરનો જથ્થો જોતા તેને અટકાવી તપાસ કરી હતી. ટ્રક ચાલક પાસે આ તમામ અનાજના બિલનું ચલણ માગ્યું હતું. પરંતુ તે રજુ ન કરી શકતા તેણે આ તમામ અનાજનો જથ્થો હાટ બજારમાં હનુમંત માળ ગામે વેચાણ અર્થે લઈ જવાયા હોવાનું જણાવ્યું હતું.

ધરમપુર પ્રાંત અધિકારીની કાર્યવાહી
ઘઉં અને ડાંગર વલસાડના કોઈ વેપારીએ મગાવ્યો હોવાનું બહાર આવ્યુંધરમપુર પ્રાંત અધિકારીએ પકડેલા આઇસર ટેમ્પોમાં ઘઉં અને ડાંગરના જથ્થો મળી આવ્યો હતો. અને જેના બિલ રજૂ કરતા તપાસ દરમિયાન આ આઈસર ટેમ્પો વલસાડના અટકપારડી ખાતે રહેતા જીતેન્દ્ર જૈન નામના વેપારીનો હોવાનું બહાર આવ્યું છે. જોકે હાલ તો ટેમ્પો મામલતદાર કચેરીએ કબ્જે કરી આ તમામ જથ્થો સરકારી ગોડાઉનમાં રવાના કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.51,300 કિંમતના ઘઉં અને 10,200ની કિંમતનો ડાંગરનો જથ્થો પ્રાંત અધિકારીએ કબ્જે લીધો આઇસર ટેમ્પોમાં વગર બિલના 60 કટ્ટા ઘઉં અંદાજિત 3000 કિલો જેની કિંમત 51,300 છે. જ્યારે ડાંગરના 19 કટ્ટા 1200 કિલો જેની કિંમત 10200 અને ટેમ્પાની કિંમત 8 લાખ 44 હજાર મળી કુલ 9,05500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.માટી ભરેલો ટ્રક પણ ચેકિંગ દરમિયાન ઝડપાયો ખારવેલ નજીક પ્રાંત અધિકારીએ બિલ વગરના લઇ જવાતા ઘઉંનો જથ્થો ભરેલો ટેમ્પો કબ્જે કર્યો તો સાથે સાથે તેની પાછળ આવી રહેલો એક ટ્રક અટકાવ્યો હતો. તપાસ કરતા ટ્રકની અંદર ગેરકાયદેસર રીતે માટી ભરી લઇ જવાતી હતી અને જેનું બિલ ચાલક પાસે માંગતા ચાલક રજૂ કરી શક્યો ન હતો. જેને પગલે માટી ભરેલો ટ્રક પણ મામલતદારે કબ્જે લઇ કાર્યવાહી કરતા વધુ તપાસ માટે તેને જિલ્લા ખાણ ખનીજ વિભાગને કામગીરી સોંપવામાં આવી છે. વાહન છોડાવવા માટે અનેક વચેટિયા અને દલાલો ધરમપુર મામલતદાર કચેરીએ જોવા મળ્યાધરમપુર પ્રાંત અધિકારીએ સપાટો બોલાવતા વગર બિલ અને પરવાનગી સાથે જઇ રહેલા ઘઉંનો જથ્થો ભરેલો ટેમ્પો અને વગર બિલ્ટીએ માટી ભરીને જતો ટ્રક અટકાવતા આ બંને વાહનોને છોડાવવા માટે વાહન માલિક કેટલાક વચેટીયાઓ અને કેટલાક સરકારી કર્મચારીઓની ભલામણ લઈને અનેક લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ તે પૂર્વે જ આ બંને વાહનો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. જેને પગલે વાહનો છોડાવવાની આશા સાથે આવેલા અનેક વચેટિયાઓએ પરત થવાની ફરજ પડી હતી.

આમ ધરમપુર વિસ્તારમાંથી વલસાડ તરફ જઈ રહેલા અનેક વાહનોમાં વગર બિલે અનેક વસ્તુઓની હેરફેર થતી હોવાનું હાલ તો બહાર આવી રહ્યું છે. જો હજુ પણ પ્રાંત અધિકારી દ્વારા કેટલાક વિસ્તારમાં તપાસ કરવામાં આવે તો અનેક વાહનો ઝડપાઈ એમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.