ETV Bharat / state

ધરમપુરમાં પમ્પ હાઉસમાં સર્જાઈ ખામી, લોકો પીવાના પાણીથી વંચિત - Municipality

ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુરમાં લોકોને પીવાનું પાણી પહોંચાડવા નગર પાલિકા દ્વારા સ્ટેન્ડ પોસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, છેલ્લાં 4 દિવસથી શોર્ટસર્કિટને કારણે પમ્પ હાઉસની મોટર બગડી જતાં ધરમપુરના ત્રણથી વધુ વોર્ડમાં પીવાના પાણી માટે લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. તંત્રએ ટેન્કરની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે. જો કે, લોકો તેમના સુધી પાણી નહીં પહોચતું હોવાની ફરિયાદ કરી રહ્યાં છે.

Dharampur
ધરમપુર નગરપાલિકા
author img

By

Published : Jan 20, 2020, 2:17 PM IST

વલસાડ જિલ્લાના ધરમપુરના 7 વોર્ડમાં 25 હજારની વસ્તીને પીવાનું પાણી મળી રહે તે માટે કુરગામ ખાતે પાર નદી ઉપર પમ્પ હાઉસમાં ત્રણ મોટર મુકવામાં આવી છે. પરંતુ ગત તારીખ 16ના રોજ પાણીની મોટરમાં ખામી સર્જાતા ધરમપુરના લોકોને ગત 4 દિવસથી પાણી નથી મળતુ નથી. કેટલાંક વોર્ડમાં હેન્ડ પંપની વ્યવસ્થા હોવાથી વૈકલ્પિક રીતે પાણી મળી રહ્યું છે, તો કેટલાક વોર્ડમાં નગર પાલિકા ટેન્કર દ્વારા પાણી પહોંચાડી રહી છે.

પમ્પ હાઉસમાં ખામી

સમગ્ર બાબતે નગર પાલિકાના પાણી સમિતિના ચેરમેને જણાવ્યું કે, પમ્પ હાઉસમાં મોટરનું સમારકામ ચાલુ છે. એક-બે દિવસમાં રાબેતા મુજબ પાણી આપવાનું કાર્ય શરૂ થઈ જશે.

વલસાડ જિલ્લાના ધરમપુરના 7 વોર્ડમાં 25 હજારની વસ્તીને પીવાનું પાણી મળી રહે તે માટે કુરગામ ખાતે પાર નદી ઉપર પમ્પ હાઉસમાં ત્રણ મોટર મુકવામાં આવી છે. પરંતુ ગત તારીખ 16ના રોજ પાણીની મોટરમાં ખામી સર્જાતા ધરમપુરના લોકોને ગત 4 દિવસથી પાણી નથી મળતુ નથી. કેટલાંક વોર્ડમાં હેન્ડ પંપની વ્યવસ્થા હોવાથી વૈકલ્પિક રીતે પાણી મળી રહ્યું છે, તો કેટલાક વોર્ડમાં નગર પાલિકા ટેન્કર દ્વારા પાણી પહોંચાડી રહી છે.

પમ્પ હાઉસમાં ખામી

સમગ્ર બાબતે નગર પાલિકાના પાણી સમિતિના ચેરમેને જણાવ્યું કે, પમ્પ હાઉસમાં મોટરનું સમારકામ ચાલુ છે. એક-બે દિવસમાં રાબેતા મુજબ પાણી આપવાનું કાર્ય શરૂ થઈ જશે.

Intro:વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાલિકા દ્વારા દરેક વોર્ડ માં પીવાનું પાણી મળી રહે એ માટે સ્ટેન્ડ પોસ્ટ બનાવી જે કુરગામ ખાતે સમ્પ હાઉસ બનાવી ત્રણ મોટરો મુકવામાં આવી છે જોકે છેલ્લા 4 દિવસ થી મોટરો શોર્ટ સર્કિટ ને કારણે ખોટકાઈ પડતા ધરમપુર પાલિકાના ત્રણ થી વધુ વોર્ડ માં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે ટેન્કરો દ્વારા પણ લોકો સુધી પાણી ન પોહચતુ હોવાની બુમો ઉઠી રહી છે
Body:ધરમપુર (રામ નગર) તરીકે જાણીતા શહેર માં પાલિકા દ્વારા કુલ 7 જેટલા વોર્ડ માં 25000 કરતા પણ વધુ જન સંખ્યા છે આ તમામ લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે કુરગામ ખાતે પાર નદી ઉપર ત્રણ મોટી ઇલેક્ટ્રિક મોટરો મુકવામાં આવી છે પરંતુ કોઈ કારણ સર ગત તારીખ 16 ના રોજ આ ત્રણે મોટરો એક સાથે ખોટકાઈ જતા ધરમપુર નગર જે મળતું પીવાનું પાણી છેલ્લા 4 દિવસ થી મળતું બંધ થઈ ગયું છે અને અનેક વોર્ડ માં મહિલાઓ ની હાલત ગંભીર બની છે લોકોને પીવા માટે સ્વ ખર્ચે 20 રૂપિયે લીટર પાણી ખરીદી કરવી પડી રહી છે કેટલાક વોર્ડ માં હેન્ડ પંપ હોવા થી પાણી વૈકલ્પિક રીતે મળી રહ્યું છે તો કેટલાક વોર્ડ માં પાલિકા પાસે ત્રણ ટેન્કરો હોવાથી પાણી ક્યાં વોર્ડ માં લઇ જવું એ પણ એક કપરી સમસ્યા બની છે

વોર્ડ નમ્બર 6, 7 1, 2, જેવામાં લોકો પીવાના પાણી ની તકલીફ માં મુકાયા છે કુરગામ ખાતે નદી ઉપર મુકવામાં આવેલી 32 એચ પી ની મોટી મોટરો પૈકીની ત્રણ મોટરો એક સાથે શોર્ટ થઈ જ્યાં છેલ્લા 4 દિવસ થી લોકો પાણી વિના ભર શિયાળે વલખા મારવા પડી રહ્યા છે Conclusion:નોંધનિય છે કે 25000 કરતા વધુ વસ્તી પાલિકા વિસ્તારમાં હોય તો પાલિકા અને વોટર વર્ક દ્વારા ત્રણ મોટરો સિવાય પણ વધારા ની બે મોટરો રાખવી જોઈએ એવું લોકો જણાવી રહ્યા છે જો એક સાથે બધી મોટરો બગડી જાય તો આવા સમયે સ્પેર માં રખવામાં આવેલી અન્ય મોટરો નો ઉપયોગ કરી પાણી કાયમી પણે ચાલુ રાખી શકાય પણ ધરમપુર પાલિકા એ આવી કોઈ તસ્દી ન લેતા લોકોને પાલિકાની આ ભૂલ નો ભોગ બનવું પડી રહ્યું છે

સમગ્ર બાબતે પાલિકા પાણી સમિતિ ચેરમેન ને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સ્થળ ઉપર નગર પાલિકા દ્વારા મોટરો નું સમારકામ ચાલુ છે એક દિવસ માં રાબેતા મુજબ પાણી આપવાનું કાર્ય શરૂ થઈ જશે

બાઈટ _1 મેહરુનિશા (સ્થાનિક મહિલા)

બાઈટ _2 ઊર્મિલા બેન (સ્થાનિક મહીલા વોર્ડ નમ્બર -૬)

બાઈટ _3 મિતેષ રાઠોડ (વોટર વર્ક્સ સમિતિ ચેરમેન)

નોંધ:- વીડિયો વોઇસ ઓવર સાથે છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.