ETV Bharat / state

ધરમપુરમાં અસામાજિક તત્વોનો ત્રાસમાં થયો વધારો, વરસાદી દેવની મૂર્તિ કરી ખંડીત - વરસાદી દેવની મૂર્તિ

વલસાડ: ધરમપુરના પીપરોળ ખાતે આવેલા ટોંગા ડુંગર પર સ્થાપિત વરસાદી દેવ આદિવાસી સમાજમાં આસ્થા ધરાવે છે. આ મંદિરની પ્રતિમા અસામાજિક તત્વોએ ખંડીત કરી તથા કપડા વેર વિખેર કરી દીધા છે. જેને લઇ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાની માહિતી પોલીસને મળતા પોલીસ ઘટનાસ્થળે દોળી આવી હતી અને અસામાજિક તત્વો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Dharampur aggravated by torture of anti-social elements
અસામાજિક તત્વોએ વરસાદી દેવની મૂર્તિ ખંડીત કરી
author img

By

Published : Dec 17, 2019, 2:40 AM IST

ધરમપુરથી અંદાજિત 30 કિલોમીટર દૂર આવેલા પીપરોળ ગામે ટોંગા ડુંગર પર આદિવાસી સમાજ માટે આસ્થા ધરાવતા અભિનંદન મહાદેવનું મંદિર આવ્યું છે. ડુંગર પર આવેલા આ મંદિર સાથે દંતકથા પણ સંકળાયેલી છે. કહેવાય છે કે, વર્ષો પહેલા અહીં અનેક લોકો પૂજા કરતા હતા.

અસામાજિક તત્વોએ વરસાદી દેવની મૂર્તિ ખંડીત કરી

મંદિરની માન્યતા છે કે, વરસાદ ખેંચાવવા પર પૂજા કરવાથી વરસાદ શરૂ થાય છે. આદિવાસી સમાજની આસ્થાના મંદિરમાં રવિવારે અસામાજિક તત્વો દ્વારા પ્રતિમા પર મુકવામાં આવેલા ભગવાનના મુગટને નીચે પાડી દેવામાં આવ્યો હતો. જેને લઇને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર ઘટના અંગે મંદિરના પુજારી ગણેશભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી હતી. પોલીસે નિરીક્ષણ કરીને અસામાજિક તત્વો વિરૂદ્ધ ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:ધરમપુરના આદિવાસી સમાજમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર ધરાવતા એવા ધરમપુરના પીપરોળ ખાતે આવેલા ટોંગા ડુંગર ઉપર સ્થાપિત વરસાદી દેવ તરીકે લોકો જેમાં ખૂબ જ આસ્થા ધરાવે છે એવા અભી નાથ મહાદેવ ના મંદિરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મંદિર ની પ્રતિમા તેના સ્થાન ઉપર થી નીચે પાડી કપડાં પણ વેર વિખેર કરી દેવામાં આવતા જેને લઇને આદિવાસી સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે જોકે આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી હતીBody:ધરમપુર થી અંદાજિત ૩૦ કિલોમીટર દૂર આવેલા વિલ્સન હિલ જતા માર્ગનો રસ્તામાં આવતા પીપરોળ ગામે ટોંગા ડુંગર ઉપર આદિવાસી સમાજ માટે ખૂબ જ આસ્થા ધરાવતા એવા અભિનંદન મહાદેવનું મંદિર આવેલું છે ડુંગર ઉપર આવેલા આ મંદિરનું સાથે દંતકથા પણ સંકળાયેલી છે કહેવાય છે કે વર્ષો પહેલા અહીં અનેક લોકો પૂજા કરતા હતા અને આજે પણ આદિવાસી સમાજમાં એ પ્રથા પ્રચલિત છે કે જો વરસાદ ખેંચાઇ જાય તો આજે પણ ગામના લોકો અહીં ભીમનાથ મહાદેવની પૂજા કરવા આવે છે અને પૂજા કર્યા બાદ તુરંત જ વરસાદ શરૂ થઈ જતો હોવાની માન્યતા છે ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ જ આસ્થા ધરાવતા આ મંદિરમાં ગઈકાલે કેટલાક અસામાજિક તત્વો દ્વારા મંદિર ની પ્રતિમા ઉપર મુકવામાં આવેલા ભગવાનના મુગટ ને નીચે પાડી દેવામાં આવ્યો હતો અને કેટલીક ચીજવસ્તુઓ કપડાં સહિત તહેસનહેસ કરી દેવામાં આવી હતી જેને લઇને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટનાની જાણકારી મંદિરના પૂજારી ગણેશભાઈ ને સવારે થતા તેમના દ્વારા પ્રથમ સરપંચને અને તે બાદ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને નિરીક્ષણ કર્યું હતું અને લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે અસામાજિક તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે
Conclusion:નોંધનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બહારથી આવતા લોકો એકાંતની પળો માણવા માટે આવી ધાર્મિક આસ્થા ધરાવતી જગ્યાનો ઉપયોગ કરે છે અને જેના કારણે જ ઘણીવાર કેટલાક લોકો ન કરવાનું કરી બેસતા હોય છે ત્યારે આજની ઘટનાને લઈને ધરમપુર અને કપરાડા વિસ્તારના આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે

બાઈટ _૧ ગણેશભાઈ (પૂજારી)

બાઈટ _ ૨ કાળું ભાઈ (સ્થાનિક અગ્રણી)

પી ટી સી

Location :- dharampur (piprol)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.