ETV Bharat / state

આંબાવાડીમાં થયેલા નુકસાનીનું વળતર આપવાની જાહેરાત છતાં ખેડૂતોને કોઈ વિગતો મળી જ નથી

વલસાડ જિલ્લામાં વાવાઝોડાના ગયા બાદ આંબાવાડીઓ ધરાવતા ખેડૂતોને આમે લટકતી કેરીઓ વાવાઝોડામાં નીચે પડી જતા નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જોકે આ સમગ્ર બાબતે ગુજરાત સરકારે રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે અને આ બાબતે વિશેષ સર્વે કરી ખેડૂતોને વળતર મળે તે અંગેની પણ કામગીરી કરાશે તેવી જાહેરાત કરાઈ હતી, પરંતુ વલસાડ જિલ્લામાં હજુ સુધી રાહત પેકેજ અંગે કોઈપણ પ્રકારની સર્વે કામગીરી કરાઇ નથી કે ખેડૂતોને પણ જાણકારી અપાઈ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સાથે જ વચેટિયા વેપારીઓની હાલત હાલ ગંભીર બની છે. મુંબઈ ઇન્દોર માર્કેટ લોકડાઉનને લીધે બંધ થઈ જતા સ્થિતિ દયનિય થઈ છે.

આંબાવાડીમાં થયેલા નુકસાનીનું વળતર આપવાની જાહેરાત છતાં ખેડૂતોને કોઈ વિગતો મળી જ નથી
આંબાવાડીમાં થયેલા નુકસાનીનું વળતર આપવાની જાહેરાત છતાં ખેડૂતોને કોઈ વિગતો મળી જ નથી
author img

By

Published : Jun 2, 2021, 10:38 AM IST

  • રાહત પેકેજની જાહેરાત અંગે વલસાડ જિલ્લાના ખેડૂતોને કોઈ પણ પ્રકારની જાણકારી નથી
  • નુકસાનીના વળતર અંગે હજુ સુધી સર્વે કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે પણ ખેડૂતો અજાણ
  • રાહત પેકેજમાં સરકાર કેટલા અને કેવી રીતે નાણાં ચૂકવશે તે અંગે પણ ખેડૂતો હાજર રહ્યા છે

વલસાડ: સમગ્ર ભારતભરમાં હાફુસની કેરી માટે પ્રખ્યાત એવા વલસાડ જિલ્લામાં ગત માસમાં વાવાઝોડા સાથે આવેલા ભારે વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આંબાવાડીમાં તૈયાર થઈને ઝાડ પર જુલતો કેરીનો પાક વાવાઝોડાને કારણે નીચે પટકાઈ જતા અનેક ખેડૂતોની એક વર્ષની આખી મહેનત પર પાણી ફરી વળ્યું છે. જોકે, તે બાદ પણ આંબાવાડીમાં બચેલી કેરીઓ માટે ખેડૂત વેપારીઓ સુધી પહોંચ્યો છે, પરંતુ જોઈએ તે પ્રમાણમાં કેરીના ભાવો મળી નથી રહ્યા. જેના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. તેઓએ સમગ્ર વર્ષમાં ખર્ચ કરેલા રાસાયણિક દવા ખાતર અને અન્ય ખર્ચનાં પણ વળતર સ્વરૂપે મળી નથી રહ્યા. વલસાડ જિલ્લામાં 36 હજાર હેક્ટરમાં કેરીનું પાકનું વાવેતર છે. જેમાં વાવાઝોડાને કારણે અંદાજિત 7 હજાર હેક્ટરમાં નુકસાની થઈ હોવાનો અંદાજ ખેડૂતો દ્વારા હાલ લગાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં નુકસાનીનું વળતર મેળવવા 3715 ખેડૂતોની દરખાસ્ત રજૂ કરાઇ

વાવાઝોડામાં નુકસાન થયેલા લોકોને ગુજરાત સરકારે વળતરની જાહેરાત કરી છે જેમાં ખેડૂત પણ શામેલ

વાવાઝોડું ગયા બાદ નુકસાનીના વળતર સ્વરૂપે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં નુકસાન થયેલા અસરગ્રસ્તોની સાથે-સાથે આંબાવાડીમાં નુકસાન થયેલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે, પરંતુ વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારનો સર્વે થયો હોય એવું જણાઈ આવતું નથી. તો સાથે-સાથે વલસાડ જિલ્લાના અનેક ગામોના ખેડૂતો પણ જણાવી રહ્યા છે. હજુ સુધી કોઈપણ સરકારી કર્મચારી તેમના ખેતર સુધી સર્વે કરવા માટે પહોંચ્યા નથી અને તેમને સરકારી રાહત પેકેજમાંથી ક્યારે અને કેવી રીતે વળતર મળશે. આ અંગે પણ કોઈપણ જાણકારી હજુ સુધી મળી નથી રહી.

વાવાઝોડા બાદ બચેલી કેરીના પણ અપેક્ષા કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે

વલસાડ જિલ્લાના સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર એક તો વાવાઝોડાના મારથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ વાવાઝોડા બાદ ખેતરમાં બચેલી કેરીઓ ઉતારીને માર્કેટમાં વેપારીઓ સુધી પહોંચી કર્યા બાદ પણ તેઓને અપેક્ષા મુજબના ભાવો મળી નથી રહ્યા. જ્યાં હજાર રૂપિયા 20 કિલોના મળવા જોઈએ તેના સ્થાને ખેડૂતોને 20 કિલોના અઢીસો રૂપિયા ભાવ મળી રહ્યો છે. જેને લઇને સમગ્ર વર્ષ દરમિયાન આંબાવાડી પાછળ કરેલા ખર્ચો પણ તેઓને વળતર સ્વરૂપે મળી નથી રહ્યો જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

આંબાવાડીમાં થયેલા નુકસાનીનું વળતર આપવાની જાહેરાત છતાં ખેડૂતોને કોઈ વિગતો મળી જ નથી

આ પણ વાંચો: પાદરા ગેલ કંપની દ્વારા નુકસાનીનું વળતર નહીં ચૂકવતા ખેડૂતોમાં રોષ, કંપની બહાર ધરણા યોજ્યા

વચેટિયા વેપારીઓની હાલત દયનીય બની છે

વલસાડ જિલ્લામાં દર વર્ષે કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં નીકળે છે અને આ કેરીનો પાકની ખરીદી કરવા માટે સામાન્ય વેપારીઓ ખેડૂતો પાસે પ્રથમ કેરી ખરીદી લે છે અને તે બાદ મુંબઇ-અમદાવાદ સુરત, ઇન્દોર જેવા માર્કેટના મોટા વેપારીઓ સુધી પહોંચતી કરતા હોય છે, પરંતુ આ વખતે વચેટિયા વેપારીઓની મૂંઝવણમાં વધારો થયો છે. જેની પાછળનું કારણ એક જ છે કે, હાલમાં મુંબઈ અને ઇન્દોર જેવા મોટા શહેરોમાં કોરોનાને કારણે લોકડાઉન લાગ્યું છે. જેની અસર મોટી માર્કેટ પર જોવા મળી રહી છે. જેથી કેરીનો જથ્થો જે રીતે ગ્રાહકોમાં વેચાણ થવો જોઈએ તેમાં ઘટાડો નોંધાયો છે અને તેના કારણે વચેટિયા વેપારીઓ પાસે બહારથી આવતા વેપારીઓ ખરીદી કરવા પણ પહોંચી નથી રહ્યા. જેથી વચેટિયા વેપારીઓની મૂંઝવણ વધી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.