ETV Bharat / state

પારડીની કોલક નદીમાં પાણી સુકાઈ જતા નહેરમાંથી પાણી આપવાની ગ્રામજનોની માંગ

વલસાડઃ પારડીની કોલક નદીમાં પાણી સુકાઈ જતાં નહેરમાંથી પાણી આપવાની માંગ સાતે જિલ્લા પંચાયત સભ્ય દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પાણીના અભાવને કારણે બે ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે.

prd
author img

By

Published : May 17, 2019, 2:30 PM IST

પારડી તાલુકાના આરનાલા ગામેથી વહેતી કોલક નદી આરનાલ અને પાટી એમ બે ગામોના લોકો અને ખેડૂતોને પાણી પૂરું પાડે છે, પરંતુ તેના ઉપર પાણી રોકવા માટે બનાવવામાં આવેલા ચેક ડેમના દરવાજા તૂટી ગયા હોવાથી પાણી વહી ગયું છે. જેના કારણે નદીમાં પાણીનું સ્તર ઉંડે ઉતરી ગયું છે. આથી ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. બંને ગામોના ખેડૂતોની પાણીની સમસ્યા દૂર કરવા માટે જ 2001માં ચેક ડેમ કમ કોઝવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગણતરીના સમયમાં જ આ ચેકડેમના દરવાજા કોહવાઈ ગયા હતા અને તૂટી ગયા હતા. આ કારણે ચેક જે હેતુથી બનાવવામાં આવ્યો હતો તે હેતુ પાર પડ્યો નથી. વરસાદી પાણી જે રિચાર્જ માટે ચેકડેમ ઉપર રોકવાનું હોય છે તે તમામ પાણી સીધુ દરિયામાં વહી જાય છે.

પારડીની કોલક નદી સુકાઈ જતાં નજીકમાં આવેલી નહેરમાંથી પાણી આપવાની માંગ

તેમાંય ઉનાળાની સિઝન ચાલતી હોવાથી નદીમાં ઉંડે ઉતરેલું પાણી પણ સુકાઈ ગયુ છે. જેના કારણે બંને ગામોના ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું તાકીદે નિવારણ લાવવા માટે જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા શિવાજીભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ તાત્કાલિક ધોરણે વૈકલ્પિક સુવિધ ઉભી કરી આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કોલક નદી જ્યાં સુકાઈ ગઈ છે તેનાથી એકાદ-દોઢ કિલોમીટરના અંતરે દમણગંગા નહેર આવેલી છે. જેમાં 24 કલાક પાણી વહે છે. જો નદીના કોઝવેના દરવાજા દુરસ્ત કરી નહેરનું પાણી પહોંચાડવમાં આવે તો જમીનના જળસ્તર ઉપર આવશે અને ખેડૂતોને પૂરતું પાણી પણ મળી રહે તેમ છે. ત્યારે આ બાબતે કલેક્ટરે સ્થાનિકોને વહેલીતકે સમસ્યા દૂર કરવાનું આશ્વાસન આપ્યું છે.

Intro:પારડી તાલુકાના આરનાલા ગામે થી વહેતી કોલક નદી એ આરનાલા અને પાટી એમ બે ગામના લોકો અને ખેડૂતો ને પાણી આપે છે પરંતુ તેના ઉપર પાણી રોકવા માટે બનાવવમાં આવેલ ચેક ડેમ ના દરવાજા તૂટી અને સડી ગયા હોય પાણી વહી જતા જલસ્તર ઊંડે ચાલી ગયુ છે નદી સુકાઈ જતા ખેડુતો મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે જે બાબતે જિલ્લા પંચાયત ના વિપક્ષી સભ્ય દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન આપી નજીકમાં આવેલી નહેર માંથી નદી સુધી પાણી પોહચતુ કરવા પણ આવેદન ઉલ્લેખ કરવામાં આવ્યો છે

Body:પારડી તાલુકાના આરનાલા અને પાટી ગામની વચ્ચે થી કોલક નદી પસાર થાય છે લોકોને પાણી ની મુશ્કેલી ના પડે તે માટે 2001 માં ચેક ડેમ કમ કોઝવે નું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ થોડો સમય જતાં અહીં ચેકડેમ અને કોઝવે ના દરવાજા તૂટી અને કોહવાઈ જતા ચેકડેમ જે હેતુ સર બનાવવામાં આવ્યો હતો તે હેતુ જળવાયો નહિ અને વરસાદી પાણી જે રિચાર્જ માટે ચેકડેમ ઉપર રોકવાનું હતું તે તમામ પાણી સિધુ દરિયા માં ચાલી ગયું સાથે લીકેજ ને પગલે અહીં પાણી રોકી શકાય એમ પણ હોય વળી ઉનાળા ને લઈ ને નદી પણ સુકાઈ ચુકી છે ખેડૂતો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે જે બાબતે જિલ્લા પંચાયત ના વિપક્ષ ના સભ્ય શિવાજી ભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી નદી માં પાણી પોહચતુ કરવા એક વૈકલ્પિક માર્ગ નું સૂચન કરવામાં આવ્યું છે

Conclusion:નદી જે સુકાઈ ચુકી છે એના માત્ર 1 થી દોઢ મીટરના અંતર ઉપર દમણગંગા નહેર આવેલી છે અને તેમાં 24 કલાક પાણી વહેતુ હોય છે જો નદીના કોઝવે ના દરવાજા દુરસ્ત કરી નહેર નું પાણી અહીં પોહચતું કરવામાં આવે તો જમીનના જલસ્તર પણ રિચાર્જ થશે સાથે સાથે ખેડૂતો ને પણ પૂરતું પાણી મળી રહે એમ છે જોકે આ બાબતે કલેકટર સી આર ખરસાણે તેમને આશ્વાસન આપ્યું છે જોકે હવે આ કામગીરી ક્યારે થાય તેની રાહ જોઈ સ્થાનિકો મીટ માંડી બેઠા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.