- વલસાડમાં Monsoon દરમિયાન સૌથી વધુ ડાંગરની ખેતી
- દેશી ડાંગરના seedsની સરખામણીએ ડાંગરના Hybrid seedsની ખરીદી વધી
- ડાંગરના Hybrid seeds 90 દિવસે પાક તૈયાર કરે છે
વલસાડ : જિલ્લામાં Monsoon દરમિયાન સૌથી વધુ ડાંગરની ખેતી થાય છે. આ વર્ષે જૂન મહિનામાં જ ખૂબ જ સારો વરસાદ વરસતા ખેડૂતોએ ડાંગરના seeds અને શાકભાજીના seedsની ખરીદી કરી છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે દેશી ડાંગરના seedsની સરખામણીએ ડાંગરના Hybrid seedsની ખરીદી વધી છે.
દક્ષિણ ગુજરાતમાં Monsoon દરમિયાન મુખ્ય પાક તરીકે ડાંગરનું વાવેતર
જિલ્લામાં Monsoon પછી ખેડૂતોએ ડાંગરના seedsની ખરીદી કરી છે. વાવણી-રોપણીની તૈયારીઓ શરૂ કરી ડાંગરના ધરૂં વાડિયા તૈયાર કરી દીધા છે. ત્યારે seedsની ખરીદી અંગે વાપીના વિશાલ એગ્રોના હેમંત શાહે વિગતો આપી કે, દક્ષિણ ગુજરાતમાં Monsoon દરમિયાન મુખ્ય પાક તરીકે ડાંગરનું વાવેતર થાય છે. જેનું વેંચાણ શરૂ થઈ ચૂક્યું છે. ખેડૂતો ડાંગરના seeds ખરીદવા આવી રહ્યા છે.
આ પણ વાંચો : એશિયાની નંબર-1 બનાસડેરી ખેડૂતોને બટાટાનું બિયારણ આપશે
ડાંગરના Hybrid seedsમાં ખર્ચ ઓછો અને 90 દિવસ ડાંગર તૈયાર થાય
આ વર્ષે ખેડૂતોએ દેશી ડાંગરના seeds કરતા ડાંગરના Hybrid seedsની ખરીદી વધુ કરી છે. દેશી ડાંગરના seedsથી ડાંગર અંદાજીત 120 દિવસે તૈયાર થાય છે. જ્યારે ડાંગરના Hybrid seedsમાં ઓછો ખર્ચ અને 90 દિવસ આસપાસમાં ડાંગર તૈયાર થઈ જાય છે. એટલે ખેડૂતોએ ડાંગરના Hybrid seedsની ખરીદી વધુ કરી છે.
Transportation, લેબર કોસ્ટને કારણે કારણે ભાવ વધારો
હેમંત શાહે વધુમાં જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે Transportationમાં ઉભી થયેલી તકલીફથી seedsનો જથ્થો જોઈએ તેટલા પ્રમાણમાં ઉપલબ્ધ થયો નથી. તેમજ ભાવમાં પણ Transportation, લેબર કોસ્ટને કારણે આ વર્ષે seedsમાં નજીવો ભાવ વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો :
70 હજારથી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર
જિલ્લામાં Monsoon દરમિયાન અંદાજીત 70 હજારથી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે. એ ઉપરાંત હાલમાં શાકભાજીમાં ભીંડા, દૂધી જેવા શાકભાજીના seeds પણ સારા પ્રમાણમાં વેચાય છે. જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના બાદ અન્ય શાકભાજી જેવા કે મરચા, ટામેટા, રીંગણ, તુવરનું બિયારણ વધુ વેંચાય અને તેનું વાવેતર થાય છે.