ETV Bharat / state

વલસાડ: તિથલ રોડ પર રામનિવાસ તોડતી વખતે છત પડતા મજૂરનું મોત - વલસાડમાં મજૂરનું મોત

વલસાડ જિલ્લાના તિથલ રોડ પર સો વર્ષ જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન મજૂરો રામનિવાસ તોડી રહ્યા હતા, ત્યારે છતનો એક તરફનો હિસ્સો મજુર પર નીચે ધડાકાભેર આવી પડતાં એક મજુરનું દબાઈ જતા ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે એકને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Etv Bharat, Gujarati News, Valsad News
Valsad News
author img

By

Published : Jun 7, 2020, 7:26 PM IST

વલસાડઃ જિલ્લાના તિથલ રોડ પર સો વર્ષ જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન મજૂરો રામનિવાસ તોડી રહ્યા હતા, ત્યારે છતનો એક તરફનો હિસ્સો મજુર પર નીચે ધડાકાભેર આવી પડતાં એક મજુરનું દબાઈ જતા ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે એકને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ 108 એમ્બ્યુલન્સ પાલિકા તેમજ પોલીસના કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે તુરંત પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.

વલસાડના તિથલ રોડ ઉપર આવેલા 100 વર્ષ કરતા પણ અત્યંત જૂનું અને જર્જરિત મકાન "રામ નિવાસ" જે આનંદભાઈ ઠાકોરભાઈ દેસાઈના નામે છે અને વર્ષોથી મકાન બંધ અને જર્જરિત હોવાને કારણે અહીં આગળ કોઈપણ કાર્યવાહી કરતું નહોતું, પરંતુ અત્યંત જૂનાં મકાનોને તોડી પાડવા માટે પાલિકા વિભાગ દ્વારા અનેકવાર મકાનના માલિકને નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ તેમના દ્વારા કોઇ કામગીરી કરાઇ ન હતી. જોકે છેલ્લા બે દિવસથી મકાન માલિકે આ મકાનને તોડી પાડવા માટે કોન્ટ્રાક્ટર ફૈઝલ નામના ઈસમને કામગીરી આપી હતી અને આ ફેડરલ દ્વારા કપરાડા વિસ્તારના કેટલાક મજૂરોને લાવીને મકાનને તોડવાની કામગીરી ચાલી રહી હતી.

તિથલ રોડ પર રામનિવાસ તોડતી વખતે છત પડતા મજૂરનું મોત

તે દરમિયાન છત ઉપર ત્રણ મજૂરો કામ કરી રહ્યા હતા અને અચાનક જ મહત્વનો ભાગ નીચે આવી પડતાં છતની નીચે ગુલાબ દેવજી અસરિયા નામના મજૂરનું મોત થયું હતું. જ્યારે અન્ય એકને માથાના ભાગે ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે પોલીસ વિભાગ વિભાગ નગરપાલિકાની ટીમ નગરપાલિકા ચીફ ઓફિસર સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મહત્વનું છે કે, આ સો વર્ષ કરતાં પણ જૂની બિલ્ડિંગને તોડી પાડવા માટે બાજુમાં જ રહેતા રહીશ દ્વારા વારંવાર 2017 થી કલેકટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મકાન માલિક તેમજ અન્ય અનેક લોકોએ વહીવટીતંત્રમાં લેખિત રજૂઆતો પણ કરી હતી, પરંતુ તે રજૂઆતો પર કોઇએ ધ્યાન ન આવતા આખરે આ મકાને આજે એક વધુનો જીવ લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.