- અનેક અંતરિયાળ ગામોમાં છેલ્લા ચાર દિવસથી પાવર કટ સર્જાતાં લોકો પરેશાન
- ચાર દિવસથી અંધારપટ સર્જાતા મહિલાઓની હાલત દયનીય બની છે
- મોબાઇલ નેટવર્ક ખોરવાઈ પડતા સંદેશાવ્યવહાર માટે મોબાઈલ રમકડાના ડબલા સમાન બન્યા
- વાવાઝોડાની અસરને પગલે અંતરિયાળ ગામોમાં છેલ્લા ચાર દિવસથી અંધારપટ છવાયો
વલસાડ: કપરાડા તાલુકાના આમધા,ખૂટલી,પાનસ,ઓઝરડા,મંડવા,જોગવેલ, જેવા અનેક ગામોમાં છેલ્લા ચાર દિવસથી વાવાઝોડાની અસરને પગલે અનેક જગ્યાઓ પર વીજપોલ ધરાશાયી થયા હતા, તો કેટલાંક વૃક્ષો પણ વીજ તાર ઉપર પડવાને કારણે વીજ પ્રવાહ છેલ્લા ચાર દિવસથી અનેક ગામોમાં પહોંચ્યો નથી. તેના કારણે પાવર કટ સર્જાતા ચાર દિવસથી અનેક ગામો અંધારપટ છવાયો છે. જેની સીધી અસર મહિલાઓને પહોંચી રહી છે. પીવાના પાણીની સમસ્યા પણ ઘણી ગંભીર બની છે. તેની પાછળનું કારણ એક જ છે ઇલેક્ટ્રિક મોટર વડે પાણી ભરતા લોકોને હવે પાવર કટ સર્જાતા પીવાનું પાણી ભરવા માટે હૅન્ડ પંપ સુધી જવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચો: પાટણ જિલ્લામાં વાવાઝોડાની નહિવત અસર
ઇલેક્ટ્રિક મોટરથી પાણી ભરતા લોકો છેલ્લા ચાર દિવસથી હેન્ડપમ્પના ભરોસે
અંતરિયાળ ગામોમાં અનેક ફળીઓમાં મૂકવામાં આવેલા એન્ડ ઓમાં મોટાભાગે ઇલેક્ટ્રિક મોટર મુકી પાણી ભરવામાં આવે છે. જો કે છેલ્લા ચાર દિવસથી વાવાઝોડાને કારણે પાવર કટ ની સમસ્યા સર્જાતા ઇલેક્ટ્રિક મોટર અને બદલે હવે લોકોએ હેન્ડ પમ્પ ઉપરથી પાણી ભરવાની ફરજ પડી રહી છે. છેલ્લા ચાર દિવસથી અનેક મહિલાઓ દરેક ગામોમાં હેન્ડપમ્પ ઉપર પાણી ભરતી જોવા મળી રહી છે. મહિલાઓનું કહેવું છે કે, સત્વરે પાવર કટની સમસ્યામાંથી છુટકારો મળે અને નિયત પાવર મળે તો તેઓને પીવાના પાણીની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા બાદ 5489 ગામડાઓમાં વીજપુરવઠો યથાવત, 899 રસ્તાઓ ફરી શરૂ કરાયા
વાવાઝોડાની અસરને પગલે ખાનગી મોબાઇલ કંપનીઓના ટાવર પણ ડુલ
અચાનક આવેલા વાવાઝોડાની અસરને પગલે અનેક ખાનગી કંપનીના મૂકવામાં આવેલા મોબાઈલ નેટવર્ક પણ ડાઉન થઈ ગયા છે. કપરાડાના અંતરિયાળ ગામોમાં તો સાથે-સાથે નાનાપુરા જેવા ભરચક બજાર વિસ્તારમાં પણ ખાનગી કંપનીના મોબાઈલ નેટવર્ક પકડાતા નથી. અનેક મોબાઈલો હાલ માત્ર રમકડાં સમાન બની ગયા છે. જેમાં નેટવર્ક ન આવતા લોકોની સ્થિતિ કફોડી બની છે. કારણ કે સંદેશાવ્યવહાર માટે એકમાત્ર મોબાઈલ અંતરિયાળ ગામોમાં ઉપયોગી નીવડે છે. હાલમાં કોરોના જેવી પેંડામિક પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે અંતરિયાળ ગામોમાં સંદેશા વ્યવહાર માટે એકમાત્ર મોબાઈલ ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ વાવાઝોડાની અસરને પગલે નેટવર્ક ખોરવાતા હાલ તમામ મોબાઇલ માત્ર રમકડાં સમાન બની ગયા છે. જેના કારણે લોકોની પરેશાની વધી છે.
આમ, કપરાડાના અંતરિયાળ ગામોમાં છેલ્લા ચાર દિવસથી પાવર કટને કારણે અંધારપટ છવાયો છે. સાથે-સાથે સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવતા મોબાઇલમાં નેટવર્ક ન આવતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે.