ETV Bharat / state

કોસ્ટગાર્ડનું રેસક્યુ ઑપરેશન, બે દિવસથી ધાબે ફસાયેલી 11 મહિનાની બાળકી સહિત 3ને બચાવ્યા - વલસાડમાં વરસાદ

દમણ કોસ્ટગાર્ડના જવાનોએ 72 વર્ષના વૃદ્ધા, મહિલા અને સાથે માત્ર 11 મહિનાની બાળકીને રેસક્યુ (India Cost Guard Rescue Operation) કર્યુ. આવું કરીને પૂરના પાણીમાં વહેતા બચાવી લીધા છે. આ માટે કોસ્ટગાર્ડના ચોક્કસ હેલિકોપ્ટરની મદદ (Indian Cost Guard Special Chopper) લેવામાં આવી હતી. જોકે, 2 દિવસથી પાણી વચ્ચે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા પરિવારને ખરા અર્થમાં સુરક્ષા પ્રાપ્ત થઈ હતી.

કોસ્ટગાર્ડનું રેસક્યુ ઑપરેશન,બે દિવસથી ધાબે ફસાયેલી 11 મહિનાની બાળકી સહિત 3ને બચાવ્યા

author img

By

Published : Jul 15, 2022, 3:06 PM IST

Updated : Jul 15, 2022, 10:54 PM IST

વાપી: દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લા સહિત નવસારીમાં હાલ તમામ નદીઓ (River overflow in South Gujarat) બેકાંઠે વહી રહી છે. જેના પુરના ધસમસતા પાણીમાં કાંઠા વિસ્તારના અનેક લોકો (People stucked in Waterlogged in Valsad) ફસાયા છે. ગુરુવારે નવસારીના ગણદેવી વિસ્તારમાંથી પસાર થતી કાવેરી નદીના (Kaveri River Flood Situation) પાણી નજીકના તોરણા ગામમાં ફરી વળતા ગામ આખું બેટમાં (Village Turn in Island) ફરેવાયું હતું. આ ગામે અનેક એવા પરિવારો પાણી વચ્ચે ફસાયા હતા. જેમને બચાવવા માટે ભારતીય કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી. કોસ્ટગાર્ડની ટીમે બે દિવસથી ધાબા પર ફસાયેલા લોકોને બચાવવા માટે એક રેસક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું.

કોસ્ટગાર્ડનું રેસક્યુ ઑપરેશન,બે દિવસથી ધાબે ફસાયેલી 11 મહિનાની બાળકી સહિત 3ને બચાવ્યા

આ પણ વાંચોઃ નવસારીમાં પૂરઃ નવસારીમાં NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન

હેલિકોપ્ટરથી રેસક્યુઃ મહત્વના આ ઓપરેશનમાં દમણ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ખરા અર્થમાં દેવદૂત બનીને આવ્યું હતું. જેમાં સવાર પાયલોટ, કો-પાયલોટ સહિત 4 જવાનોની ટીમ તૈયાર હતી. જેઓ ગામની એક છત પર 2 દિવસથી પુરના પાણી સામે ઝઝૂમતા 72 વર્ષના એક દાદી, 11 મહિનાની પૌત્રી અને તેની માતાને એરલીફ્ટ કરી નજીકમાં આવેલ મેદાનમાં ડ્રોપ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે પોતાના સંબંધીને ઘરે આશરો મેળ્યો હતો. આમ કોસ્ટગાર્ડે રેસક્યુ ઑપરેશન કરી સુરક્ષિત નવજીવન આપ્યું હતું.

જોખમી ઑપરેશનઃ દમણ કોસ્ટગાર્ડે પહેલી વખત આવું જોખમી ઑપરેશન કર્યું હોવાનું માનવામાં આવે છે. જેમાં 72 વર્ષના વૃદ્ધ મહિલાને અને 11 મહિનાની બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી રેસક્યુ કરાયેલ માતા, પુત્રી અને સાસુ 2 દિવસથી ઘરના ધાબા પર જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરતા હતાં. જેમાં તેમની 11 મહિનાની પુત્રી બીમાર પડી હતી. તેમની 72 વર્ષના દાદીની દવા ખૂટી ગઈ હતી. તેવા સમયે કોસ્ટ ગાર્ડના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા.

આ પણ વાંચોઃ ઘેડના ગામો પૂરના પાણીમાં ફસાયા, લોકો નેજવું કરી સરકારની મદદની રાહે

એક માત્ર તરવૈયોઃ રેસક્યુ કરાયેલ માતા-પુત્રી, સાસુ સાથે પુરુષમાં એક વ્યક્તિ હતો. જે સારો તરવૈયો હોવાથી તેમણે ઘરના જરૂરી સામાન સાથે તરીને સુરક્ષિત સ્થાન પર પહોંચી જવા પગલાં લીધા હતા. પત્ની-પુત્રી અને માતાને કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટરમાં બેસાડ્યા હતાં. દમણ કોસ્ટગાર્ડ દ્વારા આ પહેલા પણ વલસાડ જિલ્લામાં 16 લોકોને એરલીફ્ટ કરી ઉગાર્યા હતાં. હાલમાં ચોમાસાની સીઝનમાં ક્યાંય પણ કોઈ ફસાયું હોય અને તેને રેસક્યુ કરવાની નોબત આવશે તો તે માટે હંમેશા તત્પર હોવાનો એહસાસ કરાવ્યો છે.

Last Updated : Jul 15, 2022, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.