કપરાડા તાલુકાના ઓઝરડા ગામેથી વહેતી દોલધા નદીમાં આવેલા પુરને કારણે આસપાસના ખેતરોમાં પુરના પાણી ફરી વળતા ખેતીમાં ડાંગરના પાકને નુકશાન થયું હતું. તો સાથે નજીકમાં કેળના ઉભા પાકમાં નદીનું પાણી ફરી વળતા અનેક કેળાના ઝાડ નદીના પાણીમાં તણાઈ ગયા હતા. જેથી ખેડૂતોને નુકશાન થયું હતું.
કપરાડા તાલુકાના ઓઝરડા ગામેથી વહેતી દોલધા નદીમાં વરસાદને પગલે આવેલા ઘોડાપુરના પાણી આસપાસના નજીકના ખેતરોમાં ફરી વળતા ખેતીના પાકને ભારે નુકશાન પહોંચ્યું હતું. જેને લઇને ખેતરોમાં ડાંગરનો કરવામાં આવેલો ઉભો પાક પણ ધોવાઈ ગયો હતો, તો નદી કિનારાના ખેતરમાં ઉભેલા કેળાના પાકમાં વરસાદી પૂરના પાણી ફરી વળતા કેટલાક કેળના ઝાડ તૈયાર થયેલા પાક સાથે પૂરના પાણીમાં તણાઈ ગયા હતાં.
સમગ્ર પરીસ્થીતીને કારણે ખેડૂતોને ખેતરમાં અંદાજિત રૂપિયા 1 લાખથી વધુની કિંમતનું નુકશાન થયું હતું. જોકે હજુ સુધી સરકાર દ્વારા પુરના પાણીમાં નુકશાન થયેલા પાક માટે કોઈ વીમા કવચ કે અન્ય કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. જેને લઇને દેવુ કરીને ખેતીના પાક લેતા ખેડૂતો માટે હાલ જાણે આફત આવી પડી હોય તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે.