ETV Bharat / state

વાહન માલિકો ખર્ચના ખાડામાં ઊતર્યાં, ગેરેજની સામે લાગી લાંબી કતારો - વાહનમાલિકો ખર્ચના ખાડામાં

રાજ્યમાં બે દિવસથી મેઘરાજાએ ખમ્મા કરી છે. ત્યારે પાછલા 10 દિવસમાં પડેલા ભારે વરસાદે (Heavy rain in Valsad )ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પૂરપ્રકોપ સર્જી દીધો હતો. વરસાદથી નુકસાનીમાં મોટા પ્રમાણમાં વાહનોનું નુકસાન (tire blowout incident) પણ સામે આવ્યું છે. ઈટીવી ભારતે તેને લઇને ભારે વરસાદગ્રસ્ત વલસાડ અને નવસારી જિલ્લામાં શું સ્થિતિ બની હતી તેની તરતપાસ કરી હતી.જૂઓ રીપોર્ટ,

Damage to vehicles in rain : વાહનમાલિકો ખર્ચના ખાડામાં ઊતર્યાં ને ગેરેજ માલિકોને કમાણી

author img

By

Published : Jul 21, 2022, 5:10 PM IST

Updated : Jul 21, 2022, 6:44 PM IST

વલસાડ-દમણ-નવસારીઃ 10 જુલાઈથી લઈને 17 જુલાઇની વચ્ચે વલસાડ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ(Heavy rain in Valsad )પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી દીધું હતું. બારે મેઘ ખાંગા થવામાં જોકે વાહનમાલિકોને ખર્ચાનો ખાડો આવી પડ્યો છે. વલસાડ- નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઇ ત્યારે રસ્તાઓની હલાત પણ દયનીય બની ગઇ છે. આવા રસ્તા પર પસાર થવાના કારણે અકસ્માતો વધ્યાં છે ત્યાં વાહનોને પણ વ્યાપક નુકસાનના કિસ્સા બહાર આવ્યાં છે.

પાછલા દિવસોમાં વલસાડ અને નવસારીમાં ભારે વરસાદે મોટી મુશ્કેલીઓ સર્જી છે

વાહનચાલકોના ખિસ્સાનો ખર્ચ પણ વધી ગયો- વાહનોમાં નુકસાનની વાત કરીએ તો વધુ પ્રમાણમાં ટુ-વ્હીલર તેમજ કારચાલકોની હાલત (tire blowout incident) હાલ દયનીય બની ચૂકી છે. ભારે વરસાદના કારણે(Heavy rain in Gujarat) રસ્તા ધોવાઈ જવાને કારણે માર્ગમાં પડેલા ખાડામાં (Rain potholes on road )વાહનો પડતા ગાડીના ટાયરો ફૂટવા કે સસ્પેન્શન તૂટી જવાનું મોટું પ્રમાણ સામે આવ્યું છે. વિવિધ ગેરેજોમાં રોજની આઠથી દસ ગાડીઓ આવા કિસ્સાઓ લઈને પહોંચી રહી છે. ગાડીઓને ઇન્સ્યોરન્સ હોવાથી લાભ તો મળે છે પરંતુ કેટલાકે પોતે જ ખર્ચ (Rains landed vehicle owners in a pit of expenses) કરવાનો આવે છે.

વલસાડથી ચારોટી સુધી નેશનલ હાઈવે પર મોટા ખાડા - ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે મુંબઈ અને અમદાવાદ તરફના વલસાડથી ચારોટી સુધીના રોડ પર ચોમાસામાં બાકી બચ્યો નથી. હાઇવે ઉપર અનેક જગ્યાઓ પર મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે પુરપાટ ઝડપે જતા વાહનો ખાડામાં પડવાને કારણે ટાયરો ફાટવા કે ટાયરોની રીંગ બેન્ડ થઈ જવી કે ટાયરો ફાટવાને કારણે અકસ્માત થવા જેવા કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોના ખિસ્સાનો ખર્ચ પણ વધી ગયો છે.

વાહનોના નુકસાનને લઇ ખર્ચાની ચર્ચાઓ થઇ રહી હતી

બાઈકો બંધ થવાના કિસ્સા વધુ જોવા મળ્યા - બાઈક ચાલકો મોટાભાગે નવી બાઈક લે તે સમયે પહેલા પ્રથમ બે વર્ષ ઇન્સ્યોરન્સ લેતા હોય છે. પરંતુ જેમ બાઈક જૂની થતી જાય તેમ મોટાભાગે વાહન ચાલકો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જ લેતા હોય છે. જેથી વાહનને ડેમેજ થાય તો તેવા કિસ્સામાં તેઓને વાહન રિપ્લેસમેન્ટ મળી શકે નહીં. પરંતુ અકસ્માતના સમયે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો ઉપયોગ કરી શકાય એમ છે. આવા કિસ્સામાં ચોમાસા દરમિયાન બહુ જ જૂજ એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં બાઈક ચાલકોને ઇન્સ્યોરન્સનો ક્લેમ કરવાની ફરજ પડી છે. મોટાભાગે વરસાદી પાણી ભરાઈ જતા બાઈકો બંધ થવાના કિસ્સા વધુ જોવા મળ્યા છે.

ગેરેજ માલિક શું કહે છે - વલસાડ જિલ્લામાં જે આર મોટર નામની સર્વિસ સેન્ટર ચલાવતા અશોક ઠાકુરે જણાવ્યું કે 'છેલ્લા એક સપ્તાહથી તેમને ત્યાં અનેક કારચાલકો વીલ રીંગ બેન્ડ થવાના કિસ્સાઓ તેમજ સસ્પેન્શન તૂટી જવાના કિસ્સાઓ લઈને સમારકામ માટે આવી રહ્યા છે. એટલું જ નહીં મધરાતે પણ તેમને ટાયરો ફાટવાની ઘટના અંગે ગ્રાહકો ફોન કરીને મદદ માંગી રહ્યા છે' જેનું મુખ્ય કારણ માર્ગ ઉપર પડેલા ખાડા હોવાનું તેઓ જણાવે છે. ટાયર ફાટવાની ઘટના કે સસ્પેન્શન તૂટી જવાથી બનતા અચાનક મોટો ખર્ચો આવી પડે છે. મોટાભાગે બ્રાન્ડેડ કંપની ટાયરો રિપ્લેસ કરવા માટે પણ સમય માંગી લેતી હોય છે. તો બીજી તરફ સસ્પેન્શન તૂટી જવાની ઘટનામાં ઇન્સ્યોરન્સ ક્લેમ પણ થતો નથી, જેના કારણે તેનું સમારકામ કરાવવા વાહનચાલકે પોતે જ આ ખર્ચનું ભારણ (Rains landed vehicle owners in a pit of expenses)ઉઠાવવું પડતું હોય છે. આમ ખાડા રાજમાં વાહનચાલકોની હાલત દયનીય બની રહી છે.

મોટાભાગની ફોરવ્હીલરમાં ટ્યુબલેસ ટાયર - મોટાભાગની હાઈફાઈ કારમાં ટ્યુબલેસ ટાયર હોય છે. આ ટ્યુબલેસ ટાયરો હાઇવેના ખાડામાં પડતાની સાથે જ વીલ રીંગ બેન્ડ થઈ જતી હોય છે અને વીલ રીંગ બેન્ડ થવાને કારણે ટાયર ફાટે છે અને તેમાંથી હવા નીકળી જતી હોય છે. જેના કારણે વાહન એક તરફ ખેંચાઈ જાય છે અને અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે. તો કેટલાક સ્થળે અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

1200 રૂપિયાથી લઈને 50,000 સુધીના ટાયરો - સામાન્ય ટુ વ્હીલરના ટાયરો 1200 રૂપિયાથી શરૂ થઈને ટ્રકના ટાયરો કે બીએમડબ્લ્યુ જેવી કારના ટાયરો 50000 સુધીની કિંમતના મળે છે. એટલે કે જો માર્ગમાં અધવચ્ચે ટાયર ફાટે તો માલિકને આકસ્મિક ખર્ચ આવી પડે એટલે કે ખિસ્સામાં 10000 હોય તો જ ફોર વ્હીલર લઈ હાઇવે પર નીકળવું, નહીં તો ક્યારે ક્યાં કેવો ખર્ચ (Rains landed vehicle owners in a pit of expenses)આવી પડે એ કોઈ નક્કી નથી. હાઇવે ઓથોરિટી વરસાદમાં પડેલ ખાડા પુરાવે અને વાહન ચાલકોને થતા આકસ્મિક ખર્ચમાંથી ઉગારે એવી સમયની માગ છે.

આ પણ વાંચોઃ વેરાવળ કોડીનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી મુશ્કેલી

ટાયર ફાટવાની ઘટનાઓમાં 30 ટકાનો વધારો - વાહનોમાં થતા નુક્સાનમાં 30 ટકા જેટલો વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ ( Rain in Valsad )વરસ્યો છે. જેને કારણે તમામ ધોરીમાર્ગો અને આંતરિક રસ્તાઓનું ધોવાણ (Rain in Gujarat)થયું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે રસ્તા પર પડેલા ખાડાઓના કારણે જિલ્લાના વાહનોમાં થતા નુક્સાનમાં 30 ટકા જેટલો મોટો વધારો થયો છે. જિલ્લામાં 4,10,313 દ્વિચક્રી વાહનો, 1,20,598 કાર, 35,234 ગૂડ્સ કેરિયર અને અન્ય વાહનો મળી અંદાજિત 6,24,134 RTO રજીસ્ટર્ડ વાહનો છે.જે અંગે વલસાડ જિલ્લાના કાર, બાઇક, રિક્ષાના ડિલર્સ એવા કુંજલ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષની તુલનાએ આ વર્ષે રસ્તાઓમાં પડેલા ખાડાઓને કારણે વાહનોમાં થતાં નુક્સાનમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે.

ખાડાઓએ વાહનચાલકોને ટાયરના વધુ ખર્ચ કરાવ્યા - જિલ્લામાં ભારે વરસાદ બાદ પણ કોઈ વાહનો પાર્ક કર્યા હોય અને ડૂબી ગયા હોય તેવા કિસ્સા નોંધાયા નથી. ધસમસતા પાણીના પ્રવાહમાં એકાદ બે વાહનો ફસાતા તેમના એન્જીનની મરામત તેમજ ઇલેક્ટ્રિક પાર્ટ્સ ડેમેજ થવાના કિસ્સા સામે માર્ગ પરના ખાડાઓએ વાહનચાલકોને ટાયરના વધુ ખર્ચ કરાવ્યા છે. આ અંગે વાહનચાલક આશિષ ચોખાવાલાએ વસવસો ઠાલવતા જણાવ્યું હતું કે, હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે તેમની કારના 2 ટાયર ફાટી ગયા છે. જે બન્ને આઉટ ઓફ વોરંટી પિરિયડ હોઇ સીધો 16 હજારનો ખર્ચ થયો છે. તેમના જેવા અન્ય અસંખ્ય વાહનમાલિકો છે. જેમને માટે આ ખર્ચ અસહ્ય બન્યો છે. ટોલ પ્લાઝાવાળા વાહનોનો ટોલ લે છે તો વાહનચાલકોને સારા રસ્તાની સુવિધા પૂરી પાડવી જોઈએ. રસ્તા પર પડેલા ખાડાને કારણે પરિવાર સાથે લાંબી મુસાફરી પર નીકળતા વાહનચાલકોએ આવા સમયે હેરાનપરેશાન થવું પડી રહ્યું છે.

આ પણ વાંચોઃ Diversion Please: કોઝવે ઓવરફલો થતા વાહન વ્યવહાર ઠપ

ડીમાન્ડ છે પણ સપ્લાય ચેઇન તૂટી છે- દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે એક તરફ ટાયરની ડિમાન્ડ વધી છે. ત્યારે બીજી તરફ સપ્લાય ચેઇન તૂટી છે. તેમ છતાં ટાયરના વેપારીઓએ વાહનચાલકોને મદદરૂપ થવા રાત્રીના ઉજાગર કર્યા છે. આ અંગે વાપીના ટાયરના વેપારી વિપુલ ભાવસારે જણાવ્યું હતું કે, ખાડા માર્ગોને કારણે વાહનચાલકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં રોજિંદા 10 ગ્રાહકોમાંથી 6 ગ્રાહકો એવા આવે છે જેમના વાહનોના ટાયર રસ્તા પરના ખાડાઓને કારણે ફાટયા હોય અને તેઓ હેરાન પરેશાન થયા છે.જોકે ગેરેજ માલિકોની કમાણી (Earnings to garage owners)વધી છે.

નવસારીમાં વાહન નુકસાનની શી છે સ્થિતિ - તો વલસાડના પાડોશી જિલ્લા નવસારીની વાત કરીએ તો ત્યાં પણ ચિત્ર આવું બેહાલીનું જ સામે આવી રહ્યું છે. સાંબેલાધાર વરસાદને કારણે અનેક વાહનો પાણીમાં ડૂબ્યાં હતાં જેથી ભારે નુકસાન થયું છે. નવસારી જિલ્લામાં (Heavy rain in Navsari ) ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ પૂરની સ્થિતિમાં ( Damage to drivers in rain)વાહનો ડૂબતા વ્યાપક નુકસાન થયું છે.

લગભગ દરેક ગેરેજમાં આવી સ્થિતિ જોવા મળી હતી

પૂરના પાણીમાં ડૂબેલા વાહનો કેટલા - ભારે વરસાદના પગલે આવેલા પૂરના પાણીમાં ડૂબેલા વાહનોમાં સ્થાનિક ગેરેજના માલિકો અને સર્વેયરોના જણાવ્યા મુજબ 400 થી 450 જેટલી બાઇકો પાણીમાં ડૂબી જવાથી રીપેરીંગમાં આવી છે અને 100 થી 120 જેટલા મોટા વ્હિકલો રીપેરીંગ માટે આવ્યા હતાં. વીમા કંપનીઓ દ્વારા તેઓ પાસે આવતા વાહનોને તેઓ સર્વે કરી ક્લેમ પાસ કરી રહ્યા છે તેથી વીમાધારક ગ્રાહકોને ફાયદો થયો છે. જેઓનો વીમો ના હોય તેવા વાહનચાલકોને લોન લઈને પણ પોતાની ગાડી રીપેર કરવાની (Rains landed vehicle owners in a pit of expenses)નોબત આવી છે. જ્યાં સુધી પોતાની ગાડી રીપેર ના થાય ત્યાં સુધી સરકારી પરિવહન ન જ તેઓનો વિકલ્પ બન્યો છે.

મંદ પડેલો ગેરેજ વ્યવસાયને વેગીલો બન્યો- ઉપરવાસમાં પડેલા ધાર વરસાદને કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ (Heavy rain in Navsari ) સર્જાઈ હતી. લોકો પોતાનો જીવ બચાવી સુરક્ષિત જગ્યા પર તો પહોંચ્યા હતાં પણ તેઓના બાઈક, કાર અને અન્ય વાહનો સુરક્ષિત જગ્યા પર મૂકી શક્યા ન હતાં. તેથી વાહનો પાણીમાં ડૂબી ગયાં હતાં. પૂરના પાણી ઓસરતાં બંધ પડેલા અને નુકસાની થયેલા ( Damage to vehicles in rain)અસંખ્ય વાહનો ફરી ચાલુ કરાવવા માટે ગેરેજ ઉપર લઈ જવા પડ્યાં હતાં. ગાડીનો વીમો ઉતરાવ્યો(Rain potholes on road)હતો તે લોકોએ તો વાહનો વીમા કંપની પાસે ક્લેમ કરી વીમો પાસ કરાવી પોતાની ગાડી રિપેર કરાવી હતી. પણ વીમો ન હોય તેવા વાહનચાલકોએ ખાનગી ગેરેજમાં જઈ પોતાના વાહનો રીપેર કરાવવાનો વારો આવ્યો હતો. જેને લઇ મંદ પડેલા ગેરેજ વ્યવસાયને પણ વેગ (Earnings to garage owners) મળ્યો છેે.

આ સમગ્ર પરિસ્થિતિને મદ્દેનજર આશા રાખીએ કે રોડ અને હાઇવે મંત્રાલય આ અંગે ત્વરિત નિર્ણય લઈ હાઇવે ઓથોરિટી પાસે વહેલી તકે ખાડાઓનું પેચવર્ક કરાવે અને તે બાદ રિકાર્પેટિંગ કરી મુખ્ય માર્ગોને ફરી સારા માર્ગો બનાવી વાહનચાલકોને હાઇવેના ખાડા સાથે ખર્ચના ખાડામાંથી (Rains landed vehicle owners in a pit of expenses) પણ બહાર કાઢે.

Last Updated : Jul 21, 2022, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.