ETV Bharat / state

વાપીના ડુંગરામાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયો, પરિણીત યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું - minor girl

વાપીના ડુંગરા પોલીસ મથકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાવી જવાના અને દુષ્કર્મ આચરવાના કેસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પોકસો એક્ટ હેઠળ યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપીના ડુંગરામાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

author img

By

Published : Dec 18, 2020, 8:28 PM IST

Updated : Dec 18, 2020, 8:47 PM IST

  • ડુંગરા પોલીસ મથકે નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ
  • પોલીસે પોકસો એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી
  • પરિણીત યુવકે સગીરાને લગ્નની લાલચ આપી હતી

વલસાડ: વાપી નજીક એક ગામની સગીરાને પરિણીત યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ઘરેથી ભગાડી લઈ જઈ એક મહિના સુધી મુંબઈ અને અલગ-અલગ સ્થળો પર ફેરવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડુંગરા પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી ગઇ છે. ડુંગરા પોલીસે મોડી રાત્રે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ઉદવાડાનો રહેવાસી

આ અંગે મળતી વિગત મુજબ ઉદવાડાના 30 વર્ષીય નિલેશ નામના યુવકે વાપી નજીકના એક ગામની 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ પરિણીત યુવાન અવારનવાર સગીરાને મળવા આવતો હતો અને થોડા દિવસ પહેલા સગીરાને લગ્નની લાલચ આપી તેના ઘરેથી ભગાડી મુંબઈ લઈ ગયો હતો.

પ્રેમજાળમાં ફસાવી યુવક સગીરાને ભગાડી ગયો

યુવક સગીરાને અલગ અલગ સ્થળો પર ફેરવતો રહ્યો હતો. આખરે એક મહિના બાદ સગીરાને તેના ઘરે છોડી નાસી ગયો હતો. ઘટનાની જાણ સગીરાના પિતાને થતા તેમણે સમગ્ર મામલે વાપીના ડુંગરા પોલીસ મથક પર ફરિયાદ નોંધાવી હતી.

સગીરાના પિતાએ નોંધાવી ફરિયાદ

ફરિયાદ આધારે ડુંગરા પોલીસે પોક્સો એક્ટ હેઠળ યુવકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા અને મોડી રાત્રે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સગીરાને દુષ્કર્મ આચરનાર યુવક પરિણીત છે અને બે બાળકોનો પિતા છે.

Last Updated : Dec 18, 2020, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.