ETV Bharat / state

નારગોલમાં પારસી ધર્મના મહિલાના નિધન બાદ હિન્દૂ ધર્મની વિધિ મુજબ કરાયા અગ્નિસંસ્કાર - Trustee of Jalaram New High School

ઉમરગામના નારગોલના જલારામ ન્યુ હાઇસ્કૂલના ટ્રસ્ટી અને પારસી ધર્મના દિનાબેન માણેકજી હવેવાલાનું 85 વર્ષની વયે નિધન થતાં નારગોલ સહિત આસપાસના ગામમાં શોકનું મોજું પ્રસર્યું છે. જોકે, કોઈ પણ પ્રકારનો જાતિ ધર્મનો ભેદભાવ સમાજમાં હોવો ન જોઈયે તેવો સંદેશો આપવા માટે દિનાબેને પોતાના મૃત્યુ બાદ અગ્નિદાહ આપવાની આખરી ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તેની ઇચ્છા મુજબ અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

પારસી રિતરીવાજને બદલે હિન્દૂ વિધિ મુજબ કરાયા અગ્નિસંસ્કાર

author img

By

Published : Mar 4, 2021, 5:35 PM IST

  • નારગોલમાં પારસી મહિલાની અંતિમ ઈચ્છા પૂરી કરાઈ
  • પારસી રિતરીવાજને બદલે હિન્દૂ વિધિ મુજબ કરાયા અગ્નિસંસ્કાર
  • ધર્મ-જાતિ ભેદભાવનો આપ્યો અનોખો સંદેશ

વલસાડઃ ઉમરગામ તાલુકાના નારગોલ ગામે 1942થી ચાલતી નારગોલ કેળવણી મંડળ સંસ્થા અને ભક્ત શ્રી જલારામ હાઈસ્કુલના ટ્રસ્ટી દિનાબેન માણેકજી હવેવાલાનું 85 વર્ષની વયે નિધન થયું છે. સદગત દિનાબેને મૃત્યું પહેલા પરિવારના સદસ્યોને જણાવ્યુ હતું કે, તેમના મૃત્ય બાદ પારસી રીત રિવાજ મુજબ અંતિમ ક્રિયા કરવાના બદલે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહ આપવામાં આવે જે ઈચ્છા મુજબ સ્વ. દિનાબેનની અંતિમ યાત્રા મોક્ષરથમાં કાઢી સોળસુંબા સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

મોક્ષ રથમાં અંતિમયાત્રા કાઢવામાં આવી
મોક્ષ રથમાં અંતિમયાત્રા કાઢવામાં આવી

દિનાબેનના પિતાએ વર્ષ 1942માં તમામ જાતિ ધર્મના લોકો ભણે તે માટે સ્કૂલ શરૂ કરી હતી

દિનાબેનના પિતા માણેકજી હવેવાલાએ વર્ષ 1942માં પોતાનું ઘર સંસ્થાને સોપી તમામ જાતિ ધર્મના લોકો ભણે તે માટે સ્કૂલ શરૂ કરી હતી. સ્વ. માણેકજી હવેવાલાનું દેહાંત થયા બાદ તેમના પરિવારે પોતાનું જીવન શેક્ષણિક સેવામાં સમર્પિત કરી દરેક જાતિ, ધર્મ, ગરીબ, અમિર લોકોના બાળકોને શિક્ષણ આપવાનું ઉદ્દેશ્ય શરૂ રાખ્યું હતું.

મોક્ષ રથમાં અંતિમયાત્રા કાઢવામાં આવી
મોક્ષ રથમાં અંતિમયાત્રા કાઢવામાં આવી

સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગામલોકોમાં શોકનું મોજું

આ સંસ્થા દ્વારા ગુજરાતી, અંગ્રેજી શાળા તેમજ ગરીબ દીકરીઓ માટે કન્યા છાત્રાલય, કુમારો માટે કુમાર છાત્રાલય ચલાવવામાં આવે છે. જેના હાલના ટ્રસ્ટી દિનાબેન માણેકજી હવેવાલાનું 85 વર્ષની વયે બુધવારના રોજ સવારે 10 કલાકે નિધન થતાં નારગોલ તેમજ આજુ બાજુના ગામોના લોકો, શિક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી.

પારસી રિતરીવાજને બદલે હિન્દૂ વિધિ મુજબ કરાયા અગ્નિસંસ્કાર
પારસી રિતરીવાજને બદલે હિન્દૂ વિધિ મુજબ કરાયા અગ્નિસંસ્કાર

મોક્ષ રથમાં અંતિમયાત્રા કાઢવામાં આવી

સદગત દિનાબેને મૃત્યુ પહેલા પરિવારના સદસ્યોને જણાવ્યુ હતું કે, તેમના મૃત્ય બાદ પારસી રીત રિવાજ મુજબ ડુંગરવાડીના દોખમાં (Tower of Silence)માં અંતિમ ક્રિયા કરવાના બદલે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહ આપવામાં આવે તેજ પ્રમાણે તેમના પરિવારના સદસ્યોએ અને ગ્રામજનોએ સ્વ. દિનાબેનની અંતિમ યાત્રા મોક્ષરથમાં કાઢી સોળસુંબા સ્થિત સ્મશાન ભૂમિ ખાતે ગેસ આધારિત સ્મશાનગૃહમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી.

હિન્દૂ વિધિ મુજબ અગ્નિદાહ

કોઈપણ પ્રકારનો જાતિ ધર્મનો ભેદભાવ સમાજમાં હોવો ન જોઈયે તેવો સંદેશો આપવા માટે દિનાબેને પોતાના મૃત્યુ બાદ અગ્નિદાહ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમના અંતિમ યાત્રામાં દરેક ધર્મ અને જાતિના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. દિનાબેનના દેહાંત બાદ તેમના પરિવારે મુંબઈ વરલી ખાતેના મોબેદોનો સંપર્ક કરી ઓનલાઈન સરોશની પુજા કરાવી હતી. ત્યારબાદ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

નાની બહેને મોટી બહેનને આપ્યો અગ્નિદાહ

કોરોનો ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે કોઈ પણ પ્રકારનું બેસણું રાખવામા આવ્યું નથી તેમ તેમના પરિવારના સદસ્યોએ જણાવ્યુ છે. દીનાબેન હવેવાલાએ શેક્ષણિક સેવા માટે સમગ્ર જીવન સમર્પિત કર્યુ છે તેમને લગ્નજીવન પણ અપનાવ્યું નહોતું. દીનાબેન હવેવાલાના અંતિમ સંસ્કાર સમયે તેમની નાની બહેન મહરૂકબેન હવેવાલાએ સગડીનું બટન દબાવીને અગ્નિદાહ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.