મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં યોજાશે સી. આર. પાટીલનો અભિવાદન કાર્યક્રમ
- ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી. આર. પાટીલ પ્રથમવાર આવી રહ્યા છે વલસાડ
- કોરોનાને કારણે સમગ્ર ઓડિટોરિયમને કરાયુ સેનેટાઇઝ
- કાર્યક્રમમાં માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું કરાશે ચુસ્ત પાલન
વલસાડઃ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખના હોદ્દાની કમાન સંભાળ્યા બાદ સાંસદ સી.આર.પાટીલ પ્રથમવાર જિલ્લામાં પારડી ખાતે આવી રહ્યા છે. બુધવારના રોજ પારડી ખાતે 9 વાગ્યે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનો અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પૂર્વ સંધ્યાએ મંગળવારે મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે પારડી શહેર ભાજપના પ્રમુખ સહિત અનેક કાર્યકરો કામગીરીમાં જોડાયા હતા.
![Morarji Desai Auditorium](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-04-purvataiyaricrpatilprogram-avbb-7202749_11082020181227_1108f_02311_573.jpg)
કોરોનાની મહામારીને ઘ્યાને લઈ મંગળવારે સમગ્ર ઓડિટોરિયમને સેનીટાઇઝ કરાઇ હતી. તેમજ બુધવારના રોજ પણ કાર્યક્રમમાં આવનારા તમામ લોકોને ફરજીયાત પણે માસ્ક પહેરીને પ્રવેશ આપવામાં આવશે, સાથે જ ઓડિટોરિયમમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણે પાલન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.
![Morarji Desai Auditorium](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-04-purvataiyaricrpatilprogram-avbb-7202749_11082020181234_1108f_02311_199.jpg)
નોંધનીય છે કે, જિલ્લામાં સી આર પાટીલના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવા માટે કાર્યકર્તાઓ ઉત્સાહિત બન્યા છે અને જેને લઇને તેમનું અભિવાદન કાર્યક્રમ બે જગ્યાએ આયોજિત થાય તેવા પણ અણસારો મળી રહ્યાં છે.
![Morarji Desai Auditorium](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-04-purvataiyaricrpatilprogram-avbb-7202749_11082020181234_1108f_02311_1075.jpg)
જોકે હજુ સુધી અન્ય કાર્યક્રમનું આયોજન હશે કે કેમ તે અંગે ચોક્કસ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ તેમછતાં પણ વલસાડ ખાતે મોંઘાભાઇ હોલમાં કાર્યક્રમ આયોજીત કરવા માટેની વલસાડ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હોવાનું ભાજપ સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે.