વલસાડ: જિલ્લામાં હાલમાં કોરોનાના કેસની સંખ્યાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર લોકોમાં જાગૃતતા લાવવા માટે અનેક રીતે કામગીરી કરી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં 4 વર્ષની બાળકીએ કોરોનાથી બચવાના ઉપાયો અંગે પોતાની કાલી ઘેલી વાણીમાં લોકોને સમજાવી રહી છે.
કપરાડા તાલુકાના અંભેટી ગામના મહીલા સરપંચ કુસુમ બેનની 4 વર્ષીય પૌત્રી ધાની જે બોલવામાં ખૂબ વાચાળ છે. જ્યાં બાળકો આ ઉંમરે રમકડાંથી રમતા હોય છે. કોરોના જેવી બીમારી માટે આ બાળકીના વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ માચાવી રહ્યો છે.
બાળકી ડોકટર બનીને રમકડાંનું સ્ટેથોસ્કોપ લઈને એક ડોકટર હોય એ રીતે જણાવી રહી છે કે, કોરોનાથી બચવા માટે લોકોએ માસ્ક પહેરવું, બહાર ફરીને આવ્યા બાદ સેનિટાઈઝરથી હાથ ધોવા જેવી બાબતો લોકજાગૃતતા માટે જાણે બાળકી લોકોને સલાહ આપી રહી છે. પોતાની કાલી ઘેલી ભાષામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વલસાડ જિલ્લામાં હાલમાં કોરોનાના કેસની સંખ્યાઓ વધી 400 થઈ છે. ત્યારે દરેક નાગરિકની ફરજ બને છે કે, પોતાના સ્વાસ્થ્યની જવાબદારી તેમને સ્વયં રાખવાની રેહશે.