વલસાડ: દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ (Corona In Gujarat) લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગાંધીનગર ગયેલા પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના પ્રધાન (minister of water supply gujarat) જીતુભાઈ ચૌધરી ફરી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. અગાઉ પણ જીતુભાઇ કોરોનામાં સપડાયા હતા. કોરોનાકાળમાં અનેક નેતાઓ કોરોના સંક્રમિત બન્યા હતા. જીતુભાઈ ચૌધરી પણ કોરોના સંક્રમિત બન્યા હતા અને તે સમયે તેઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (Corona guideline Gujarat) અનુસાર ક્વોરન્ટાઇન થયા હતા અને સારવાર (Corona treatment in Gujarat) લીધા બાદ તેઓ કોરોનાને હરાવીને ફિટ બન્યા હતા.
કોરોના રિપોર્ટ આવવાનો બાકી
વિવિધ મીડિયા હાઉસો દ્વારા કોરોનામાં જીતુભાઇ ચૌધરી ફરી સંક્રમિત બન્યા હોવાની વિગતો રજૂ કરવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર બાબતે જીતુભાઇ ચૌધરીના PA સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, પ્રધાનશ્રીનો હજુ રિપોર્ટ આવવાનો બાકી છે, ત્યારબાદ જ સમગ્ર બાબતની પુષ્ટિ થશે.
આ પણ વાંચો: Covid To End Up: મોસમી રોગચાળાની જેમ કોરોના ટૂંક સમયમાં સમાપ્ત થશે
3 દિવસ પૂર્વે સરપંચ સન્માન સમારોહમાં થયા હતા શામેલ
3 દિવસ પૂર્વે કપરાડા અને ધરમપુર તાલુકાના ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ (Ceremony in honor of Sarpanch In Kaparada) આયોજિત કરવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં સાંસદ, ધરમપુરના ધારાસભ્ય (MLA of Dharampur), જિલ્લા પ્રમુખ ભાજપ, નાણા પ્રધાન અને અનેક ગામના સરપંચો પણ જીતુભાઇના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે તેમના સંક્રમિત હોવાના સમાચાર વહેતા થતા તેમના સંપર્કમાં આવેલા અનેક લોકો ચિંતિત બન્યા છે.
આ પણ વાંચો: Corona Case In Surat: સુરત સિવિલ હોસ્પિટલના RMO અને Supridented કોરોના સંક્રમિત