ETV Bharat / state

Corona Effect : ધરમપુરમાં 7 કંટક્ટરોને નથી મળી રહ્યું વેતન - ST Department

કોરોના કાળમાં દરેક સ્થળ ઉપર દરેક કામગીરી બંધ કરવામાં આવી છે, જેને પગલે વલસાડ એસ ટી ડેપો વિભાગમાં કામ કરતા અનેક કર્મચારીઓને પણ મુશ્કેલી આવી પડી છે. ધરમપુર ડેપોમાં કામ કરતા 7 થી વધુ કન્ડક્ટરોને ફરજ ઉપર થી ઉતારી દેવામાં આવ્યા છે. જેની પાછળનું કારણ એક માત્ર છે કે તેમનું કંડકટર બેચનું લાઇસન્સ રીન્યુ થયું નથી, જેના કારણે 7 જેટલા કન્ડક્ટરોને નોકરી ઉપર થી ઉતારી દેવામાં આવ્યા છે જેમની હાજરી પણ ચોપડે લેવામાં આવતી નથી પગાર પણ કાપી લેવામાં આવી રહ્યો છે.

xxx
Corona Effect : ધરમપુરમાં 7 કંટક્ટરોને નથી મળી રહ્યું વેતન
author img

By

Published : Jun 18, 2021, 10:58 AM IST

  • ધરમપુર ડેપામાંથી 7 કંડક્ટરને નથી આપવામાં આવી રહ્યું વેતન
  • ફસ્ટ એઈડ સર્ટીના કારણે લાઈસન્સ રીન્યુ કરવામાં નથી આવ્યું
  • કોરોનાકાળમાં કંડક્ટરોની કફોડી હાલત

ધરમપુર: જિલ્લાના ડેપોમાં હાલ 100 થી વધુ કન્ડક્ટરો ફરજ બજાવે છે પરંતુ આ કન્ડક્ટરોને દર ત્રણ વર્ષે દિલ્હી ખાતે આવેલા સેન્ટ જોન્સ નામની સંસ્થા માંથી ફસ્ટ એઇડ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે અને તે સર્ટી મેળવી લીધા બાદ કંડકટર લાઇસન્સ માટે આર ટી ઓ વલસાડ ખાતે અરજી કરવાની રહે છે જે બાદ તેમને કંડક્ટરનું લાઇસન્સ રીન્યુ થાય છે પરંતુ હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો હોય સેન્ટ જોન્સ નામની સંસ્થા હાલ કામગીરી બંધ કરવામાં આવી છે.

સર્ટી આપવામાં ન આવ્યું

દરેક કંડક્ટરે જેમના લાઇસન્સ રીન્યુ કરવામાં હતા એ તમામ કન્ડક્ટરોએ અરજી ઇ-મેઇલ કર્યો છે અને તેમની રસીદ પણ છે પરંતુ તેમ છતાં પણ વલસાડ આર ટી ઓ દ્વારા ફ્સ્ટએઇડ સર્ટી ના હોવાનું જણાવીને તેમના કંડકટરના લાઇસન્સ રીન્યુ કરવામાં આવ્યા નથી જેના કારણે ધરમપુર ડેપો ના 7 જેટલા કન્ડક્ટરો ને ફરજ ઉપર થી ઉતારી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાજકોટના ST કર્મચારીઓને કોરોના વોરિયર્સમાં સમાવેશ કરવાની કરાઇ માંગ

કોરોના કાળમાં કપરી પરિસ્થિતિ

કરોના કાળમાં સમય અને સંજોગને કારણે તેમના સર્ટી ના બનતા હાલ કાયમી નોકરી કરતા કંડક્ટરોની હાલત કફોડી બની છે અને તેમના નોકરીના દિવસો પણ ચાલુ છે પરંતુ ગેરહાજરી દર્શાવીને પગાર કાપવામાં આવી રહ્યો છે. તેઓ ની માગ છે કે તમામ ને આર ટી ઓ દ્વારા ફસ્ટએઇડ માટે કરવામાં આવેલી અરજીના રસીદને આધારે લાઇસન્સ રીન્યુ કરી આપવામાં આવે નહિ તો 7 જેટલા કન્ડક્ટરો ને ભૂખ્યા મારવાનો વારો આવે એમ છે.

આ પણ વાંચો : બનાસકાંઠાના લુદરા ગામ પાસે એસ ટી બસના કર્મચારી પર અસામાજિક તત્વો દ્વારા હુમલો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.