વલસાડઃ જિલ્લાના વાપી તાલુકા નજીક આવેલા બલિઠા ગામના તસેલ અહમદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વાપી તાલુકાનું અને વાપી શહેરને અડીને આવેલા બલિઠા ગામને Covid-19 કલસ્ટર કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન મુજબ 20 જેટલા સ્થળો અને ફળિયાને સિલ કરવામાં આવ્યાં છે. તેમજ આ વિસ્તારમાં સેનેટાઇઝ દ્વારા સ્પ્રે કરવામાં આવી રહ્યું છે.
હાલમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેને પગલે વહિવટી તંત્રે બલીઠામાં આસપાસના વિસ્તારને એલ્યુમિનિયમના પતરા મારીને બલીઠામાં જતા મુખ્ય માર્ગો બંધ કરવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ લોકોને બહાર ન નીકળવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે.
બલીઠા ગામમાં પ્રવેશતા અનેક માર્ગો ઉપર લાકડાના પાટીયા અને ગેલ્વેનાઈઝ પતરાઓ મારી રોડને બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી કરીને ગામના લોકો બહાર નીકળી ન શકે અને જે લોકો ગામની બહાર આવી રહ્યા છે. તેઓને પરત કરવામાં આવી રહ્યા છે. તો સાથે-સાથે બલીઠા ગામ નેશનલ હાઇવે નંબર 48 મુખ્ય માર્ગ ઉપર આવતું હોવાથી અહીંથી વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં હોવાથી પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે.