ETV Bharat / state

વલસાડમાં Congress કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે ધરણા કરતાં પોલીસે ડિટેઇન કર્યા - કોંગ્રેસી

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વિવિધ જિલ્લાઓમાં (Petrol and diesel prices) પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઇ ધરણા અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કરવાનું આવાહન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને (Valsad Congress) વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વલસાડ શહેરના પેટ્રોલ પંપો ઉપર બેનરો સાથે તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં યૂથ કોંગ્રેસના 5 કાર્યકરોને Valsad police એ ડિટેઇન કર્યાં હતાં.

વલસાડમાં  Congress કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે ધરણા કરતાં પોલીસે ડિટેઇન કર્યા

author img

By

Published : Jun 11, 2021, 2:05 PM IST

  • Petrol and diesel pricesના વધારાને લઈને કોંગ્રેસ દ્વારા ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન
  • ધરમપુર રોડ ઉપર પેટ્રોલ પંપે વલસાડ કોંગ્રેસ કાર્યકરો દ્વારા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું
  • વલસાડ સિટી પોલીસેે વિરોધ પ્રદર્શન અને ધરણાંની જાણકારી મળતાં સ્થળ પર પહોંચી 5ને ડીટેઇન કર્યાં
  • પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલર સહિત પાંચ લોકોને પોલીસે જીપમાં બેસાડી પોલીસ મથકે લઇ ગઇ

વલસાડઃ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ઉપર 258 ટકા અને ડીઝલ ઉપર 820 ટકા એકસાઇઝ વધારો કરતાં મધ્યમવર્ગીય પ્રજાની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ કિંમત ઉપર પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel prices) પહોંચ્યા છે ત્યારે તેનો સીધો સામાન્ય પ્રજા ઉપર પડી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ ઉપર એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી છે જેને પગલે પેટ્રોલના ભાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે સામાન્ય પ્રજાને સીધો બોજો ખિસ્સા ઉપર પડી રહ્યો છે જેને જોતા કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રજાની પડખે રહેતા આજે વિવિધ જિલ્લાઓમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શનના કાર્યક્રમોનું આવાહન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણા, રાજકોટમાં congressના 25 નેતાઓની અટકાયત

Valsad Congress સમિતિ દ્વારા વલસાડ શહેરના પેટ્રોલ પંપો ઉપર વિરોધ

જે અંતર્ગત વલસાડ જિલ્લા કોંગ્રેસ (Valsad Congress) દ્વારા વલસાડ સિટી વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ ઉપર બેનરો સાથે પહોંચી જઇ વિવિધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે આ અંગેની જાણકારી વલસાડ સિટી પોલીસને થતાં પોલીસની ટીમ પેટ્રોલ પંપ ઉપર પહોંચી હતી અને કોંગ્રેસના પાંચ જેટલા કાર્યકરોને ડીટેઈન કર્યાં હતાં. વલસાડ યુથ કોંગ્રેસના કાર્યકરો સહિત યુથ કોંગ્રેસના પ્રમુખ રોનક શાહ, મહામંત્રી રાહિલ શેખ, પારડી નગરપાલિકાના કાઉન્સિલર બિપીન પટેલ, વિજય પટેલ, શ્વેતાંગ પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા કુંજાલી પટેલ વિવિધ બેનરો સાથે ધરમપુરરોડ પર આવેલા પેટ્રોલપંપ ઉપર પહોંચી જઇ મોદી સરકારની હાય બોલાવી હતી. વિવિધ બેનરો સાથે સતત 20થી 25 મીનીટ સુધી વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. જેની જાણકારી વલસાડ સિટી પોલીસને મળતા સિટી પોલીસ દોડતી થઈ હતી. ઉપરોક્ત તમામ લોકોને પોલીસની જીપમાં બેસાડીને પોલીસ મથક સુધી લઈ જવાયાં હતાં.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કોંગ્રેસે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે કરી અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.