વલસાડ ખાતે સુપરવાઇઝર અને ઇમ્યુલેટરની તાલીમ યોજાઇ હતી. જેમાં તાલીમાર્થીઓને સંબોધતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો તમામ કામગીરીમાં આગળ રહ્યો છે. જેને જાળવી રાખવા માટે જે તે વ્યક્તિને સોપવામાં આવેલી આર્થિક ગણતરીની કામગીરી સંપૂર્ણ પ્રક્રિયા સમજણ અને જવાબદારી સાથે કરવાની રહેશે. આ તાલીમમાં ઉપસ્થિત સુપરવાઇઝરો અને ઇમ્યુલેટરો સાથે પ્રશ્નોત્તરી દ્વારા તેમના કામમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પણ પ્રયન્ત કરાયો હતો. આ તાલીમમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ, તાલીમાર્થીઓ હાજર રહ્યાં હતા.
વલસાડમાં 7મી આર્થિક ગણતરી માટે સુપરવાઇઝર અને ઇમ્યુલેટરોની તાલીમ યોજાઇ - training
વલસાડઃ ગુજરાત રાજયના આંકડા તેમજ પંચાયત વિભાગ દ્વારા દેશની 7મી આર્થિક ગણતરી-2019 કરવામાં આવશે. જે માટે વલસાડ જિલ્લામાં આર્થિક ગણતરી માટે 308 સુપરવાઇઝરો અને 1000થી વધુ ઇમ્યુલેટરોની નિમણૂંક કરવામાં આવી છે. આ કામગીરીમાં કોઇ મુશ્કેલીઓ ઊભી ન થાય તે હેતુસર વલસાડ જિલ્લા કક્ષાની સુપરવાઇઝર અને ઇમ્યુલેટરોની તાલીમ જિલ્લા કલેકટર સી.આર. ખરસાણના અધ્યક્ષસ્થાને મેડીકલ કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી.