ETV Bharat / state

વલસાડમાં તાપમાનનો પારો ગગડ્યો, ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે વાહનચાલકોને હાલાકી - ઠંડીના સમાચાર

વલસાડ: શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યૂ વાતાવરણ સર્જાતા વાહનચાલકોને આવા-ગમન માટે ભારે હાલાકી પડી રહી હતી. ધુમ્મસનું પ્રમાણ એટલું વધું હતું કે, 5 મીટર આગળનું કંઈ જ દ્રશ્ય દેખાતું જ નહોતું.

તાપમાનનો પારો ગગડતા વાહનચાલકોને ભારે હાલાકી
તાપમાનનો પારો ગગડતા વાહનચાલકોને ભારે હાલાકી
author img

By

Published : Jan 21, 2020, 11:16 AM IST

Updated : Jan 21, 2020, 11:24 AM IST

શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડતા ઠુંઠવે તેવી ઠંડીની અસર જોવા મળી રહી છે. જેના કારણે વહેલી સવારથી લોકો પોતાની જાતને બચાવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા હતાં. સવારમાં પોતાના કામ માટે નીકળેલા લોકોને રસ્તા પર નીકળવું તકલીફભર્યૂ લાગતું હતું. જેના કારણે વાહનચાલકોને વાહનોની હેડ લાઇટ ચાલુ કરી વાહનો ચલાવવાની ફરજ પડી હતી.

તાપમાનનો પારો ગગડતા વાહનચાલકોને ભારે હાલાકી

મહત્વનું છે કે, હાલની સીઝન ખેડૂતો માટે આંબાવાડીમાં મંજરીની સીઝન કહેવાય છે. જો ધુમ્મસભર્યૂં વાતાવરણ રહે તો તેની સીધી અસર આંબાવાડી ઉપર પડે છે. ધુમ્મસ કેરીના પાકને નુકસાન કરી શકે છે. આંબાવાડીના ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો.

નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા વધુ ત્રણ દિવસ ઠંડી વધશે તેવી આગાહી કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો પારો નીચો થઇ રહ્યો છે. હાલમાં વાતાવરણ બદલાતા વહેલી સવારથી ધુમ્મસભર્યૂં વાતાવરણ જોવા મળ્યું હતું.

Intro:વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાતા વાહનચાલકોને આવાગમન માટે ભારે તકલીફ પડી હતી વહેલી સવારથી કેટલા પ્રમાણમાં ધુમ હતું કે પાંચ મીટર થી આગળ ના ભાગે વાહનચાલકો કોઈપણ જોઈ શક્યા ન હતા અને જેના કારણે વાહનચાલકોને હેડ લાઇટ ચાલુ કરી વાહનો ચલાવવાની ફરજ પડી રહી હતી દરેક વાહનો ધીમી ગતિએ ચાલી રહ્યા હતા જોકે અચાનક ધુમ્મસભરી વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતા નો વિષય બન્યો છે
Body:વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો વધી રહ્યો છે જેના કારણે વહેલી સવારથી લોકો આપણું કરતા કેમ ઓફર ટોપી અને સ્વેટર પહેરીને આવાગમન કરતા જોવા મળી રહ્યા છે પરંતુ આજે વહેલી સવારથી ડુમસ ભર્યુ વાતાવરણ સર્જાતા વાહન ચાલકોની સ્થિતિ કફોડી બની છે એટલી હદે ધુમ્મસ વધારે હતું કે વાહનોથી પાંચ મીટરના અંતરમાં જોઈ પણ શકાતું ન હતું જેના કારણે વાહનચાલકોને વાહનો ની હેડ લાઇટ ચાલુ કરી વાહનો ચલાવવાની ફરજ પડી હતી અને તમામ વાહનો ધીમી ગતિએ ચાલી રહ્યા હતા મહત્વનું છે કે હાલની સીઝન આંબાવાડી ના ખેડૂતો માટે આંબાવાડીમાં મંજરીની સીઝન કહેવાય છે અને જો ધુમ્મસભરી વાતાવરણ રહે તો તેની સીધી અસર આંબાવાડી ઉપર પડે છે અને આ અસર કેરીના પાકને નુકસાન કરી શકે છે જેથી ધુમ્મસભર્યા વાતાવરણના લઈને આંબાવાડી ના ખેડૂતોમાં પણ ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું
Conclusion:નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા વધુ ત્રણ દિવસ ઠંડીનો પારો ગગડયો સે એવી આગાહી કરવામાં આવી હતી જેને પગલે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો પારો નીચો થઇ રહ્યો છે અને હાલમાં વાતાવરણ બદલાતા આજે વહેલી સવારથી ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળી છે

Not :-વી ઓ સાથે વીડિયો છે
Last Updated : Jan 21, 2020, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.