ETV Bharat / state

વલસાડના સરીગામના જાગૃત નાગરીકે, પોલીસને સારો પગાર અને સવલતો માટે PMને લખ્યો પત્ર - valsad

વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રહેતા સામાજિક કાર્યકર અને જાગૃત નાગરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જે પગાર અને સવલતો અન્ય સરકારી અધિકારીઓને મળે છે. તેવી સવલતો પોલીસ કર્મચારીઓને પણ આપવાની માંગ કરી હતી.

etv bharat valsad
author img

By

Published : Aug 8, 2019, 9:13 PM IST

Updated : Aug 8, 2019, 10:54 PM IST

સામાજિક કાર્યકર પ્રકાશ આરેકરે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, લોકોમાં પોલીસ પ્રત્યે પૈસા ખાઉં છાપ છે. પૈસા તો દિલ્હીના સંસદથી લઈને દરેક ખાતામાં ખવાય છે. જે પોતાના પરિવારને છોડી 365 દિવસ પોતાની ફરજ નિભાવે છે. તે પોલીસ તરફ આટલો ભેદભાવ કેમ?

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતના માજી સરપંચ અને સામાજિક કાર્યકર પ્રકાશ આરેકરે પોલીસ જવાનો પ્રત્યે પોતાની હમદર્દી બતાવતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ફેક્સ દ્વારા મોકલ્યો છે. જેમાં તેમણે લખ્યું કે, પોલીસ જવાનોનો મુદ્દો ખૂબ જ મહત્વનો છે. જેના પ્રત્યે કોઈ સરકાર ધ્યાન આપતી નથી. પોલીસ જવાનો વર્ષના 365 દિવસ પોતાના પરિવારને ભૂલી તહેવારોમાં, સામાજિક કાર્યક્રમોમાં, સરકારી સમારંભોમાં, કુદરતી આફતોમાં સતત વ્યસ્ત રહે છે.

સરીગામના જાગૃત નાગરિકે વડાપ્રધાનને લખ્યો પત્ર

ઉપરાંત જ્યારે સમાજના અન્ય પરિવારો પોતાના માતાપિતા બાળકો સાથે સમય પસાર કરવામાં કે, ઉજવણી કરવામાં વ્યસ્ત હોય છે. પોલીસ જવાનો પોતાના પરિવારથી બાળકોથી દૂર ફરજમાં વ્યસ્ત હોય છે. આ કારણે તેઓ ખૂબ જ માનસિક તાણમાં રહે છે. અઠવાડિયાની મળતી રજા પણ મંત્રીઓની ફરજમાં ગુમાવવી પડે છે.

આ અંગે સરકારે યોગ્ય નિર્ણય લેવા જોઈએ અને પોલીસ ખાતામાં દરેક કર્મચારીને એક સાપ્તાહિક છુટ્ટી ફરજિયાત કરવી જોઈએ. પોલીસ જવાનો પણ કામના ભારણથી હળવા થઈ શકશે. પોતાના પરિવાર બાળકો સાથે સમય પસાર કરી શકશે. જેથી તેમનું આરોગ્ય જળવાશે નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી શકશે.

ઉપરાંત જ્યારે જ્યારે પોલીસ કર્મચારીઓનું ટ્રાન્સફર થાય છે. સૌથી વધુ વેઠવાનું તેના બાળકો અને પરિવારોને આવે છે. માટે આવા સમયે પણ પરિવારનું હિત સાચવી પહેલા રહેવાની વ્યવસ્થા અને બાળકોના એડમિશન શિક્ષણની વ્યવસ્થા કરી બાદમાં જ ટ્રાન્સફર કરવાની નીતિ કરવી જોઈએ તેવો મત આરેકરે વ્યક્ત કર્યો છે.

પોલીસ ખાતામાં ખૂબ જ ભ્રષ્ટાચાર પાંગરતો હોવાના લોકોના માનસપટ પર છવાયેલા વિચારો અંગે પ્રકાશ આરેકરે જણાવ્યું હતું કે, પૈસા માત્ર પોલીસવાળા જ નથી ખાતા, ભ્રષ્ટાચાર તો દિલ્હીના સંસદથી લઈને દરેક સરકારી કચેરીઓમાં બેસેલા અધિકારીઓ, પ્રધાનો બધાં જ કરી રહ્યા છે. બધા જ પૈસા ખાય છે તો પછી, માત્ર પોલીસને જ કેમ બદનામ કરવામાં આવે છે.

Intro:વાપી :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રહેતા સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. કે જે પગાર અને સવલતો અન્ય સરકારી અધિકારીઓને મળે છે. તેવી સવલતો પોલીસ કર્મચારીઓને પણ આપો. Body:પ્રકાશ આરેકર નામના આ સામાજિક કાર્યકરે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કે લોકોમાં પોલીસ પ્રત્યે પૈસા ખાઉં છાપ છે તો, પૈસા તો દિલ્હીના સંસદથી લઈને દરેક ખાતામાં ખવાય છે. તો, જે પોતાના પરિવારને છોડી 365 દિવસ પોતાની ફરજ નિભાવે છે. તે પોલીસ તરફ આટલો ભેદભાવ કેમ?

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતના માજી સરપંચ અને સામાજિક કાર્યકર એવા પ્રકાશ આરેકરે પોલીસ જવાનો પ્રત્યે પોતાની હમદર્દી બતાવતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ફેક્સ દ્વારા મોકલ્યો છે. જેમાં તેમણે લખ્યું છે. કે, પોલીસ જવાનોનો મુદ્દો ખૂબ જ મહત્વનો છે. જેના પ્રત્યે કોઈ સરકાર ધ્યાન આપતી નથી. 

પોલીસ જવાનો વર્ષના 365 દિવસ પોતાના પરિવારને ભૂલી તહેવારોમાં, સામાજિક કાર્યક્રમોમાં, સરકારી સમારંભોમાં, કુદરતી આફતોમાં સતત વ્યસ્ત રહે છે. પરંતુ જે રીતે અન્ય અધિકારીઓને સરકાર 50 હજાર ઉપરાંતની સેલેરી આપે છે. તેવું પગારભથ્થું પોલીસ જવાનોને મળતું નથી. પોલીસ ખાતામાં 10 થી 40 હજાર સુધીનું જ પગાર મહેકમ છે. 

એ ઉપરાંત જ્યારે સમાજના અન્ય પરિવારો પોતાના માતાપિતા બાળકો સાથે સમય પસાર કરવામાં કે ઉજવણી કરવામાં વ્યસ્ત હોય છે. ત્યારે, પોલીસ જવાનો પોતાના પરિવારથી બાળકોથી દૂર ફરજમાં વ્યસ્ત હોય છે. આ કારણે તેઓ ખૂબ જ માનસિક તાણમાં રહે છે. અઠવાડિયે મળતી રજા પણ મંત્રીઓની ફરજમાં ગુમાવવી પડે છે. અને ક્યારેક આવા સરકારી કામમાં ભૂખ્યા રહેવું પડે છે. 

ત્યારે, આ અંગે સરકારે યોગ્ય નિર્ણય લેવા જોઈએ અને પોલીસખાતામાં દરેક કર્મચારીને એક સાપ્તાહિક છુટ્ટી ફરજિયાત કરવી જોઈએ તો પોલીસ જવાનો પણ કામના ભારણથી હળવા થઈ શકશે. પોતાના પરિવાર બાળકો સાથે સમય પસાર કરી શકશે જેથી તેમનું આરોગ્ય જળવાશે. નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી શકશે.

એ ઉપરાંત જ્યારે જ્યારે પોલીસ કર્મચારીઓનું ટ્રાન્સફર થાય છે. ત્યારે, સૌથી વધુ વેઠવાનું તેના બાળકો અને પરિવારોને આવે છે. માટે આવા સમયે પણ પરિવારનું હિત સાચવી પહેલા રહેવાની વ્યવસ્થા અને બાળકોના એડમિશન શિક્ષણની વ્યવસ્થા કરી બાદમાં જ ટ્રાન્સફર કરવાની નીતિ અખત્યાર કરવી જોઈએ તેવો મત આરેકરે વ્યક્ત કર્યો છે.

પોલીસ ખાતામાં ખૂબ જ ભ્રષ્ટાચાર પાંગરતો હોવાના લોકોના માનસપટ પર છવાયેલા વિચારો અંગે પ્રકાશ આરેકરે જણાવ્યું હતું કે, પૈસા માત્ર પોલીસવાળા જ નથી ખાતા, ભ્રષ્ટાચાર તો દિલ્હીના સંસદથી લઈને દરેક સરકારી કચેરીઓમાં બેસેલા અધિકારીઓ, મંત્રીઓ બધાં જ કરી રહ્યા છે. બધા જ પૈસા ખાય છે તો પછી, માત્ર પોલીસને જ  કેમ બદનામ કરવામાં આવે છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, પ્રકાશ આરેકરની રજુઆત હાલમા ટિકટોક પર બે ઘડી મોજ ખાતર બનાવેલા વિડીયોથી સસ્પેન્ડ થનાર અર્પિતા ચૌધરી સહિત અનેક ખાતાકીય તપાસમાં ભેરવાયેલ પોલીસ કર્મચારીઓના કિસ્સા બાદ આંખ ઉઘડતો મહત્વનો મુદ્દો છે. જોવું રહ્યું કે સરકાર આ અંગે મહત્વનો નિર્ણય કરશે કે પછી આવા વિચારપ્રેરક પત્રોને ટોપલીમાં પધારાવશે?
Last Updated : Aug 8, 2019, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.