ETV Bharat / state

વલસાડમાં 151 ફૂટ લાંબી ચુંદડીની યાત્રા કાઢી માતાજીને ચરણે અર્પણ કરાઈ

વલસાડઃ હાલર સ્‍થિત પાદરદેવી મંદિર ખાતે શરદપૂનમ અવસરે માતાની ચુંદડી યાત્રા અને ધ્‍વજા અર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વન અને આદિજાતિ રાજ્‍ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરની ઉપસ્‍થિતી માં ચઢાવવામાં આવી હતી. તેમણે માતા રાનીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્‍યા હતા.

chundi-yatra-in-valsad
author img

By

Published : Oct 13, 2019, 7:14 PM IST

આદિજાતિ રાજ્‍ય કક્ષાના પ્રધાન રમણ પાટકરે શરદપૂનમની સૌને શુભેચ્‍છા પાઠવી માતાજી સૌનું આરોગ્‍ય સારું રાખે તેવા આશીર્વચન પાઠવ્‍યા હતા. કાર્યક્રમ દરમ્યાન સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત હાલર નવયુવક મંડળ દ્વારા 400 કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું.

પાદરદેવી મંદિર ખાતે શરદપૂનમ અવસરે માતાની ચુંદડી યાત્રા અને ધ્‍વજા અર્પણ કરાઈ

એન.અસ.એસ. આર્ટસ કૉલેજ વલસાડ અને એન.સી.સી. સાયન્‍સ કૉલેજના વિદ્યાર્થીઓએ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ન કરવા અંગેના બેનરો થકી જાગૃતિ ફેલાવી હતી. હાલર પાદર દેવીમાતાના મંદિરેથી નીકળેલી ચૂંદડી યાત્રા વલસાડના વિવિધ માર્ગો ઉપર થઈ મોટા બજારમાં આવેલ આંબામાતા મંદિરે પોહચી હતી. 151 ફૂટ લાંબી ચુંદડી સાથે ધ્વજા માતાજીને ચરણે અર્પણ કરવામાં આવી હતી.

ચુંદડી યાત્રા દરમ્યાન કથાકાર પ્રફુલભાઈ શુક્લ, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિર, શદરભાઇ વ્‍યાસ, પ્રિતીબેન પાંડે, શિવજી મહારાજ, ઉમિયા સોશીયલ ગ્રૂપ, રોટરી કલબ, પતંજલી, એન.અસ.એસ. આર્ટસ કૉલેજ વલસાડ, એન.સી.સી. સાયન્‍સ કૉલેજ, રજપૂત સમાજ, જલાસાઇ જનસેવા ટ્રસ્‍ટ સહિત નગરજનો તથા માતાજીના ભક્‍તો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Intro:વલસાડ શહેરના હાલર સ્‍થિત પાદરદેવી મંદિર ખાતે શરદપૂનમ અવસરે માતારાનીની ચુંદડીયાત્રા અને ધ્‍વજા અર્પણ કાર્યક્રમમાં વન અને આદિજાતિ રાજ્‍ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરની ઉપસ્‍થિતી માં ચઢાવવામાં આવી હતી તેમણે માતા રાનીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્‍યા હતા.
Body:આદિજાતિ રાજ્‍ય કક્ષાના પ્રધાન રમણ પાટકરે શરદપૂનમની સૌને શુભેચ્‍છા પાઠવી માતાજી સૌનું આરોગ્‍ય સારું રાખે આશીર્વચન પાઠવ્‍યા હતા. કાર્યક્રમ દરમ્યાન સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત હાલર નવયુવક મંડળ દ્વારા ૪૦૦ કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. એન.અસ.એસ. આર્ટસ કૉલેજ વલસાડ, એન.સી.સી. સાયન્‍સ કૉલેજના વિદ્યાર્થીઓએ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ન કરવા અંગેના બેનરો થકી જાગૃતિ ફેલાવી હતી. હાલર પાદર દેવીમાતાના મંદિરે થી નીકળેલી ચૂંદડી યાત્રા વલસાડના વિવિધ માર્ગો ઉપર થઈ મોટા બજાર માં આવેલ આંબામાતા મંદિરે પોહચી હતી અને ત્યાં 151 ફૂટ લાંબી ચૂંદડી માતાજીને ચરણે અર્પણ કરવામાં આવી હતી સાથે ધ્વજ પણ અર્પણ કરવામાં આવ્યો હતો Conclusion:ચૂંદડી યાત્રા દરમ્યાન કથાકાર પ્રફુલભાઈ શુક્લ વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિર, શદરભાઇ વ્‍યાસ, પ્રિતીબેન પાંડે, શિવજી મહારાજ, ઉમિયા સોશીયલ ગ્રૂપ, રોટરી કલબ, પતંજલી, એન.અસ.એસ. આર્ટસ કૉલેજ વલસાડ, એન.સી.સી. સાયન્‍સ કૉલેજ, રજપૂત સમાજ, જલાસાઇ જનસેવા ટ્રસ્‍ટ સહિત નગરજનો, માતાજીના ભક્‍તો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.