- વિજય રૂપાણીએ સોમવારના રોજ કપરાડાના જાહેર સભાને સંબોધન કર્યું
- મુખ્ય પ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા
- તેમણે કહ્યું કે હવે ટૂંક જ સમયમાં કોંગ્રેસનો કોફીનમાં દફનાવવાનો સમય આવી ગયો છે
વલસાડઃ આગામી 30મી નવેમ્બરના રોજ આવી રહેલી કપરાડા વિધાનસભાની પેટાચૂંટણી માટે સોમવારના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ચૂંટણી સભા સંબોધી હતી. જંગલ મંડળીના મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કોઈ નેતાઓ ઉપર કાર્યકર્તાઓને ભરોસો રહ્યો નથી. સંપૂર્ણ કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં રહેલા રાહુલ ગાંધી, કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ જેવા અનેક લોકોએ કોંગ્રેસમાં વિશ્વાસ ઉભો કર્યો છે અને જેની સામે અનેક સવાલો ઉભા થયા છે.
કોંગ્રેસ ઉપર સીધું નિશાન તાકતા તેમણે કહ્યું કે વર્ષોથી કોંગ્રેસમાં પરિવાર વાતને કારણે અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ બાદ આવી ગયા છે અને તેમાંથી મુક્તિ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હાલ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ છોડીને નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. વર્ષોથી કોંગ્રેસમાં કામ કરી રહેલા જીતુભાઈ ચૌધરી ભાજપમાં જોડાયા બાદ તેમને કોંગ્રેસીઓ પક્ષ પલટુ અને ગદ્દાર કરી રહ્યા છે. તે બાબતે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે અત્યાર સુધી જે વ્યક્તિ કોંગ્રેસમાં રહી સતત નિષ્ઠાવાન કામગીરી કરતો હતો તેને તમે પક્ષ પલટુ કહી રહ્યા છો એટલે કે કોંગ્રેસમાં સનિષ્ઠ માણસની કદર નથી.
તેમણે વધુમાં કહ્યું કે આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટી માટે આઠ બેઠકો ઉપર જંગી બહુમતિ સાથે વિજય મેળવશે એવી અમને આશા છે અને કપરાડામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને તે બાદ કપરાડાના છેવાડાના માનવી સુધી વિકાસથી ગાથા શરૂ થશે. મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસના કોફીનને હવે દફનાવવાનો સમય આવી ગયો છે અને છેલ્લો ખીલો ઠોકવાની તારીખ 3ના રોજ વારો આવ્યો છે. તેમને મતદારોને આવાહન કર્યું કે આ છેલ્લો ખીલા ઠોકીને કોંગ્રેસના કોફીનને દફન કરી દો.
આ કાર્યક્રમ દરમિયાન વન અને આદિજાતિ વિકાસ રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકર, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, સાંસદ કે.સી પટેલ તેમજ ધરમપુરના ધારાસભ્યએ અરવિંદભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અને હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.