વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના પંડોર ગામે આવેલા કોઠાર ફળિયામાંં વર્ષોથી હનુમાન દાદાનું મંદિર આવેલું છે. જ્યાં પૂજારી તરીકે આશોક ભાઈ પટેલ સેવા આપે છે. આ મંદિરમાં અનેક લોકોને આસ્થા છે અને અતૂટ શ્રદ્ધા ધરાવે છે. દૂર-દૂરથી લોકો દર્શનાર્થે અહીં આવે છે. તેમની માનતા અને આખડીઓ પૂર્ણ થાય છે.
જોકે અનેક લોકો જે હનુમાનજી જે સાક્ષાત કળિયુગના દેવ છે તેઓના દર્શનાર્થે સાળંગ પુર સુધી જવું પડતું હતું. હવે અદલ સાળંગ પુરના મંદિર જેવી જ પ્રતિમા પંડોર ગામે કોઠાર ફળિયામાં તારીખ 27 અને 28 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં 27 ફેબ્રુઆરીના રોજ વરઘોડો અને 28 ફેબ્રુના રોજ મંદિરનો પટોત્સવ અને પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.
આ મંદિરના પૂજારી અશોકભાઈ પટેલે જણાવ્યું કે, દાદાના મંદિરનો પાટોત્સવ સાથે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. જેથી જેઓ છેક સાળંગપુર સુધી નથી જઇ શકતા તેઓ પંડોર ગામે મંદિરે દાદાના દર્શન કરી શકશે. આ બંને દિવસ દરમિયાન બપોર 1 વાગ્યે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવશે.