ETV Bharat / state

વાપીમાં કોરોના મહામારીમાં સાવચેતી સાથે નાતાલ પર્વની ઉજવણી - પ્રભુ ઈસુના જન્મદિવસ

વિશ્વમાં પ્રેમ કરુણાનો સંદેશ આપનારા ભગવાન ઇસુનો વાપીમાં અને તેની આસપાસના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ સહિતના વિસ્તારમાં રહેતા ખ્રિસ્તી પરિવારોએ સાદાઈથી જન્મદિવસ મનાવ્યો હતો. વાપીમાં આશાધામ સ્કૂલ ખાતે આવેલા અવર લેડી ઓફ વેલાન્કની ચર્ચમાં પાંખી હાજરીમાં ખ્રિસ્તી પરિવારો સજી-ધજીને ઉપસ્થિત રહ્યા હતા. કોરોના ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સ સાથે ક્રિસમસ પર્વની ઉજવણી કરી હતી.

વાપીમાં કોરોના મહામારીમાં સાવચેતી સાથે નાતાલ પર્વની ઉજવણી

author img

By

Published : Dec 25, 2020, 8:50 PM IST

  • કોરોના મહામારીમાં સાવચેતી સાથે નાતાલ પર્વની ઉજવણી
  • રાત્રે 12 વાગે પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી મૌકૂફ
  • ભારતીય પરંપરા મુજબ નમસ્તે સાથે મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી

વાપીઃ શહેર સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ખ્રિસ્તી સમાજે પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી કરી હતી. દર વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખી રાત્રે 12 વાગ્યે ઉજવાતા ઈસુના જન્મદિવસની ઉજવણી મૌકૂફ રાખી રાત્રે 9 વાગ્યા બાદ ચર્ચમાં મિસાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના ગાઈડલાઈનને અનુસરીને એકબીજાને મેરી ક્રિસમસ કહી નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

અવર લેડી ઓફ વેલાન્કની ચર્ચમાં ક્રિસમસની ઉજવણી

આ અંગે વાપીના અવર લેડી ઓફ વેલાન્કની ચર્ચના ફાધર ટોની લોપસે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાને રાખી આ વખતે ઉજવણીનો કાર્યક્રમ રાત્રીના 12 વાગ્યાને બદલે 9 વાગ્યે ઉજવવામાં આવ્યો હતો. જેમાં દરેકને કોરોના મહામારીને ધ્યાને રાખી માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ અને થર્મલ ચેકિંગ કરી ચર્ચ પરિસરમાં પ્રવેશ અપાયો હતો. જે બાદ મિસાનું આયોજન હતું. જે પૂરું થયા બાદ તમામે એકબીજાને મેરી ક્રિસમસ કહી કેક અને ચા નો હળવો નાસ્તો કર્યો હતો.

પ્રભુ ઈસુ કોરોનામાંથી ભારતને મુક્ત કરાવે તેવી પ્રાર્થના કરી

કોરોના મહામારીને ધ્યાને રાખી ઉપસ્થિત ખ્રિસ્તી સમાજના સ્ત્રી-પુરુષોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે એક બીજાને પ્રભુ ઈસુના જન્મદિવસની શુભેચ્છા આપી મેરી ક્રિસમસ કહ્યું હતું. તો કેટલાકે ભારતીય પરંપરા મુજબ નમસ્તે કરી મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.

પ્રભુ ઈસુએ દુનિયાને પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો

ઉલ્લેખનીય છે કે, ક્રિસમસ પર્વ પ્રેમનું અને ભાઇચારાનું પર્વ છે. ભગવાન ઈસુએ બે હજાર વર્ષ પહેલા ધરતી પર પ્રેમ કરુણાનો સંદેશ આપવા મનુષ્ય રૂપે જન્મ લીધો હતો. તેઓ ઈશ્વર હતા તેમ છતાં સામાન્ય પરિવારના ઘરે પશુઓની વચ્ચે પોતાનો મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો. તેમણે દુનિયાને પ્રેમ કરુણા ગરીબોની અને રોગીઓની સેવા કરવાનો સંદેશ આપ્યો હતો. અનેક દીન દુખિયાની સેવા કરી સાજા કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.